Vadodara

વૃક્ષ બિન જરૂરી હોય નુકસાનકારક હોવાનું તંત્રને થયુંભાન : કોનોકોર્પસ વૃક્ષોની છટણીની કામગીરી શરૂ

વડોદરા: શહેરને હરિયાળુ બતાવવા માટે વર્ષ-2017 મા આફ્રો-અમેરિકન મૂળના કોનોકોર્પસ નામના વૃક્ષો શહેરના વિવિધ વિસ્તારો જેવાં કે, અકોટા દાંડિયાબજાર રોડ,તરસાલી, કારેલીબાગ, જેલરોડ,ન્યૂ વીઆઇપી રોડ, અમીતનગરથી કારેલીબાગ, અકોટા દાંડિયાબજાર ચારરસ્તાથી રાજમહેલરોડ તથા કાલાઘોડા તરફના રોડ સહિત કુલ 20,000જેટલા આ વૃક્ષો પાછળ કહેવાતા સ્માર્ટ પાલિકા તંત્ર દ્વારા લાખ્ખો રુપિયા ખરીદવામાં તથા તેની માવજત પાછળ વેડફી દેવામાં આવ્યા છે.

આ કોનોકોર્પસ વૃક્ષોને વર્ષ 2017માં મિશન મિલેનિયમ ટ્રી માટે ગાઝિયાબાદ, ચંદીગઢ તથા પુણેની નર્સરીમાંથી લાખ્ખોના ખર્ચે લાવવામાં આવ્યા હતા.આ વૃક્ષો એલર્જિક વૃક્ષો છે પર્યાવરણવાદીઓ તથા નિષ્ણાતો ના મતે આ વૃક્ષો પક્ષીઓ, પતંગિયાઓ, ખિસકોલી સહિત કોઇના માટે ઉપયોગી નથી તેને ઉછેરમાં પાણીનો અઢળક વ્યય થાય છે.સાથે જ આ વૃક્ષના જડીયાં જમીનમાં દૂર સુધી ફેલાતા હોઇ આસપાસના બાંધકામ માટે જોખમી છે.લોકોના સ્વાસ્થ્ય માટે હાનિકારક છે આ વૃક્ષથી અસ્થમા, દમ, શ્વાસની સાથે અન્ય બિમારીઓ થઇ શકે છે.

પાકિસ્તાન જેવા દેશમાં આ કોનોકોર્પસ પર પ્રતિબંધ છે.ત્યારે આપણા વડોદરાના સ્માર્ટ પાલિકા તંત્ર દ્વારા લોકોના સ્વાસ્થ્યની ચિંતા વગર, આ વૃક્ષોથી અન્ય આસપાસના સ્ટ્રક્ચરને નુકશાન થઇ શકે છે સાથે જ પાણીનો સૌથી વધુ ખર્ચ તેના થકી આવી શકે આ તમામ પાસાઓના વિચાર વિના ખર્ચા કરી દેવામાં આવ્યા અને હવે,આ વૃક્ષોને જડમૂળમાંથી હટાવવા પાછળ ખર્ચાઓ કરશે જે પોતાની સ્માર્ટ આવડત પાલિકા લોકો આગળ છતી કરી હાસ્યાસ્પદ બની રહ્યું છે.આ રીતે વડોદરા મહાનગરપાલિકાના સ્માર્ટ કામગીરીને કારણે લોકોના વેરાના પૈસાનો વારંવાર વેડફાટ થઇ રહ્યો છે.

Most Popular

To Top