SURAT

સુરત-શારજાહ ફ્લાઈટ હવે અઠવાડિયાના પાંચ દિવસ ઉડશે

સુરત: એર ઇન્ડિયા એક્સપ્રેસની (AirIndiaExpress) સુરત શારજાહ (SuratSharjahFlight) ફલાઇટ ને એવરેજ 90% પેસેન્જર લોડ મળી રહ્યો હતો અને તેની ફ્રિકવન્સી વધારવા ઘણા સમયથી માંગણી કરવામાં આવી રહી હતી. અંતે એર ઈન્ડીયા એક્સપ્રેસ દ્વારા સુરતથી શારજાહના 5 દિવસ કરી દેવામાં આવ્યા છે. હાલ સુરત થી 3 દિવસ ઓપરેશન ચાલી રહ્યું છે.

  • સુરત શારજાહ ફલાઇટ વિન્ટર સિડ્યુલ થી 5 દિવસ
  • વી વર્ક ફોર વર્કિંગ એરપોર્ટ ગ્રુપ ની રજૂઆત નો અંતે સફળ નિર્ણય લેવાયો

વિન્ટર શિડ્યુલ હેઠળ તા. 28 ઓકટોબરથી એર ઈન્ડીયા એક્સપ્રેસ નવા સમયની સાથે સુરત-શારજાહ ફ્લાઈટને અઠવાડિયાના 5 દિવસ ઓપરેટ કરશે. તે શારજાહના સમય મુજબ બપોરે 12.30 કલાકે શારજાહથી નીકળશે અને સુરતના સમય મુજબ સાંજે 5.10 કલાકે સુરત પહોંચશે, તેવી જ રીતે તે સુરતથી 18.10 કલાકે નીકળશે અને શારજાહના સમય મુજબ રાત્રે 20.05 કલાકે શારજાહ પહોંચશે.

સંજય જૈન (એરપોર્ટ કમિટી સભ્ય) એ જણાવ્યું હતું કે વી વર્ક ફોર વર્કિંગ એરપોર્ટ ગ્રુપ સતત એરપોર્ટથી કનેક્ટીવીટી વધારવા ના પ્રયત્નો કરી રહી છે તેમાં આજે ફરી સફળતા મળી છે. જેનો લાભ સુરતીઓ અને સુરતના વેપારીઓ ને થશે, હવે ફરી આ સેવાથી ઉદ્યોગ ને વેગ મળે એવી આશા રાખી શકાય છે.

સુરતને ડિસેમ્બર-જાન્યુઆરી મહિનામાં દુબઈ-હોંગકોંગની ફ્લાઈટ મળશે : જ્યોતિરાદિત્ય સિંધિયા
સુરત: ડિસેમ્બર મહિનામાં સુરત ડાયમંડ બુર્સનું લોકાર્પણ થવા જઈ રહ્યું છે. ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને બુર્સનું લોકાર્પણ કરવા નિમંત્રણ આપવા ગયેલા ડાયમંડ બુર્સના પ્રતિનિધિમંડળે પીએમ મોદીને સુરત એરપોર્ટ પરથી ઇન્ટરનેશનલ એર કનેક્ટિવિટી વધારવા સૂચન કર્યું હતું.

વડાપ્રધાને વળતી પ્રતિક્રિયામાં પ્રદેશ ભાજપ પ્રમુખ અને સાંસદ સી.આર.પાટીલને કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી પાસે પ્રતિનિધિમંડળને લઈ જવા આદેશ આપ્યો હતો. ડાયમંડ બુર્સ કમિટીનું પ્રતિનિધિમંડળે બુર્સને લગતું પ્રેઝન્ટેશન રજૂ કરી હીરા ઉદ્યોગના હિતમાં સુરતથી દુબઇ ડેઇલી, સુરતથી હોંગકોંગ ડેઇલી, સુરતથી લંડન, સુરતથી બેંગકોક, સુરતથી સિંગાપોર અને સુરતથી ન્યૂયોર્ક વીકલી ફ્લાઈટ મળે તો એક્સપોર્ટ વધી શકે એવી રજૂઆત કરી હતી.

સુરત ડાયમંડ બુર્સનું ઉદઘાટન ખૂબ નજીકના દિવસોમાં થવા જઈ રહ્યું છે. ત્યારે સુરત શહેર માટે ઈન્ટરનેશનલ ફ્લાઈટને કેન્દ્રીય એવીએશન મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ લીલી ઝંડી આપી દીધી છે, એવો દાવો ડાયમંડ બુર્સ કમિટીના અગ્રણી દિનેશ નાવડિયાએ કર્યો છે.

જ્યોતિરાદિત્ય સિંધિયાએ ખૂબ ખુશ થઈને રાજીપો વ્યક્ત કરી કહ્યું હતું કે, ‘આ બાબત અમારા ધ્યાનમાં છે. અમે ડિસેમ્બર અથવા જાન્યુઆરી મહિનામાં સુરતથી દુબઈ અને હોંગકોંગની ફ્લાઈટ શરૂ કરીશું.’ સુરત ડાયમંડ બુર્સ કમિટીના પ્રમુખ વલ્લભભાઈ પટેલ-લાખાણી અને ડિટક્ટર મથુર સવાણીએ એવિએશન મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાને SDBનો ફ્લાઈટની માંગણી કરતો અધિકૃત પત્ર પણ આપ્યો હતો.

હીરા બુર્સ સાથે મોદી સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટનું પણ લોકાર્પણ કરે એવું આયોજન
ચર્ચા એવી છે કે, ડિસેમ્બરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી ડાયમંડ બુર્સના ઉદઘાટનમાં આવે એ ઘટનાને દેશની બિગેસ્ટ ઇવેન્ટ બનાવવાનું આયોજન છે. હીરાઉદ્યોગ એમાં પહોંચી વળશે. એ સાથે વિસ્તરણ થયેલા નવા ટર્મિનલ બિલ્ડિંગના સાંકેતિક પ્રારંભ સાથે સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટનું ઉદઘાટન પણ નરેન્દ્ર મોદીના હસ્તે કરાવવાનું આયોજન થયું છે. ઉદઘાટનના દિવસે સુરતથી દુબઇની ડેઇલી ફ્લાઇટને લીલી ઝંડી દર્શાવવાનો કાર્યક્રમ પણ થઈ શકે છે.

Most Popular

To Top