National

NEET ની પરીક્ષા રદ્દ કરવા મામલે સુપ્રીમ કોર્ટનો મોટો નિર્ણય, NTA પાસેથી માંગ્યો જવાબ

નવી દિલ્હી: NEET UG રિઝલ્ટ જાહેર થયા બાદ વિદ્યાર્થીઓ NTA પર ગુસ્સે છે. મેડિકલ વિદ્યાર્થીઓએ પરીક્ષાનું સંચાલન કરતી એજન્સી ANITA પર અનેક સવાલો ઉઠાવ્યા છે. વિદ્યાર્થીઓનું માનવું છે કે આ વખતે પરીક્ષામાં કેટલીક ગેરરીતિ જોવા મળી છે.

ઈતિહાસમાં આવું પહેલીવાર બન્યું છે કે 67 વિદ્યાર્થીઓને ફુલ માર્કસ મળ્યા છે. આ સિવાય એક જ સેન્ટરમાંથી ઘણા ટોપર્સ આવવાથી પણ NEET શંકાના દાયરામાં આવી રહી છે, જેના કારણે વિદ્યાર્થીઓ સોશિયલ મીડિયા અને રસ્તાઓ પર વિરોધ કરી રહ્યા છે.

NEET પરીક્ષાને લઈને NTA વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં અરજીઓનો પૂર આવ્યો છે. મેડિકલ વિદ્યાર્થીઓનું આંદોલન શેરીઓથી લઈને સોશિયલ મીડિયા સુધી ચાલુ છે. આજે સુપ્રીમ કોર્ટમાં NEET પરીક્ષાને લઈને સુનાવણી હાથ ધરવામાં આવી હતી. સુપ્રીમ કોર્ટે કાઉન્સેલિંગ અને પુનઃ પરીક્ષા પર સ્ટે આપવાનો ઇનકાર કર્યો હતો અને આગામી સુનાવણીમાં NTAની બાજુ પણ સાંભળવામાં આવશે.

સુપ્રીમ કોર્ટે NEET પરીક્ષા રદ કરવાની અને કાઉન્સેલિંગ પર પ્રતિબંધ મૂકવાની અરજીને નકારી કાઢી છે અને નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA) પાસેથી પણ જવાબ માંગ્યો છે. સુપ્રીમ કોર્ટે નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA)ને નોટિસ પાઠવી છે. સુપ્રીમ કોર્ટે આ અરજીને બીજી અરજી સાથે જોડી દીધી છે.

હાલમાં કોર્ટે કાઉન્સેલિંગ પર પ્રતિબંધ મૂકવાનો ઇનકાર કર્યો છે. સુપ્રીમ કોર્ટ દ્વારા હજુ સુધી સુનાવણીની આગામી તારીખ નક્કી કરવામાં આવી નથી. કોર્ટે કહ્યું કે પરીક્ષાની ગરિમા અને પવિત્રતાને અસર થઈ છે. અમે NTAની દલીલો પણ સાંભળવા માંગીએ છીએ.

NTA એ પ્રેસકોન્ફરન્સમાં શું કહ્યું હતું?
મેડિકલ વિદ્યાર્થીઓ માટે NEET પરીક્ષા એક મોટો મુદ્દો છે. નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA) એ NEET UG અનિયમિતતાઓને લઈને શનિવારે 8 જૂને એક પ્રેસ કોન્ફરન્સનું આયોજન કર્યું હતું. જેમાં NEET પરિણામને લઈને ઉદ્ભવતા પ્રશ્નોના જવાબ આપવા NTAના મહાનિર્દેશક સુબોધ કુમારે ઘણા પ્રશ્નોના જવાબ આપ્યા. ત્યાર બાદ NTA એ NEETની પુનઃપરીક્ષા અંગે કહ્યું કે તમામ વિદ્યાર્થીઓ માટે ફરીથી પરીક્ષા લેવામાં આવશે નહીં, જે ઉમેદવારોને ગ્રેસ માર્કસ આપવામાં આવ્યા છે તેમના માટે એક સમિતિની રચના કરવામાં આવી છે. સમિતિના રિપોર્ટના આધારે એક સપ્તાહ બાદ નિર્ણય જાહેર કરવામાં આવશે.

Most Popular

To Top