National

MCDને સુપ્રીમ કોર્ટનો સત્તાવાર આદેશ મળતા જહાંગીરપુરીમાં ડીમોલીશન બંધ કરાયું

નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટે નવી દિલ્હીના જહાંગીરપુરી(Jahangirpuri) વિસ્તારમાં દબાણ હટાવવાની કાર્યવાહી અટકાવી દીધી હતી છતાં MCDએ કારવાહી ચાલુ રાખી છે. એમસીડીના મેયર રાજા ઈકબાલ સિંહનું કહેવું છે કે જ્યાં સુધી સુપ્રીમ કોર્ટનો આદેશ નહીં મળે ત્યાં સુધી કાર્યવાહી ચાલુ રહેશે. બીજી તરફ બ્રિન્દા કરાત સુપ્રીમ કોર્ટના આદેશની જાણકારી આપવા જહાંગીરપુરી પહોંચી હતી.

સુપ્રીમ કોર્ટના આદેશ પર બુલડોઝર ચલાવવામાં આવ્યું: સીપીઆઈએમ નેતા
સીપીઆઈએમના નેતા બ્રિન્દા કરાતે દિલ્હીના સ્પેશિયલ પોલીસ કમિશનર સાથે બેઠક યોજી હતી અને સુપ્રીમ કોર્ટના નિર્ણયની જાણકારી આપી હતી. બેઠક બાદ તેમણે કહ્યું કે, કાયદા અને બંધારણ પર બુલડોઝર ચલાવવામાં આવ્યું છે. કમ સે કમ સુપ્રીમ કોર્ટ અને તેના આદેશો પર બુલડોઝર તો ન ચલાવવું જોઈતું હતું. દેશની સર્વોચ્ચ અદાલતે પોતાના આદેશમાં કહ્યું છે કે આ વિસ્તારમાં યથાસ્થિતિ જાળવી રાખવી જોઈએ. જેથી આવી સ્થિતિમાં હવે જહાંગીરપુરીમાં દબાણ હટાવવાની કામગીરી બંધ કરી દેવામાં આવી છે.

સુપ્રીમ કોર્ટે પોતાના આદેશમાં કહ્યું છે કે જહાંગીરપુરીમાં નોર્થ MCD દ્વારા ગેરકાયદે બાંધકામો હટાવવાનું કામ શરૂ કરવામાં આવ્યું છે. તેને રોકવું જોઈએ અને યથાવત સ્થિતિને બહાલ કરવી જોઈએ. સુપ્રીમ કોર્ટનાં આદેશ બાદ આ પછી આ વિસ્તારમાં બુલડોઝર અટકી ગયું. જોકે, જે ગેરકાયદે બાંધકામો તોડી પાડવામાં આવ્યા હતો તેનો કાટમાળ હટાવવામાં આવી રહ્યો છે.

હિંસા બાદ વહીવટીતંત્ર એક્શનમાં
દિલ્હીના જહાંગીરપુરી હિંસામાં હનુમાન જયંતિ પર થયેલી હિંસા બાદ વહીવટીતંત્ર એક્શનમાં આવી ગયું છે. હવે આરોપીઓના ગેરકાયદે બાંધકામ પર બુલડોઝર ચલાવવાનું એલાન કરી દીધું હતું. જેથી આજે દબાણ હટાવવા મામલે MCD દ્વારા બુલડોઝર ચલાવવામાં આવ્યું હતું.સમગ્ર વિસ્તારમાં દિલ્હી પોલીસના ભારે પોલીસ દળ સહિત પેરા મિલિટરી ફોર્સ તૈનાત કરી દેવાઇ હતું. લોકોએ સવારથી જ પોતાનો સામાન હટાવવાની શરૂઆત કરી દીધી હતી. હાલ આ સમગ્ર વિસ્તાર પોલીસ છાવણીમાં ફેરવાઇ ગયો હતો.

જમીયત ઉલેમા-એ-હિંદે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી
જમીયત ઉલેમા-એ-હિંદે સુપ્રીમ કોર્ટનો સંપર્ક કર્યો છે અને કેન્દ્ર અને મધ્યપ્રદેશ અને ઉત્તર પ્રદેશ સહિત કેટલાક રાજ્યોને નિર્દેશ આપવા વિનંતી કરી છે કે ઇમારતો તોડી પાડવા જેવી કાર્યવાહી કરવામાં ન આવે. મધ્યપ્રદેશમાં રામનવમીની ઉજવણી દરમિયાન રમખાણોના આરોપીઓના મકાનો અને દુકાનોને બુલડોઝરથી તોડી પાડવાની તાજેતરની કાર્યવાહીને ધ્યાનમાં રાખીને આ અરજી મહત્ત્વપૂર્ણ છે. જમિયતે તેની અરજીમાં કહ્યું કે ફોજદારી કાર્યવાહી હેઠળ સજા તરીકે મકાનો તોડી પાડવા જેવી કાર્યવાહીના ફોજદારી કાયદામાં કોઈ ઉલ્લેખ નથી.

રાહુલ ગાંધીએ મોદી સરકાર પર આક્ષેપબાજી કરી
રાહુલ ગાંધીએ ટ્વીટ કરીને દેશમાં બુલડોઝરની કાર્યવાહી અને કોલસાની અછત વિશે જણાવ્યું છે. પોતાના ટ્વિટમાં રાહુલ ગાંધીએ લખ્યું છે કે 8 વર્ષની મોટી ચર્ચાના પરિણામે ભારત પાસે માત્ર 8 દિવસનો કોલસાનો ભંડાર છે. મોદીજી, મોંઘવારીનો યુગ ચાલી રહ્યો છે. પાવર કટના કારણે નાના ઉદ્યોગો પડી ભાંગશે, જેના કારણે નોકરીઓનું વધુ નુકસાન થશે. મોદીજી નફરતના બુલડોઝર બંધ કરો અને પાવર પ્લાન્ટ શરૂ કરો.

Most Popular

To Top