Vadodara

બાળકી સાથે હવસખોર સુપરવાઇઝરે શારીરિક અડપલા કર્યા: લોકોએ મેથીપાક ચખાડ્યો

વડોદરા : શહેરના સમા વિસ્તારમાં પાલિકાના એસટીપી પ્લાન્ટમાં ફરજ બજાવતા સુપરવાઇઝરે ત્યાં મજૂરી કરતા શ્રમિકની 5 વર્ષની બાળકીને લાલચ આપી બાથરૂમમાં લઇ જઇ શારીરિક અપડલા કર્યા હતા. રડતી રડતી બહાર આવેલી બાળકીને પિતાએ પૂછતા સમગ્ર હકીકત જણાવી હતી. જેથી તમામ શ્રમિકો ભેગા મળીને સુપરવાઇઝરનો મેથીપાક ચખાડી સમા પોલીસને જાણ કરતા પોલીસે તેની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

વડોદરા જિલ્લાના જરોદમાં રહેતા દિનેશ ભાલિયા (ઉં.વ.45) શહેરના વેમાલી ગામમાં આવેલા પાલિકાના STP પ્લાન્ટમાં સુપરવાઇઝર તરીકે તરીકે ફરજ બજાવે છે. રવિવારે સુપરવાઇઝર નોકરી પર હાજર હતાં. તે સમયે દરમિયાન ત્યાં કામ કરતા શ્નમિકની પાંચ વર્ષની બાળકીને દિનેશ ભાલીયાએ લાલચ આપી બાથરૂમમાં લઈ જઈ શારીરિક અડપલા કર્યા હતા. જેથી બાળકી રડવા લાગી હતી.

રડતી રડતી બહાર આવેલી બાળકીનો રડવાનો અવાજ સાંભળી નજીકમાં મજૂરી કામ કરતા તેના પિતાએ તેને રડવાનું કારણ પૂછતા બાળકીએ સમગ્ર હકીકત વર્ણવી હતી. જેની પિતાએ આજુબાજુમાં રહેતા લોકોને જાણ કરતા તમામ બેગા મળીને સુપરવાઇઝરને ઢોર માર મારવામાં આવ્યો હતો. મહિલાઓ દ્વારા ચપ્પલ વડે દિનેશને ફટકાર્યો હતો. જેની સામે સુપરવાઇઝરે હાથ જોડીને માફી માંગતો હતો. જે બાદ સમગ્ર ઘટના અંગે પોલીસને જાણ કરતા પોલીસે આવી દિનેશ ભાલીયાની ધરપકડ કરી છે.

ઝડપાયેલ કર્મચારી કોન્ટ્રાક્ટ હેઠળનો
બાળકી સાથે શારીરિક અડપલા કરનાર દિનેશ ભાલીયા રાજકુમાર બિલ્ડર નામના કોન્ટ્રાક્ટર હેઠળ કામ કરતો હતો. આ અંગે પાલિકાના સુવેઝ વિભાગના કાર્યપાલક ઇજનેર કૌશિક પરમારે જણાવ્યું હતું કે હાલ અહીં ટેસ્ટિંગની કામગીરી ચાલી રહી છે તેથી તે સુવેઝ વિભાગ હેઠળ નથી અાવતું પરંતુ ત્યા કામ કરતા દરેક કર્મચારી કોન્ટ્રાક્ટ હેઠળના છે.

Most Popular

To Top