બ્રાન્ડેડ માણસ તો નહિ થવાયું, પણ ‘બ્રાન્ડેડ’ કૂતરાંઓને મોંઘીદાટ ગાડીઓમાં નવાબી ઠાઠ સાથે સહેલગાહ કરતાં જોઉં છું ત્યારે, મને શિયાળામાં પણ ચામડી ઉપર જજેલાં ઉભરી આવે..! ચચરી આવે બોસ..! એમ થાય કે, પૂરવ જનમના કેવાંક કરમ હશે કે, આપણે સાલા ફાટેલા ને ખખડી ગયેલા ફટફટીયા ઢસડવાના, ને કૂતરાં જાણે હનીમુન પેકેજ ઉપર નીકળ્યા હોય એમ, મોંઘીદાટ ગાડીમાં ફરે..! પ્રેસર ઊંચું-નીચું થઇ જાય દાદૂ..! મતદાર યાદીમાં જેનાં નામ નહિ, રેશનકાર્ડના પુરાવા નહિ ને આધાર-કાર્ડ તો મુદ્દલે નહિ, એ કુતરડું જલસા કરે ને આપણે ધૂપમાં ધુમાડા કાઢવાના, ચચરાટ તો થાય જ ને..? જ્યારે જ્યારે આવાં ‘લકઝરીયર્સ’ડોગાઓને જોઉં છું ને, શરીરનાં બધાં અવયવો આઘાંપાછાં થતાં હોય એવું લાગે..! મગજની જગ્યાએ કીડની ને કિડનીની જગ્યાએ કલેજું ઉથલીને પડ્યું હોય એટલું દુ:ખ થાય..! સાલી જાત ઉપર નફરત આવી જાય કે, ‘રમેશિયા..! તારાં અવતાર કરતાં તો કૂતરાંના અવતાર સારા..! તુતુતુતુ તુતુ તારા, તારા કરતાં કૂતરાં સારા..!’
સિંહ ભલે જંગલનો રાજા કહેવાતો હોય, આપણે એને સેલ્યુએટ કરીએ. પણ જ્યારે સિંહને બદલે બ્રાન્ડેડ કૂતરાને મોંઘીદાટ ગાડીમાં મ્હાલતા જોઈએ ત્યારે, જીવ બળી જાય યાર..! એમ થાય કે, રાજાશાહી તો કૂતરા ભોગવે, સિંહડુ કાઈકા રાજા..? પણ વફાદારીમાં કૂતરાને બદલે કોઈ પ્રાણીનું નામ આજ સુધી પંકાયું નથી. પ્રાણીની ક્યાં માંડો, માણસ પર પણ ભરોસો નહિ થાય..! ઘરની રખેવાળી કરવા કોઈએ કૂતરા બાંધ્યા હશે, બાકી વાઘ-સિંહ-દીપડા કે ગેંડા તાણી બાંધ્યા હોય એવું જાણમાં નથી. કૂતરાને ટોમી, લકી, રાજા, રાજુ કે રાજ જેવાં હુલામણા નામથી બુચકારે ત્યારે તો કલેજું ચીરાઈ જાય.
આપણને રમેશિયા કે રમસુ કહે ને કુતરડુંને હુલામણા નામથી બોલાવે..! કૂતરાને ‘ખોળે’લીધાં હશે, બાકી વાઘ-સિંહ-દીપડા કે હિપોપોટેમસને કોઈ ગુજરાતીએ લાડઘેલાં બનાવીને ખોળે બેસાડ્યાં હોય એવું બન્યું નથી. જેટલી ઈજ્જત કૂતરાને મળે છે, એટલી કદાચ એના પાડોશીને પણ મળી નહિ હોય..! ચકલાં-પોપટ-સસલાં-મરઘાં-બતકાં વગેરે તો ઘણાંએ પાળ્યાં હશે, બાકી વાઘ-સિંહ-દીપડા કે મગર મચ્છ કોઈએ પાળ્યાં નથી. હા, હજી કોઈને પાડી દેવાનો હોય તો વાત અલગ..! મઝા તો ત્યાં આવે કે, કૂતરુંને સુઉઉઉ…સુઉઉ કરવા સમયબદ્ધ લઇ જાય, પણ બાપાની દવાની ગોળી લાવવાની હોય તો સમયની પાબંદી નડે.
બ્રાન્ડેડ કૂતરાને જ્યારે સુઉઉઉ…સુઉઉ કરવા લઇ જાય ત્યારે તો એમ થાય કે, ‘આ બેમાં કોણે કોને પાળ્યો હશે..? માણસે કૂતરુંને પાળ્યું હશે કે, કૂતરાએ માણસને પાળ્યો હશે.? માણસને ખબર છે કે, મારી વૃદ્ધાવસ્થા વખતે આ કૂતરું મને પાણીનું પવાલું પણ આપવાનું નથી, છતાં કૂતરાના સુઉઉઉ…સુઉઉ માટે સમય કાઢે..! સવાલ માણસાઈ અને જીવદયાનો છે. સ્વાર્થ પૂરો થયા પછી કદાચ માણસમાં માણસાઈ ભલે પૂરી થઇ જાય, પણ કૂતરા ક્યારેય ‘કુતરાઈ’ છોડતા નથી. માનેલી ગર્લ-ફ્રેન્ડ પણ બેવફા નીકળે, બાકી કૂતરાએ બેવફાઈ કરીને, પાલકનું કરી નાંખ્યું હોય એવું જાણમાં નથી.
કૂતરા મને આ જ કારણથી બહુ ગમે. કૂતરા સાથે સેલ્ફી પડાવી હશે, પણ જંગલના રાજા સાથે મેં ક્યારેય સેલ્ફી લીધી નથી. એ તો સીધી વાત છે ને દાદૂ કે, ગમતા સાથે જ ગમતાનો ગુલાલ કરાય..! કૂતરા સાથે સેલ્ફી લીધી હોય તો જગતને પણ લાગે કે, મિથુન રાશીને તુલા રાશી સાથે કેવો સરસ મનમેળ છે..? પછી કોઈ કૂતરાએ વિતાડી હોય, એ અલગ વાત છે. શનિની દશા બેસે એમ ક્યારેક કૂતરાના પાયે પણ બેસે..! “ઝેર તો પીધાં જાણી જાણી” સમજીને સહન કરવું પડે. એ વાત સાચી કે, ૧૪ ઇન્જેક્શનના ઘા ૧૪ ચપ્પાના ઘા જેટલાં આકરાં લાગે, પણ શોખ હોય તો સહન પણ કરવું પડે..!
આમ છતાં કૂતરાં સાથે જ મિત્રતા બંધાય, બાકી જંગલી પ્રાણી સાથે મિત્રતા બાંધવી એટલે, પાણીમાં પાપડ તરવા જેવી વાત થઇ કહેવાય..! નાકમાં મંકોડો ભરાઈ ગયો હોય ને ખણખણાટી આવે, એવી ચચરાટી જ ઉપડે. જંગલી પ્રાણી તો સામે મળે ને ‘Hello’કરી પાડે તો પણ જૂની કબજીયાત નાબૂદ થઇ જાય..! કૂતરામાં એવું નહિ, ખરાબ અનુભવ નહિ થાય ત્યાં સુધી તો, સ્વજન કરતાં પણ મીઠુંડા લાગે. જિસકા કોઈ નહિ ઉસકા તો કૂતરા હૈ યારો, એવું ફીઈઈલ થાય…!
જાણીને નવાઈ લાગશે કે, વાઈફ સાથે ‘સેલ્ફી’નથી લીધી, એના કરતાં અનેક ઘણી ‘સેલ્ફી’ મેં Dogy સાથે લીધી હશે..! મારો કહેવાનો ઈરાદો એવો નથી કે, મને વાઈફ કરતાં કૂતરા ઉપર વધારે વ્હાલ છે. માટે નાહકની ભંગાવી નહિ નાંખતા કે, જેની સાથે સેલ્ફી લઉં ‘વો મુઝે જાનસે ભી પ્યારી હૈ…!’આ તો એક વાત..! બાકી અંગ્રેજો તો એવું શીખવી ગયેલાં કે, God એટલે ભગવાન થાય, ને એનું ઊંધું વાંચીએ તો Dog થાય..! આમાં સીધી ખોપડીવાળા God બોલીને આસ્તિક થઇ જાય, ને ઊંધી ખોપડીના હોય તે તો પૂજા કરવા માટે Dog ને ઊંધો લટકાવીને પૂજા કરતા હશે. અમારો રતનજી એક દિવસ કૂતરાની પૂંછડીમાં પ્લાસ્ટીકની ભૂંગળી નાંખ્યા કરે. મેં કહ્યું,’રત્ના..! ગમે એટલી Try કર, કૂતરાની પૂંછડી ક્યારેય સીધી નહિ થાય..! મને કહે, ‘રમેશિયા..! પૂંછડી સીધી નથી કરતો, પ્લાસ્ટીકની ભૂંગળી વાંકી કરું છું..!’એના કપાળમાં કાંદા ફોડું..!
કેવો ‘ફેન્ટાસ્ટીક’ જમાનો આવ્યો છે બોસ..! ઘરના આંગણામાં તુલસીના કુંડા રહેતાં, હવે કૂતરાં બાંધેલા હોય..! ‘ભલે પધારો’નાં તોરણિયાને બદલે, ‘કૂતરાથી સાવધાન’નાં પાટિયાં લટકતાં હોય..! ગલીપચી તો ત્યારે થાય કે, ‘કૂતરાથી સાવધાન’નાં પાટિયાં નીચે જ ઘરનો માલિક ઊભેલો હોય. પેલું પાટિયું કયા કૂતરાથી સાવધાન રહેવાનું કહે છે, એ નક્કી જ નહિ કરી શકીએ..! મહાવત જેવો માણસ હાથીઓ પાળવાને બદલે કૂતરા પાળવાને રવાડે ચઢી ગયો. પૂર્વજો હાથીઓ પાળતાં, હવે આપણે કૂતરાં પાળીએ એ સારું છે, પણ આપણી જીવદયાની ભાવના હાથી જેવડી હતી, એ કૂતરાની સાઈઝની થઇ ગઈ. કૂતરાં પાળવાં જોઈએ, પણ કૂતરાને સુઉઉસુઉઉ કરાવવા લઇ જાય ત્યારે, વિચાર એ વાતે વંટોળે ચઢે કે, માણસ કૂતરાને પાળે છે કે, કૂતરો માણસને પાળે છે..?
લાસ્ટ ધ બોલ
કૂતરાઓનો બીજો ગુણ સહનશીલતાનો..! બાળક એની પૂંછડી ખેંચે તો ખેંચવા દે ને ખભે ચઢીને કોઈ ‘ઘોડો-ઘોડો’ રમે તો પણ રમવા દે..! બ્રાન્ડેડ કૂતરાની આ લાક્ષણિકતા છે. પેલાં તો એની મા’ને અડપલું પણ નહિ કરવા દે..! એક છોકરું કૂતરાની પૂંછડી ખેંચતું હતું, મેં કહ્યું,’દોસ્ત…! કૂતરાની પૂંછડી શું કામ ખેંચે?’ મને કહે અંકલ, ‘પૂંછડી હું નથી ખેંચતો, મેં તો ખાલી પકડેલી જ છે, પણ કૂતરું જ એની પૂંછડી ખેંચ-ખેંચ કરે છે .!’ એના કપાળમાં કાંદા ફોડું..!
– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.