Vadodara

પથ્થરબાજોનો પ્રિ-પ્લાન? પોલીસ-એજન્સીએસીમાં બેસતા અધિકારીઓને ગંધ ન આવી

વડોદરા: ફતેપુરા વિસ્તારમાં થયેલા કોમી ભડકામાં શહેર પોલીસ દ્વારા સીસીટીવીના આધારે વધુ 12 આરોપીની ધરપકડ કરતા આરોપીઓના કુલ આંક 40ની આસપાસ પહોંચ્યો છે. આરોપીઓને કોર્ટમા રજૂ કરતા કોર્ટે જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી આપવાનો હુકમ કર્યો છે. એસીની કેબિનોમાં બેસી રહેતા અધિકારીઓના પગલે કોમી છમકલું પ્રિપ્લાન હોવાની ચર્ચા હતી છતાં પોલીસને ગંધ સુદ્ધા ન આવી અને અસામાજિક તત્વોએ પોતાનો પ્લાનને કામિયાબ કરી પથ્થર માર્યો કર્યો હતો છતાં હજુ ધીમી ગતિએ કામગીરી ચાલતી હોય તેવો આક્ષેપ કરાઇ રહ્યો છે.

ભગવાન રામની નીકળેલી બે શોભાયાત્રા પર અસામાજિક તત્વોએ ભારે પથ્થરમારો કરીને શાંતિમય વાતાવરણને ડહોળવાનો પ્રયાસ કર્યો છે. કોમી છમકલું કરવા તોફાનીઓએ પ્રિ પ્લાન કાવતરું રચ્યું હતું? જેમાં તેઓએ પથ્થરોનો પોતાના અગાસી પર સ્ટોક કરીને રાખ્યો હતો? જેવી બપોરના સમયે વિશ્વ હિન્દુ પરીષદ દ્વારા શોભાયાત્રા કાઢી હતી. જેવી યાત્રા પાંજરીગર મહોલ્લામાં આવી ત્યાંજ પથ્થરમારો શરૂ થયો હતો. ત્યારબાદ સાંજના સમયે ફરી તોફાની તત્વો ફરી ભારે પથ્થરમારો કર્યો હતો અને રોડ પર વાહનો અને લારીઓના તોડફોડ કરી હતી.

જેથી સ્થાનિક પોલીસ, પીસીબી, ડીસીબી અને એસઓજીની ટીમ સહિત ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળ પર દોડી આવી હતી અને સ્થિત પર કાબૂ મેળવવામાં આવ્યો હતો. જેમાં રાત્રી કોમ્બિંગ હાથ ધરીને સોમવારે 12 આરોપીઓ્ની મળી કુલ 40 જેટલા આરોપીઓની ધરપકડ કરી છે. જ્યારે ગઇ કાલે પકડાયેલા આરોપીની રિમાન્ડ પૂરા થતા જેલના હવાલે કરવામાં આવ્યો છે. સોમવારે પકડાયેલા આરોપીઓને કોર્ટમાં રજૂ કરી રજૂ કરી રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરીને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી અપાયા છે. અત્રે ઉલ્લેખનીય છે કે એસી કેબિનોમાં બેસી રહેતા અધિકારીઓના કારણે તોફાનીઓનું પ્રિ પ્લાન કાવતરું હોવાની શહેરમાં ચર્ચાએ જોર પકડ્યું છે.

કોમીના પગલે પાલિકામાં શહેરી વિસ્તારમાં ગેરકાયેદ દબાણો અંગે મીટીંગ છતાં સુરસુરીયું
શહેરના ફતેપુરા વિસ્તારમાં અસામાજિક તત્વો દ્વારા કરવામાં આવેલા ભારે પથ્થરમારના ગાંધીનગર સુધી પડઘા પડ્યા હતા. જેમાં પાલિકાના અધિકારીઓએ મોડી રાત સુધી બેઠક કરીને ગેરકાયદે ખડકાયેલા દબાણો તોડી પાડવાની સૂચના આપી હતી. જેના લઇને ઘટનાની રાતથી જેસીબી સહિતના વાહનો ગોઠવાઇ ગયા હતા પરંતુ કયા કારણોસર જેસીબી જગ્યા પરથી હલ્યુ ન હતું તે ચર્ચાનો વિષય બન્યો છે. શહેરમાં દબાણો તોડી પાડવાની વાતનું જાણે સુરસુરીયું થઇ ગયો તેમ ખેદ ઉડી ગયો છે.

પાણીગેટ વિસ્તારમાં ખુદ મેયર-સ્થાયી ચેરમેને દબાણોનું નિરીક્ષણ કર્યું પણ હટાવાયા નહી
થોડા સમય પાણીગેટ વિસ્તારમાં આવેલી ક્રાઇમ બ્રાન્ચ પાસે ઘણા દબાણો થઇ ગયા હોવાની ફરિયાદો મળી હતી. જેના અનુસંધાને મેયર નિલેશ રાઠોડ અને સ્થાયી ચેરમેને પણ આ સંવેદનશીલ વિસ્તારની મુલાકાત લઇ દબાણોનું નિરીક્ષણ કર્યું હતું. પરંતુ કોના દબાણથી ગેરકાયદે દબાણો સામે કાર્યવાહી ન કરાઇ તે પણ ચર્ચાનો વિષય બન્યો છે.

એસઆઇટની ટીમ દ્વારા ઘટના પર સતત કરાતું મોનિટરિંગ
એસઆઇટીની ટીમ દ્વારા પથ્થરમારાની ઘટનાને લઇને સતત આરોપીઓ પર મોનિટરિંગ કરાઇ રહ્યું છે. સીસીટીવી ફૂટેજમાં ઓળખાયેલા ચહેરાના આધારે ઘટનાના બીજા દિવસે 5 મહિલાઓ સહિત 23 આરોપીઓને પકડ્યા હતા ત્યારબાદ 5 આરોપીઓ તથા સોમવારે વહેલી વારે અન્ય 12 આરોપીઓની ધરપકડ કરાતા કુલ 40 જેટલા આરોપીઓ્ને રાઉન્ડ અપ કર્યા છે.

Most Popular

To Top