મહાનગરોના કલંક કાળી ટીલી

દસ નંબરીઓ અને લાંચિયાઓના બિનહિસાબી બેનામી વ્યવહારોના દસ્તાવેજો- ડાયરી- કોમ્પ્યુટરાઇઝડ ટ્રાન્ઝેકશનની હાર્ડડિસ્કથી ભરચક બેંકોના લોકરો, નકલી પાસપોર્ટને આધારે મુસાફરી કરતા બાંગલાદેશીઓ અને પાકિસ્તાનીઓ, સવારે સાઇકલિંગ અને વોકિંગ કરતા લોકોને બાઇક પર આવીને લાકડાના દંડા ફટકારીને ભાગી જતા બદમાશો, સીએનજીનો ભાવવધારો પાછો ખેંચાવવા તથા મિટરભાડામાં વધારો કરાવવા આમ આદમીને હેરાનગતિમાં મુકતા અને હડતાળ પાડતા રિક્ષાચાલકો, સ્ટોર્મ વોટર ડ્રેનેજના મેનહોલમાં રાત્રિના સમયે ઠલવાતા રહેતા કેમીકલયુકત ગંદા પાણીના ટેન્કરો, બિલ્ડરો, પ્લાનિંગ ઓથોરિટી અને કાયદાનું પાલન કરાવનારા અધિકારીઓ વચ્ચે મોજૂદ માફિયા લિન્ક, ટેમ્પરરી વ્હિકલ નંબર વગર વાહનો વેચતા ડીલરો આિદ મહાનગરોની કુખ્યાતિ- ભવાડા કહીં શકાય.
અમદાવાદ                  – જિતેન્દ્ર બ્રહ્મભટ્ટ – આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top