નડિયાદ: કઠલાલમાં રહેતા સાવકા બાપે 24 વર્ષિય પરિણીત દીકરી સાથે શારિરીક અડપલા કર્યા હોવાની શર્મનાક ઘટના સામે આવી છે. મહિલા ઘરમાં એકલી હતી ત્યારે એકલતાનો લાભ ઉઠાવી હવસખોર સાવકા બાપે દીકરી સાથે છેડતી કરી હતી. એટલુ નહીં પગમાં બેટ મારી તેને બિભત્સ ગાળો આપી હતી. તેમજ કોઈને કહીંશ તો જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ અગાઉ પણ નરાધમ બાપે મહિલા સાથે આવી હરકત કરી હતી. જેથી કંટાળીને મહિલાએ આ મામલે તેના સાવકા પિતા નરેન્દ્ર પરમાર સામે કઠલાલ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી ન્યાયની માંગ કરી છે.
કઠલાલમાં પરિણીતાએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેના સાવકા પિતા તેનું જીવન નરક કરી નાખ્યું હતું. હંમેશા એકલતાનો લાભ ઉઠાવી તેની સાથે છેડતી કરવાનો પ્રયત્ન કરે છે. તેમાંય 10મી એપ્રિલ 2023ના રોજ તે ઘરમાં એકલી હતી, ત્યારે હવસખોર સાવકા બાપે તેની સાથે અડપલા કર્યા હતા. તેમજ તેના પર જીવલેણ હુમલો કરી કોઈને કહીશ તો, જાનથી મારી નાખીશ તેવી ધમકી આપી હતી. ધમકી આપી હતી. આ પહેલી વખત નથી જ્યારે હવસખોર સાવકા બાપે મહિલા સાથે આવી નીચ હરકત કરી હોય.
મહિલા 15 વર્ષની હતી ત્યારે પણ પિતા તેની સાથે શારિરીક અડપલા કરતો હતો. એટલું નહીં તેની એકલતાનો લાભ ઉઠાવી તેની સાથે છેડતી કરવાનો પ્રયત્ન કરતો હતો. તેમજ પતિને પણ તેના વિશે ખોટી ચઢામણી કરી તેના લગ્ન પણ તોડાવ્યા હતા. પરંતુ સમાજના ડરથી તે ચૂપ રહેતી હતી. દરમિયાનમાં 10મી એપ્રિલ 2023ના રોજ જ્યારે સાવકા પિતાએ બાપ-દીકરીના સબંધની ગરીમાને નેવે મુકી હરકતને અંજામ આપવાનો પ્રયત્ન કર્યો હતો.
આ અંગે પુત્રીએ તેનો વિરોધ કરતાં સાવકા બાપે તેના પગમાં બેટ મારી ગંભીર ઇજા પહોંચાડી હતી અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. જે બાદ મહિલા વટવા તેની મિત્રના ઘરે જતી રહી હતી. જ્યાં તેણે તેના પતિનો સંપર્ક કરી તેને સમગ્ર ઘટના જણાવી હતી. તે સમયે તેઓએ તેને ફરિયાદ કરવા કહ્યું હતું પણ તે ડરી ગઈ હોવાથી તેને પોલીસને જાણ કરી નહોતી. પરંતુ પતિની સમજાવટ બાદ તેણે હિંમત કરી સાવકા પિતા વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે.