SURAT

સુરતમાં ઉગતા અને ભગવાન શિવ પર ચઢતા આ ફૂલની વિશેષતા એ છે કે તે રાત્રે 3 વાગ્યે જ ખીલે છે

સુરત: સુરતના (surat) ઉમરા ખાતે આવેલાં સોમનાથ મહાદેવ મંદિરના (Somnath Mahadev Temple) પાટંગણમાં શિવલીંગ (Shivling Tree) વૃક્ષ આવેલું છે. જેના પર પીંક કલરના ફૂલો (Flower) ઉગે છે જેમાં નાનું શિવલીંગ દ્શ્યમાન થતું હોવાની લોક માન્યતાના આધારે આ ફૂલને શિવલીંગ પર ચઢાવવાનું અનેરું મહાત્મય છે. આ વૃક્ષને કૈલાશપતિ વૃક્ષ (Kailashpati Tree) પણ કહેવામાં આવે છે.

આ ફુલની વિશેષતા એ છે કે તે રાત્રે ત્રણ વાગ્યા પછી ખીલે છે અને બપોર પડતાં ખરી જાય છે. આ ફુલથી સોમનાથ મહાદેવ મંદિરમાં ખાસ શૃંગાર રચવામાં આવતો હોવાનું મંદિરના ધર્મેશ ભરતી, ગોસાઈએ જણાવ્યું હતું. આ ફૂલનું સાયન્ટિફીક મહત્વ પણ એટલું જ છે જે અંગે યુનિવર્સિટીના બાયોસાયન્સ વિભાગના એચઓડી ડૉ. મીનુ પરબિયાએ કરેલા સંશોધન મુજબ આ ફૂલને અંગ્રેજીમાં (પોરોપિટાગુનેસિસ) કહેવામાં આવે છે. આ વૃક્ષ તોપના ગોળા જેવાં મોટાં ફળ આપે છે. ફળનો ઉપયોગ સુકાઈ ગયા પછી હેર ઓઇલમાં કરવામાં આવે છે.

સુરતના ચોક્કસ વિસ્તારોમાં આ સહસ્ત્રલિંગ ફૂલ ખીલે છે
આ વૃક્ષ એવું છે જેના ફૂલમાં શિવલિંગનાં દર્શન થાય છે. ગુલાબી રંગના આ ફૂલ પર કુદરતે એવી રચના કરી છે કે જેમાં સહસ્ત્ર ફેણ ધરાવતો નાગ ભગવાન શિવજીની જાણે રક્ષા કરતો હોય તેવું લાગે છે. વચમાં શિવલિંગની રચના અને આજુબાજુ પાંચ પુંકેસર પણ હોય છે. જેને લોકો પાંચ પાંડવ તરીકે પણ ઓળખે છે.

સુરત શહેરના સદ્દનસીબે સિદ્ધકુટિર, નવયુગ કોલેજ, ગાંધીબાગ, જહાંગીરપુરા, રામમઢી, કામરેજ, બજરંગ ઇન્ડસ્ટ્રીઝ વગેરે સ્થળોએ આ વૃક્ષ જોવા મળે છે. દત્ત ભગવાનને આ વૃક્ષ ખૂબ પ્રિય હતું. ધાર્મિક દ્રષ્ટિએ આ વૃક્ષને ભગવાન શિવજીનું સાક્ષાત સ્વરૂપ માનવામાં આવે છે.

એવું પણ કહેવા છે કે આ વૃક્ષ ભકતોના મનની અભિલાષા પરિપૂર્ણ કરે છે. સૂર્યપુર સંસ્કૃત પાઠશાળાના પ્રમુખ ગોવર્ધનેશ જોશીએ પાઠશાળા આ વૃક્ષને શિવલિંગ અથવા કૈલાસપતિ કહેવાય છે. જેના ફૂલનો નાગ જેવો આકાર હોય છે અને અંદર શિવલિંગ જેવો આકાર જોવા મળે છે.

Most Popular

To Top