વડોદરા: સ્માર્ટ સીટી અંતર્ગત રેલવે સ્ટેશનની બાજુમાં આવેલ સીટી ઇન્ફોર્મેશન સેન્ટર, ટુરિસ્ટ ઇન્ફોર્મેશન સેન્ટર છેલ્લા કેટલાક સમયથી બંધ હાલતમાં છે. 22 ઓક્ટોબર 2017 ના રોજ તેની પ્રોજેકટની કામગીરી પૂર્ણ થઈ છે. આ બનાવવાનો હેતુ વડોદરામાં શહેર માં જોવાલાયક સ્થળ ,સ્થળ નું ડિસ્ટન્સ, શહેરની ખાસિયતો, ગાયકવાડી મિલકતની જાણકારી ટુરિસ્ટોને આપવામાં આવે એ હતો. પરંતુ પાલિકા દ્વારા ટુરિસ્ટોને આકર્ષે તેવું આ પ્રોજેક્ટમાં હતું જ નહીં. જેથી પાલિકાના રાજ્ય અને કેન્દ્ર સરકારના મળેલા ગ્રાન્ટ પાણીમાં ગઈ.
વડોદરા સ્માર્ટ સિટી તરફ આગળ વધી રહ્યું છે પરંતુ સ્માર્ટ સિટીના ૫૪ જેટલા પ્રોજેક્ટમાં લોલમલોલ જોવા મળી રહી છે. તેવો જ એક પ્રોજેક્ટ રેલવે સ્ટેશનની બાજુમાં આવેલ સીટી ઇન્ફોર્મેશન સેન્ટર, ટુરિસ્ટ ઇન્ફોર્મેશન સેન્ટર છેલ્લા કેટલાક સમયથી બંધ હાલતમાં છે. વર્ષો પેહલા રેલવે સ્ટેશનની બાજુમાં સમ્રાટ હોટલ ચાલતી હતી. પાલિકા અને સમ્રાટ હોટલ વચ્ચે કાયદાકીય લડાઈ ચાલતી હતી. વડી અદાલત સુધી મામલો પહોંચ્યો હતો અને કાયદાકીય લડાઈ પુરી થયા બાદ પાલિકાએ હોટલ સમ્રાટ ઉપર બુલડોઝર ફેરવી જગ્યા પોતાના કબ્જા માં લીધી હતી. આ જગ્યા એ સીટી ઇન્ફોર્મેશન સેન્ટર ના નામે એક પ્રોજેક્ટ મુકાયો હતો.
2017 માં બાંધકામ થયું 1.11 કરોડ રૂપિયાની લાગત થી કથા કન્સ્ટ્રકશનને કામ અપાયું હતું. 24 બાય 7 તમામ દિવસ ચાલે તેવું જાહેરાત કરાઈ હતી. 1.11 કરોડ ની માતબર રકમ બાંધકામ પાછળ ખર્ચ કર્યા બાદ પાલિકાને આવક પણ ના થઇ અને લોકોને કોઈ ઉપયોગી થઈ ન હતી. સીટી બસ સ્ટેશન, એસ ટી ડેપો તથા રેલવે સ્ટેશન ને અડોઅડ હોવા છતાં પણ આ સેન્ટર માં કર્મચારી ટ્રેન્ડ ન હોવા થી ધીરે ધીરે આ કચેરી અવાવરી થતી ગઈ છે. હાલ ટુરિસ્ટ ઇન્ફોર્મેશન સેન્ટરમાં ચકલા ઉડે છે. સ્ફૂર્તિ વગરના કર્મચારીઓ, મજબૂરી માર્યા બેસે છે. સુસ્ત કર્મચારી અધિકારી ક્યારે પણ આ જગ્યા જાગૃત થયા નહિ. ટુરિસ્ટ માટે ઉપયોગ થઈ નહિ. જનમહેલની સામે રેલવે સ્ટેશન હોવા ,જન મહેલ એસ ટી ડેપો ,હોવા છતાં ટુરિસ્ટને આકર્ષી શકી નહિ.
આખરે આ ટુરિસ્ટ સેન્ટર બુલેટ ટ્રેનને લઈ જમીન સંપાદનમાં જવાથી ડીમોલશ કરવાની એક તબ્બકે વિચારના થઇ હતી. આ ઈન્ફોર્મેશન સેન્ટર માં વડોદરા જોવા લાયક સ્થળ, સ્થળ ડિસ્ટન્સ ,ખાસિયત ,ઐતિહાસિક જગ્યાઓ, ,ગાયકવાડી મિલકત વગેરે જાણકારી મળે. ટુરિસ્ટ ને ક્યારે પણ આકર્ષી શકી નહિ અને આ પ્રોજેકટ માં પાલિકાના રાજય અને કેન્દ્ર સરકાર મળેલી સ્પેશ્યલ ફંડ/ ગ્રાન્ટ પાણીમાં ગયા છે. હાલમાં આ સેન્ટર બંધ હાલતમાં છે. સદર મિલકત થર્ડ પાર્ટી ઇન્સ્પેકશન એન્જીનિયર્સ ઇન્ડિયા લિમિટેડ કર્યું હતું. ઉચ્ચ અધિકારીઓ ક્યારે કહેવાતા સેન્ટર માં ક્યારે પણ ગયા નથી.