Gujarat

સુરતમાં ખરેખર પરિસ્થિતિ ગંભીર લાગે છે : સીએમ, ડે.સીએમ અને આરોગ્ય સચિવની સમીક્ષા બેઠક

સુરતમાં મંગળવારના રોજ કોરોનાની સ્થિતિ અંગે મુખ્યમંત્રી રૂપાણીના અધ્યક્ષ સ્થાને ઉચ્ચસ્તરીય સમીક્ષા બેઠક યોજાઇ હતી, જેમાં કોરોના નિયંત્રણ અને સંક્રમિતોને પુરતી સારવાર
મળી રહે તે માટે જરૂરી સૂચનો કરતાં મુખ્યમંત્રી રૂપાણીએ સમીક્ષા કરી હતી.

સુરતની હાલત જાણે અત્યંત ગંભીર (SERIOUS) સ્થિતિ પર આવીને ઉભી રહી ગઈ હોય, જેના પગલે આખી ગુજરાત સરકાર (WHOLE GUJARAT GOVT) જાણે આજે સુરતમાં આવી પહોંચી હોવાનો માહોલ સર્જાયો છે. આ બેઠકમાં ઉપસ્થિત રાજ્ય આરોગ્યમંત્રી(STATE HEALTH MINISTER), સાંસદ(MP), આરોગ્ય વિભાગના અગ્ર સચિવ જયંતી રવી, આરોગ્ય કમિશનર , સુરત મ્યુનિસિપલ કમિશનર(MUNICIPAL COMMISSIONER), જિલ્લા કલેક્ટર(COLLECTOR), પોલીસ કમિશનર (POLICE COMMISSIONER) સહિત પદાધિકારીઓ અને અધિકારીઓ સાથે જરૂરી ચર્ચા- વિચારણા કરી હતી. મુખ્યમંત્રી (CM) વિજય રૂપાણી, ડેપ્યુટી સીએમ નિતીન પટેલ સહિત તમામ ઉપસ્થિત મહાનુભાવોએ કોરોના સંદર્ભે જિલ્લા કલેક્ટર કચેરી ખાતે બેઠક ચાલી રહી છે. ત્યારબાદ મુખ્યમંત્રી પ્રેસ કોન્ફરન્સને સંબોધન કરશે અને એક અંદાજ મુજબ હાઈ કોર્ટ(HIGH COURT)ના નિર્દેશને પગલે લોકડાઉનની ચર્ચાએ પણ શહેરમાં જોર પકડ્યું છે.

મુખ્યમંત્રી રૂપાણીએ સુરતમાં કોરોનાના વધતા કેસ, કોરોના સંક્રમિત દર્દીઓને ઝડપી અને યોગ્ય સારવાર મળી રહે તે માટે બેડની સુવિધામાં વધારો કરવા, વેન્ટિલેટર, ઓક્સિજનની સુવિધા, જરૂરી દવાઓ ઉપલબ્ધ કરાવવા તેમજ રસીકરણમાં ઝડપ લાવવા વહીવટી તંત્રને જરૂરી સૂચનાઓ આપી હતી. સાથે જ સુરતમાં કોરોનાની પરિસ્થિતિને નિયંત્રણમાં લેવા ત્રણ T- ટ્રેસિંગ, ટેસ્ટિંગ અને ટ્રીટમેન્ટની ફોર્મ્યુલા અપનાવવા તેમજ લોકો માસ્ક પહેરે અને પૂરતું અંતર જાળવે તેની ઉપર વધુ ભાર મૂકવા જણાવ્યું હતું.

સુરત જિલ્લામાં અત્યાર સુધીમાં 68653 કેસ અને 1203 દર્દીઓના મોત થઈ ચૂક્યા છે. ત્યારે આજે અચાનક આરોગ્ય સચિવ જયંતિ રવિ સુરત દોડી આવ્યા છે. હાલ મેડિકલ કોલેજ ડિન અને સિવિલ સુપ્રિટેન્ડન્ટ, કલેક્ટર, ખાસ ફરજ પરના અધિકારી, પાલિકા કમિશનર સાથે બેઠક શરૂ કરી કોરોના સંક્રમણને કાબૂમાં લેવા અંગે ચર્ચા ચાલી રહી છે. સુરત શહેરમાં હાલ કોરાનાના દર્દીઓને કયા પ્રકારની સારવાર આપવામાં આવી રહી છે. તે અંગે વિજય રૂપાણી દ્વારા માહિતી એકત્રિત કર્યા બાદ શહેરમાં કોરોના સંક્રમણ ઘટાડવા માટે કયા પ્રકારના પગલા લેવાઈ રહ્યા છે. ઉપરાંત સુરતના સિવિલ હોસ્પિટલમાં કોરોના દર્દીઓ માટે આપવામાં આવે તે સારવારમાં કોઈ અભાવ હોય તો એને લઈને પણ મોટો નિર્ણય લેવાઈ તેવી શક્યતા સેવાય રહી છે.

શું તંત્ર મોતના આંકડા છુપાવે છે ?
સુરતમાં કોરોનાના કારણે મોતના આંકમાં વધારો થતા સ્મશાનોમાં બેથી વધુ કલાકના વેઈટિંગ ચાલી રહ્યા છે. જોકે, તંત્ર દ્વારા મોતના આંકડા છુપાવીને લોકો સમક્ષ સંપૂર્ણ ગંભીર સ્થિતિ લાવી રહ્યા ન હોવાની વાત પણ સપાટી પર તરી આવી હતી. સૂત્રો મુજબ એક દિવસમાં 60થી વધુ કોરોના પ્રોટોકોલથી મૃતેદહોના અંતિમ સંસ્કાર થાય છે. પણ પાલિકા દ્વારા માત્ર સાતથી આઠ દર્દીના જ કોરોનાથી મોત થયા હોવાનું પણ જાહેર કરવામાં આવે છે.

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top