દર વર્ષે અષાઢી સુદ સાતમના દિવસે તાપી નદીની મહાઆરતી કરી ચૂંદડી અર્પણ કરવામાં આવે છે. તાપી નદીનો જન્મ અષાઢ સુદ સાતમના દિવસે થયો હતો. હિન્દુઓને ત્યાં પવિત્ર ગીતા, મુસ્લિમોને ત્યાં કુરાને શરીફ, ખિસ્તીને ત્યાં બાઇબલ અને જૈનને ત્યાં આગમ ધર્મગ્રંથ હોવા જ જોઈએ એ રીતે દરેક ધર્મમાં પોતપોતાના ધર્મગ્રંથનો મહિમા રહેલો છે. કિન્તુ અત્રે તાપીપુરાણ મહાગ્રંથ વિશે થોડાક શબ્દો- “તાપી પુરાણ” – 3000 વર્ષ પછી તે ફરી લખાયું અને તે પણ સરળ, સંપૂર્ણ, સંશોધનાત્મક રીતે! મૂળ તો એ ગોકર્ણ મહાઋષિએ તેમના પોતાના સમયમાં તાપી નદીની પરિક્રમા કરીને લખેલ અને એ “તાપી પુરાણ” ના આધારે એક સજ્જને તાપી નદીના બંને કિનારાની મુલાકાત લઇ, તેનું પુન: લેખન કરી નવું, સરળ, સંપૂર્ણ અને સંશોધનાત્મક “તાપી પુરાણ” પ્રકાશિત કરી.
તો બીજી બાજૂ કેટલાક પાપીઓ ગંદકી ફેલાવાની કૂચેષટા કરતા હોય છે, સુરતની કર્ણભૂમિ છે, કર્મભૂમિ છે, તાપીથી વાપી સુધીની પરશુરામની ભૂમિ એ સમૃદ્ધિ અને હરિયાળી છે. ખાસ કરી સુરતના જરી ઉધોગમાં તાપી નદીનું જ પાણી ચઢે છે. બેંગ્લોરમાં કરોડો રૂપિયાના જરી પ્લાન્ટ ઉત્પાદનમાં પાણી માફક નહીં આવતા નિષ્ફળ ગયા, તાપીના પગલે દક્ષિણ ગુજરાત ભાગ્યવાન, પુણ્યશાળી તેમજ સુખી સમૃદ્ધ રહેલ છે. કર્મષ્ઠ ઐલેશ શુક્લએ લખેલ આધુનિક, સરળ, તાપી પુરાણમાં અનેક ઝીણી ઝીણી માહિતીનું વર્ણન છે. તેનું પઠન તાપી માતાની વધુ નજીક લઈ જશે અને તાપી નદીનું બહુમૂલ્ય સમજાવશે. આજની પેઢી અને આવનારી ભાવિ પેઢી માટે એ આશીર્વાદ રૂપ જરૂરથી બનશે.
ગોપીપુરા, સુરત – સુનીલ રાજેન્દ્ર બર્મન– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.