સિપાઈની ત્વરિત બુદ્ધિ

એકવખત વિશ્વ વિજેતા સમ્રાટ નેપોલિયન પોતાના મનગમતા ઘોડા પર ઘોડેસવારી કરીને તેનાં લશ્કરની ટૂકડીની તાલિમ જોવા ગયો.અચાનક ઘોડાના પગ પાસેથી સાપ પસાર થયો અને ઘોડો ડરીને ભડકી ગયો. અચાનક ડરેલો અને ભડકેલો ઘોડો નેપોલિયનના કાબુની બહાર જતો રહ્યો અને આમતેમ દોડવા લાગ્યો. એકાએક ભડકેલા ઘોડાને કાબૂમાં લેવાનાં નેપોલિયનનાં કોઇ પ્રયત્નો સફળ ન થયા. નેપોલિયનને પણ કઈ સમજાતું ન હતું કે ઘોડાને કેમ શાંત કરવો.અને આડેધડ ભાગતા ઘોડા પર પોતાનું સમતોલન કેમ જાળવવું. આજુબાજુ તાલીમ લઇ રહેલા લશ્કરની ટુકડીના સિપાઈઓ પણ મૂંઝાઈ ગયા કે હવે શું કરવું? આ વિફરેલા ઘોડાને કઈ રીતે શાંત કરવો? સમ્રાટ ઘોડા પરથી પડી જશે અને કોઈ ઈજા થશે તો તેની ચિંતા બધાને થવા લાગી પણ કોઈ ઘોડાને શાંત કરવા શું કરવું તે કોઈને સૂઝતું ન હતું અને વિફરેલા ઘોડાની સામે જવાની હિમંત કોઈ કરતું ન હતું.

ત્યાં જ અચાનક એક યુવાન સૈનિક દુર ગયો અને ત્યાંથી પુરપાટ વેગે ઘોડાની સામે દોડ્યો અને સામેથી કોઈને દોડતું આવતું જોઇને ઘોડાની  દોડ જરા ધીમી પડી અને એકદમ ચીલ ઝડપ દાખવીને સૈનિકે ઘોડાની લગામ પકડી લીધી.અને ઘોડાના ધમપછાડા સામે ડર્યા વિના હાર્યા વિના લગામ પકડી જ રાખી અને મહામુશ્કેલીથી ઘોડાને કાબૂમાં લીધો.ધીમે ધીમે ઘોડો શાંત થઇ ગયો. સમ્રાટ નેપોલિયન સૈનિકની પાસે ગયા અને યુવાન સૈનિકનો આભાર માનતા કહ્યુ, ‘થેન્કયુ, કેપ્ટન તે ઘણી બહાદુરી બતાવી.ચોક્કસ તું આગળ વધીશ અને આજની તારી બહાદુરીનું ઇનામ પણ ચોક્કસ મળશે.ફરી એકવાર થેન્કયુ કેપ્ટન.’

સૈનિક બહાદુર તો હતો જ અને સાથે સાથે ચતુર પણ હતો હતો. એ નેપોલિયનની સેનામાં સામાન્ય સૈનિક તરીકે હજી થોડા સમય પહેલા જ જોડાયો હતો, પણ હાથમાં આવેલો મોકો તે જવા દેવા માંગતો ન હતો. તેણે તરત જ હિમંત કરીને નેપોલિયનને કહ્યું, ‘સમ્રાટ કેપ્ટન??!! પણ કઇ ટૂકડીનો?’ નેપોલિયન તેના પ્રશ્ન પાછળનો તર્ક સમજી ગયો અને તેની ચતુરાઇ ઉપર ખુશ થતાં તરત કહ્યું, ‘તું આજથી કેપ્ટન મારી અંગરક્ષક ટૂકડીનો.’ અને આ રીતે એ સામાન્ય સૈનિકને તેની હિંમત અને ત્વરિત બુધ્ધિશક્તિથી મહત્વનો હોદો મળી ગયો.જીવનમાં કોઇપણ મુશ્કેલીનો હિંમતથી સામનો કરવો કારણ કે મુશ્કેલીઓ જ પ્રગતિના દ્વાર ખોલી નાખે છે.
– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top