SURAT

RBLનો ક્રેડીટ કાર્ડ બંધ કરાવવા ગૂગલ પરથી કસ્ટમર કેર નંબર લઈ કોલ કરવાનું સુરતના RTO એજન્ટને આટલું મોંઘું પડ્યું

સુરત: શહેરના ભટાર ખાતે રહેતા આરટીઓ એજન્ટે RBLનું ક્રેડિટ કાર્ડ (Credit card) બંધ કરાવવા માટે ગુગલ (Google) પરથી કસ્ટમર કેર (Customer care) નંબર મેળવ્યો હતો. અને તેની પર વાત કરીને કાર્ડ બંધ કરવાના ચક્કરમાં 52,999 ની મત્તા ગુમાવી હતી. આ અંગે ખટોદરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

ખટોદરા પોલીસના જણાવ્યા મુજબ ભટારની સ્વીટી કો.ઓ. સોસાયટીમાં રહેતા 45 વર્ષીય અલ્પેશ અમૃતલાલ મહુવાગરા આરટીઓ એજન્ટ છે. તેમને આરબીએલના ક્રેડિટ કાર્ડને બંધ કરાવવા માટે ગુગલ પર સર્ચ કરી કાર્ડ બંધ કરાવવા કસ્ટમર કેર પર કોલ કર્યો હતો. સામે ફોન ઉપાડનારે તેમને એનીડેસ્ક એપ્લિકેશન ડાઉનલોડ (Anidesk app download) કરવાનું કહ્યું હતું. ત્યારબાદ પુનઃ કસ્ટમર કેર પર કોલ કરતા કોલ રિસીવ કરનારે ક્રેડિટ કાર્ડ લીધો ત્યારે જે 600 રૂપિયા આપ્યા હતા તે રીફંડ કરવાનું કહ્યું હતું.

તેના માટે મોબાઇલ હેક (Mobile hack) કરી ICICIના ક્રેડિટ કાર્ડમાંથી 19,000 રૂપિયા અને SBIના એકાઉન્ટમાંથી 24,999 રૂપિયા તથા બીજી વખત 9,999 રૂપિયા મળી કુલ 52,999 રૂપિયા કપાયાનો મેસેજ આવ્યો હતો. જેથી કલ્પેશભાઈ તેમની સાથે છેતરપિંડી (Cheating) થયાનું સમજી ગયા હતા. અને તેમને ખટોદરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ (Complaint) નોંધાવી હતી.

ગેરેન્ટેડ રિટર્ન આપવાની લાલચ આપી 33 લાખની ઠગાઇ કરનાર વલસાડના યુવકના જામીન નામંજૂર

સુરત : રીયાલીટીઝ કંપની ખોલીને લોકોને ગેરેન્ટેડ રિટર્ન (Guaranteed return) આપવાની લાલચ આપી 33 લાખની ઠગાઇ કરવાના કેસમાં વલસાડના યુવકે કરેલી જામીન અરજી નામંજૂર કરવામાં આવી છે. આ કેસની વિગત મુજબ વલસાડ જિલ્લાના વાઘલધરા તાલુકાના વારી ફળિયામાં રહેતા ચેતન મંગુભાઇ પટેલએ વલસાડમાં જ એસ.એમ.પી.એલ. રીયાલીટીઝ નામની કંપની બનાવી તેમા ગેરેન્ટેડ રીટર્ન પ્લાન સ્કીમ બનાવીને લોકોની પાસેથી રૂા. 33.60 લાખની ઠગાઇ કરતા વલસાડ સિટી પોલીસમાં જીપીઆઇડી એક્ટ મુજબ ગુનો નોંધાયો હતો.

પોલીસે ચેતન પટેલની ધરપકડ કરીને જેલમાં મોકલી આપ્યો હતો. જામીન મુક્ત થવા માટે ચેતન પટેલએ કોર્ટમાં અરજી કરી હતી. જે અરજી ચાલી જતાં સરકારી વકીલ રાજેશ ડોબરીયાએ દલીલો કરીને જામીન નામંજૂર કરવા જણાવ્યું હતું. કોર્ટે બંને પક્ષોની દલીલો બાદ ચેતન પટેલના જામીન નામંજૂર કરતો હુકમ કર્યો હતો.

Most Popular

To Top