Vadodara

PCB-DCBના તત્કાલિન PIની ભેદી ભુમિકા

વડોદરા : ગોરવામાં આવેલા ઝાડ ખડકીમાં રહેતા રવિન્દ્રભાઈ છોટાભાઈ પટેલ સાથે ૪૯ લાખ રૂપિયાની છેતરપિંડી ના ગુનામા ડીસીબી પીસીબી ના તત્કાલીન પી.આઇઓની સંડોવણી પણ હોવાની ફરિયાદ પોલીસ કમિશનરમા થતા પોલીસ તંત્રમાં ખળભળાટ મચી ગયો હતો. રવિન્દ્રભાઈ એ પોલીસ કમિશનરને આપેલી અરજીમાં જણાવ્યું હતું કે પીઆઇ કાનમીયાની હાજરીમાં આરોપીઓ સાથે ૯૧ લાખ રૂપિયામાં સમાધાન કર્યું હતું. આરોપી મુકેશ જમનાદાસએ બ્રિજેશ ચૌહાણની હાજરીમાં કાનમિયા સમક્ષ ત્રણ ચેક આપ્યા હતા. જે ચેક  પીઆઇ કાનમિયાએ રાખવાના અને ચેકની તારીખ એકમને રૂપિયા મળી જશે તેવો વિશ્વાસ અને ભરોસો આપી એ લખાણમાં સહીઓ કરાવી હતી બ્રિજેશ ચૌહાણ એવું પણ જણાવેલ કે આગળ પોલીસ કેસ કરશો નહીં. ત્યારબાદ એક પખવાડિયા સુધી ધક્કા ખવડાવીને 30 લાખ રૂપિયાની પાવતીઓ પર ફરિયાદીની સહીઓ કરાવી હતી. જો કે સમય અવધિ અનુસાર નાણાંના મળતા પોલીસ કમિશનર ને પણ આરોપી ત્રિપૂટી ના કરતુત અંગે જાણ કરાઇ હતી.

પોલીસ અધિકારીઓ રાગ દ્વેષ રાખીને ફરિયાદીને ત્રણ ચાર માસ સુધી સતત માનસિક ત્રાસ આપ્યો હતો તેમના પુત્રને કોરોના પોઝિટિવ હતો ને પત્નીએ પણ માનસિક સમતુલા ગુમાવી દીધી હતી એટલું પોલીસે દબાણ કર્યું હતું જેની સીધી અસર તેમની પત્નીને પાડતા ટેન્શન વધી જવાના કારણે હૃદયરોગનો હુમલો આવ્યો હતો જેથી તેમનું અવસાન થયું હતું ત્યાર બાદ ફરિયાદી સમાધાન કરવા માટે પીઆઇ કાનમીયાને મળવા ગોરવા પોલીસ મથકે ગયા હતા. ત્યાં તેમણે એવું જણાવ્યું હતું કે સોગંદનામું પોલીસ કમિશનરને આપી દો નહિતર અમારા બધાની નોકરી જશે અને બદનામ  થઇસુ .હિસાબ-કિતાબ કરીને તમારા બે ચેક પરત કરાવી દઈશું. એ વાતને પણ સાત માસ વીતી જવા છતાં આરોપીઓ નથી નાણાં આપતા કે નથી જવાબ આપતા. છેતરપિંડીના ગુનામાં ઉડાઉ જવાબ આપતા તમામ આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા સોગંદનામુ કર્યું હતું તેમાં એવું પણ જણાવ્યું કે સાત દિવસમાં ન્યાય નહીં મળે તો હાઇકોર્ટના દરવાજા ખટખટાવીશું.

Most Popular

To Top