વડોદરા: શહેરના મધ્યમાં આવેલા રાવપુરા વિસ્તારમાં મોડી રાત્રે વાહન અકસ્માતની બાબતમાં બે કોમના ટોળા વચ્ચે અથડામણ સર્જાતા પથ્થરમારો અને વાહનોની તોડફોડનો બનાવ બન્યો હતો લાંબા અરસાથી શહેરના શાંત વાતાવરણને ડહોળી નાખનાર તોફાની તત્વોએ પૂર્વ આયોજિત કાવતરું રચીને ઍક સાથે તોફાન કરતા વણસેલી પરિસ્થિતિને કાબુમાં કરવા સ્થાનિક પોલીસના ધાડેધાડા ઉતરી પડ્યા હતા.
તોફાનીઓએ સાઈબાબાનુ મંદિર તોડતા વાતાવરણ એકદમ તંગ બની ગયું હતું ખુદ પોલીસ કમિશ્નર અને જોઇન્ટ પોલીસ કમિશનર સહિતના કાફલાને ઘટના સ્થળે દોડવું પડ્યું હતું. અમદાવાદી પોળ, કોઠી પોળ લાલજી કોઈ સરદાર ભુવનનો ખાંચો સહિતના વિસ્તારોમાં ગત રાત્રે ગણતરીની પળોમાં એક સાથે કોમી ભડકો થયો હતો. તદ્દન ટૂંક સમયમાં ફાટી નીકળેલા તોફાનોમાં બંને કોમના ટોળાએ સામસામે પથ્થરમારો શરૂ કરી દીધો હતો. 4 થી 5 ઇસમોને નજીવી ઇજાઓ પહોંચી હતી. તોફાને ચડેલા ટોળાએ એકબીજાના વિસ્તારોમાં વાહનો તથા મિલકતોની તોડફોડ કરીને વ્યાપક નુકસાન કર્યું હતું. વર્ષોથી શાંત રહેલી સંસ્કારી નગરીના વિસ્તારોમાં તોફાનીઓએ હાહાકાર મચાવતા નાગરિકોમાં ભય વ્યાપી ગયો હતો. ઝનૂન પર ચડેલા તોફાની ટોળાએ ધાર્મિક ઉચ્ચારણો કરીને કોમવાદી નારા લગાવ્યા હતા.
સાઈબાબાના મંદિરને નિશાન બનાવી તોડફોડ કરીને મૂર્તિ પણ ખંડિત કરી નાખી હતી. તોફાનો અનેક વિસ્તારોમાં પ્રસરતા શહેર પોલીસ કાફલો ઘટનાસ્થળે ધસી આવ્યો હતો. પરિસ્થિતિ વધુ વણસે તે પૂર્વે ખુદ પોલીસ કમિશનર શમશેરસિંહ અને જોઇન્ટ પોલીસ કમિશનર ચિરાગ કોરડીયા સહિતનો પોલીસ કાફલો ઘટનાસ્થળે ધસી આવ્યો હતો પોલીસ કડક પગલા લઈ તોફાનીઓના ટોળાને વિખેરી નાખ્યા હતા. ગણતરીના કલાકોમાં કોમ્બિગ હાથધરીને 27 તોફાનીઓને પોલીસે દબોચી લીધા હતા.કોમી તોફાનોના બનાવો અંગેની બે પોલીસ ફરિયાદ રાવપુરાને કારેલીબાગમાં રાયોટિંગનો ગુનો નોંધાયો હતો પોલીસે અન્ય તોફાની ઓની પણ શોધખોળ હાથ ધરી છે.