વિરપુર : મહિસાગર જીલ્લાના લુણાવાડાથી ગાંધીનગર અને અમદાવાદને જોડતા હાઇવેનું નાવિનીકરણ કરોડોના ખર્ચે એક વર્ષ અગાવ કરવામાં આવ્યુ હતું. જોકે તંત્રની બેદરકારી અને કામમાં કચાસના કારણે એક વર્ષની અંદર રોડ પર એક ફુટ કરતા મોટા ખાડાં પડતા વાહનચાલકને હાલાકી ભોગવી પડે છે.આ અંગે તંત્ર દ્વારા આખં આડા કાન કરતા લોકોમાં રોષની લાગણી જોવા મળી છે. મહિસાગર જિલ્લામાં એક તરફ ચુંટણીની તડામાર તૈયારી ચાલી રહી છે જ્યારે બીજી તરફ તંત્રની બેદરકારીના કારણે લોકો રોષે ભરાયા છે.
જીલ્લાના લુણાવાડાથી ગાંધીનગર અને અમદાવાદને જોડતો હાઇવેનું નાવિની કરણ થયે હજુ જૂજ સમય વીત્યો છે ત્યાં હાઇવે પર મોટા ખાડા પડી જતાં રોડના કામ પર અનેક સવાલો ઉભા થયા છે લુણાવાડાથી ગાંધીનગરને જોડતા રસ્તા પર વાહનોની અવર જવર વધવાને કારણે સરકાર દ્વારા તે રસ્તાને પહોળો અને નવીન બનાવવા માટે કરોડો રૂપિયાની ફાળવણી કરવામાં આવી હતી.જોકે આ રોડ પર આવતો હાળોડના પુલના 100 મીટર પહેલા જ આ નવો બનાવેલ રસ્તો તૂટી ગયો હતો. રોડ પર એક ફૂટ કરતા પણ મોટા ખાડા પડી ગયા છે. જેના કારણે વાહનચાલકને હાલાકી ભોગવાનો વારો આવ્યો છે. આ ઉપરાંત ખડાના કારણે નાનામોટા અક્સમાત પણ સર્જાય રહ્યા છે. બીજી બાજું તંત્ર દ્વારા આખ આડા કાન કરીને રોડનું સમારકામ પમ કરવામાં ન આવતા લોકો રોષે ભરાયા છે. લોકો દ્વારા વહેલી તકે આ રોડનું સમારકામ કરવામાં આવે તેવી માંગ ઉઠી છે.