Charchapatra

ક્રાઇમમાં વધારો જવાબદાર કાયદાઓની નબળાઈ છે

પશ્ચિમ બંગાળમાં ટ્રેઇની ડોકર્ટર પર રેપ અને મર્ડરની ઘટનાની શાહી હજુ સુકાઇ નથી ત્યાં સમગ્ર દેશના તમામ રાજ્યોમાં નિંરત રેપ મર્ડર અને છેડતીના મામલા અને ગુન્હાઓમાં સતત ચિંતાજનક વધારો થઇ રહ્યો છે. જેના માટે પ્રત્યક્ષ રૂપે વર્તમાન આપણા કાયદા-કલમોની નબળાઇઓ જવાબદાર છે. જેનું ઉદાહરણ કસાબ જેવા આંતકવાદી અને હત્યારાને ફાંસીની સજા સુધી પહોંચતા 1 વર્ષ કરતા પણ વધુ સમય લાગેલો. આજે આરોપી સબુત સાથે ગુન્હેગાર પુરવાર થયા પછી પણ ચાર્જશીટ રીમાન્ડ અને અન્ય લીગલ કાર્યવાહીઓ પૂર્ણ થતાં જ ખૂબજ સમય લાગે છે જેને પરિણામે ગુન્હાખોરી અને શાખ ધરાવતી વ્યકિતઓને ગુન્હો કે રેપ કરતા બિલકુલ ડર લાગતો નથી જે ખુબજ દુ:ખદ અને ચિંતાજનક બાબત છે. આ અંગે દેશની વર્તમાન પરિસ્થિતિ જોતા એવુ લાગે છે કે ભારતમાં પણ અરબદેશ જેવા કડક અને તાત્કાલીક અપલી કાયદાઓ બનાવવાનો સમય આવી ગયો છે તો જ આ નિરઅંકુશ વધતા જતા ક્રાઇમ પર અંકુશ લાગશે જે જરૂરી છે.
સુરત     – રાજુ રાવલ-  આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

બસે..બડી ચૂપ!
સમજદારો , સજ્જનો અને સાક્ષરો તમામ જાહેેર બાબતોમાં , ખાસ કરીને .. ધાર્મિક કહેવડાવતા અને મોટાભાગના દેખાદેખી ના એડી ચોટી ના જોરાવરો પ્રત્યેક  શ્રાવણિયા – ભાદરીયા – અને આસો નવરાતે શ્રદ્ધાના ઓછાયે અંધ શ્રધ્ધાળુઓ પૈકી કંઈક કેટલાય રાજકિય માથાંના ઓથાવાળા , સામાજિક મેળાવડા કે , ધર્મઝનૂની ના ટોળા એકત્રિત થાય ત્યારે જાહેર માર્ગ ઉપર ટ્રાફિક જામ , ડી જે ના બેસુમાર ઘોંઘાટ વચ્ચે વાહનવ્યવહાર ખોરવાઈ જાય કે, હદપાર ના લીલા સૂકા કચરા ફેંકનારાઓ પણ જાણે જાહેર માર્ગ ઉપર ના એક દિવસ ના સુલતાન બહાદુર બની જાય અને રાહદારીઓ સહ વાહન ચાલકો પરેશાન થઇ જાય ત્યારે પોતે જાણે..( આખેઆખી અંધ શ્રધ્ધાળુઓ ની ફૌજ ) રાજકારણીઓ ની અનિવાર્ય વૉટબેંક ના કાયમ ના માનિતા ખાતેદાર બની બેસીને, અમને કોઈ..રોકે નહિં અમને કોઈ ટોકે નહીં..

એવી માનસિકતા ધરાવતા હોય તેમ કાયદાકીય બાબતો ને પણ જાહેરમાં ટલ્લે ચઢાવી..રસ્તાઓ ના રોકાણ..સામૂહિક દાદાગીરી કરતા સૂરમા બની જાય છે,ત્યારે ઉત્સવપ્રિયતા ના ઓછાયા ને પોષતી અને કન્ટ્રોલ સમિતિ સમક્ષ જાહેેર માર્ગ ઉપર ધર્મ ના નામે ધતિંગ ની મૌખિક કે લેખિત રજૂઆત કરવા કરતા પણ ફક્ત પ્રબળ સાક્ષીભાવ કેળવી ને બિલકુલ જ મૌન ધારણ કરી એક જાગૃત નાગરિક ની સજ્જડ ભૂમિકાઓ આ ત્રણ ચક્રિય તહેવારો દરમિયાન ઉત્સવપ્રિય પ્રજા સમક્ષ મૌન રહી –  સહનશીલ બની મૌનીબાબા નો વેશ ધારણ કરી સબસે બડી ચૂપ ના હિમાયતી બનવાનું જ પસંદ કરતા રહે છે..એ આ ‘ આઝાદ દેશ ની લગભગ ગુલામ સમાન બનાવી દેવાયેેલી લોકશાહી નો સારાંશ એટલે જ .. સબ સે બડી ચૂપ.
સુરત- પંકજ શાંતિલાલ મહેતા-  આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top