અયોધ્યા: અયોધ્યામાં (Ayodhya) રામલલાના આગમનની તમામ તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ છે. આજે રામલલા વર્ષો બાદ ફરી પોતાના જન્મ સ્થળે (Birth Place) બિરાજમાન થયા છે. ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Modi) મંદિર પરિસરમાં પહોંચ્યા હતા. અહીં રાજ્યપાલ આનંદીબેન પટેલ અને સીએમ યોગી આદિત્યનાથે તેમનું સ્વાગત કર્યું હતું.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી ચાંદીની છત્રી લઈને રામ મંદિરના ગર્ભગૃહ પહોંચ્યા હતા. આ સાથે જ પ્રાણ પ્રતિષ્ઠાની વિધિ પણ શરૂ થઈ હતી. ત્યાર વાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રામ મંદિરના ગર્ભગૃહમાં પ્રાણ પ્રતિષ્ઠાની પૂજા-અર્ચના કરી હતી. તેમની બાજુમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વડા મોહન ભાગવત બેઠા હતા.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી અયોધ્યાના મહર્ષિ વાલ્મિકી ઈન્ટરનેશનલ એરપોર્ટ પર સવારે 10.30 વાગ્યે પહોંચ્યા હતા. દરમિયાન પીએમએ એક વીડિયો જાહેર કર્યો છે. જેમાં પીએમના હેલિકોપ્ટરમાંથી અયોધ્યાનો નજારો કરી લેવામાં આવ્યો છે. આ વિડીયોમાં અયોધ્યા ખૂબ જ સુંદર અને રામમય દેખાઈ રહી છે. હવે તેઓ પહેલા સરયુ નદીમાં સ્નાન કરશે. ત્યાર બાદ નવા રામ મંદિર પહોંચશે અને પૂજામાં ભાગ લેશે. આ સાથે જ ધાર્મિક પ્રક્રિયા થોડા સમયમાં શરૂ થશે.
પીએમ મોદીએ ઉત્તરી દરવાજાથી મંદિરમાં પ્રવેશ કર્યો
પીએમ નરેન્દ્ર મોદી રામ મંદિર પરિસર પહોંચ્યા છે. દરમિયાન પીએમ મોદી મંદિરના ઉત્તરી દરવાજા પર પહોંચ્યા હતા. રાજ્યપાલ આનંદીબેન પટેલ અને સીએમ યોગીએ પીએમનું સ્વાગત કર્યું હતું. પીએમ મોદીએ ઉત્તરી દરવાજાથી મંદિરમાં પ્રવેશ કર્યો હતો. હવે થોડી જ ક્ષણોમાં રામ લલાની પ્રણ પ્રતિષ્ઠા કાર્યક્રમ શરૂ કરચવામાં આવશે. દરમિયાન મંગલ નાદ વચ્ચે રામ લલાના જીવન અભિષેકની વિધિ શરૂ થઈ ગઈ છે.
રામલલ્લાની પ્રાણપ્રતિષ્ઠા બાદ પીએમ બપોરે 1 વાગે જાહેર કાર્યક્રમમાં હાજરી આપશે. બપોરે લગભગ 2:15 વાગ્યે તેઓ શ્રી રામ જન્મભૂમિ સંકુલમાં સ્થિત કુબેર ટીલા પર આવેલા શિવ મંદિરમાં દર્શન અને પૂજા કરશે. લગભગ 4 કલાક 35 મિનિટના કાર્યક્રમ બાદ તેઓ બપોરે 3 વાગે દિલ્હી પરત ફરશે.
મોહન ભાગવત પણ મંદિર પરિસરમાં ઉપસ્થિત
આ પ્રસંગે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વડા મોહન ભાગવત રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા સમારોહમાં ભાગ લેવા માટે અયોધ્યાના શ્રી રામ જન્મભૂમિ મંદિર પહોંચ્યા છે. દરમિયાન પૂર્વ પીએમ અને જેડીએસ વડા એચડી દેવગૌડા પણ મંદિર પરિસરમાં હાજર છે.
દેશ-વિદેશના અનેક અતિથી પહોંચી ગયા છે. જેમાં સંઘ પ્રમુખ મોહન ભાગવત, પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, પૂર્વ ઉપ રાષ્ટ્રપતિ વેંકૈયા નાયડૂ, મુકેશ-નીતા અંબાણી, ગૌતમ અદાણી, અમિતાભ બચ્ચન, રજનીકાંત સામેલ છે. અ સાથે જ આકાશ અંબાણી અને શ્લોકા અંબાણી પણ પરિસરમાં પહોંચ્યા છે.