Vadodara

લહેરીપુરા ગેટનું સમારકામ 6 વર્ષ પણ ન ટક્યું, 70 લાખ ખર્ચાયા હતા

અમારી દરવાજાના કાંગરા ખરી રહ્યા હોઇ તેની જાળવણી માટે 6 વર્ષ અગાઉ કરાયેલ રજુઆત બાદ સેવા સદન દ્વારા આશરે 70 લાખના ખર્ચે લહેરીપુરા દરવાજાની 2015-16મા મરામતનુ કામ કરાયું હતું. પણ હેરીટેજ નિષ્ણાતની સલાહ વગરનું કાચુ કામ પાંચ વર્ષ પણ ન ટક્યું.  ગઇકાલના ધોધમાર વરસાદનો માર ન ખમી શકવાથી પછી મોડી રાત્રે કે વહેલી સવારે લહેરીપુરા દરવાજાનો વચ્ચેનો  ઉપરનો ભાગ આખ્ખો પડી ગયો હતો.

એકબાજુના દરવાજાનો ભાગ પણ ઉપરના ખૂણે થી જર્જરીત થઇ ગયો છે અને જુની વોર્ડ ઓફીસની બાજુના દરવાજાની દિવાલે ઝાડ પાન ઉગી નિકળ્યાં છે જેથી એ દિવાલ પણ ખરાબ થઇ ગઇ છે. સેવાસદનને ઉચ્ચ પદધારીઑ સત્વરે રુબરુ મુલાકાત લઇ જાળવણી માટે ઘટતું કરવા વિનંતી છે.  નહિતર વચ્ચેના દરવાજાની ઉપર દેખાતી પાંચ બારી દરવાજા જેવો  થાંભલા સાથેનો ભાગ નીચેથી કાળો સડી ગયેલો દેખાય છે તે નીચેથી પસાર થતા વાહનો પર પડે તો ગંભીર અકસ્માત થવાનો ભય છે.  તેમ નવચેતના ફોરમ ચાર દરવાજાના કન્વિનર તથા સામાજીક કાર્યકર કીર્તિભાઇ પરીખે જણાવ્યું હતું.

Most Popular

To Top