વડોદરાછ શહેરમાં હોર્ડિંગ રાજ શરુ થયું છે જ્યાં જુઓ ત્યાં મોટા મોટા હોર્ડિંગોનો અડિંગો જોવા મળી રહ્યો છે. સિમેન્ટ કોન્ક્રીટના જંગલોની વચ્ચે હવે હોર્ડિંગોના જંગલો પણ ઉભા થઇ રહ્યા હોય તેમ લાગી રહ્યું છે. નીતિ નિયમોને નેવે મૂકીને જ્યાં ને ત્યાં આ હોર્ડિંગ લગાવવામાં આવે છે જેના કારણે ક્યારેક ક્યારેક વાહનચાલકોએ પણ હાલાકી વેઠવાનો વારો આવે છે.
શહેરમાં મોટી મોટી જાહેરાતો માટે મોટા મોટા બેનરો લગાવવામાં આવી રહ્યા છે.જો એક આ પૈકી મોટા ભાગના બેનરો રાજકારણીઓના શુભેચ્છાઓ આપતા બેનરો હોય છે.
વારે તહેવારે આ બેનરો લગાવી દેવામાં આવે છે અને હોર્ડિંગના સંચાલકો દ્વારા જાણે શહેર પોતાના નામે લખાવી દીધું હોય તેમ આડેધડ આવા મોટા હોર્ડિંગ લગાવી દેતા હોય છે. હોર્ડિંગ્સ માટે નીતિ નિયમો બનાવાયા છે જે મુજબ ઐતિહાસિક ઇમારતો ઉપર કે સરકારી ઇમારતો ઉપર આવા હોર્ડિંગ્સ લગાવી શકાતા નથી. આ ઉપરાંત ચાર રસ્તાઓ ઉપર જ્યાં વાહનોને અડચણ થાય તેવા સ્થળોએ હોર્ડિંગ્સ લગાવવામાં આવતા નથી પરંતુ શહેરમાં મોટા ભાગે આ નિયમોનું પાલન થતું નથી અને આડેધડ હોર્ડિંગ્સ ઉભા કરી દેવામાં આવ્યા છે ત્યારે રીતસરનું માફિયારાજ શરુ થયું હોય તેમ લાગી રહ્યું છે. આવા સંચાલકો સામે કડક રહે કાર્યવાહી કરવાની જરૂર છે.
તંત્ર પણ સંચાલક સાથે ચર્ચા કરીને હોર્ડિંગ હટાવે છે?
શહરમાં આડેધડ લાગેલા હોર્ડિંગ હટાવવાની કામગીરી કરવામાં આવે છે પરંતુ ક્યારેક એવા દ્રશ્યો પણ જોવા મળે છે કે તંત્ર સંચાલકો સાથે વાતચીત કરતા નજરે પડે છે અને તેઓ કહે તે જ હોર્ડિંગ હટાવી તેઓને ફાયદો કરાવે છે. જે જાહેરાતમાં વધુ પૈસા લીધા હોય તેનું હોર્ડિંગ હટાવતું નથી. એક સ્થળે ચાર બેનરો લાગ્યા હોય તેમાંથી એક કે બે જ કેવી રીતે ગેરકાયદેસર હોઈ શકે . નિયમો તો બધા જ હોર્ડિંગ તોડતા હોય છતાં એક બે બેનર હટાવી કામગીરી બતાવવામાં આવતી હોવાની પણ વિગતો સામે આવી રહી છે.
હોર્ડિંગ ઉતાર્યા બાદ તેની ફ્રેમ પણ રસ્તા વચ્ચે મૂકી દેવાય છે
શહરમાં કેટલાક સ્થળોએ હોર્ડિંગ્સ ઉતારી દેવાયા બાદ તેની ફ્રેમ આડેધડ ગોઠવી દેવામાં આવે છે કેટલાય સ્થળોએ આ ફ્રેમ રસ્તાની વચ્ચે વાહનોને અડચણ થાય તે રીતે મૂકી દેવામાં આવે છે. સંચાલકો ભલે એમ માનતા હોય કે તેઓએ આ ફ્રેમ રસ્તાની સાઈડમાં મૂકી છે પરંતુ વાસ્તવિકતા કઈ અલગ જ છે અને આ ફ્રેમ ક્યારેક અકસ્માતને આમંત્રણ આપે છે ત્યારે સંચાલકો દ્વારા પણ જો તેનું યોગ્ય ગોડાઉન બનાવી ત્યાં જ આવી ફ્રેમ રખાય તે ઇચ્છનીય છે.
ઐતિહાસિક ધરોહર સમાન કલેક્ટર કચેરી પાસે જ હોર્ડિંગ્સ લગાવનાર કોન્ટ્રાક્ટે પાલિકાના નિયમોનો ભંગ કર્યો હોવાથી તેની સામે કાર્યવાહી કરાશે ?
વડોદરા મહાનગર પાલિકા દ્વારા ગુજરાત અને કેન્દ્ર સરકારની વિવિધ યોજના અને કાર્યક્રમના બેનર લગાવવા માટેનો કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે. જેમાં તેમના દ્વારા વિવિધ વિસ્તારમાં હોર્ડિંગ્સ લગાવાયા છે. પરંતું તેમાં પાલિકાના નીતિ નિયમોનું સરેઆમ ઉલ્લંઘન કરીને મનફાવે તેવી જગ્યા પર હોર્ડિંગ્સ લગાવી દીધા હતા. શહેરના ઐતિહાસિક ધરોહરની જગ્યાથી દૂર હોર્ડિંગ્સ લગાવાના પાલિકાની સૂચના છતાં બિન્દાસ્ત રીતને કોઠી ચાર રસ્તા પર કલેક્ટર કચેરી પાસે મોટું બેનર લગાવી દીધુ હતું. તેમ છતાં કોન્ટ્રાક્ટ સામે કેમ પગલ ભરાતા નથી.પાલિકા દ્વારા અન્ય કોઇને બેનર કે હોર્ડિગ્સ લગાવ્યા હોય તો તાત્કિલક ધોરણે હટાવી લેવાતા હોય છે તો પછી આ કોન્ટ્રાકટર પર કોના આર્શીવાદ છે જેના કારણે તેના હોર્ડિગ્સ ઉતારાતા નથી. ત્યારે અહી ચોરી પે સીના ચોરી જેવો ઘાટ સર્જાયો છે. હોર્ડિગ્સ ફાડી નાખનાર સામે ફરિયાદ નોંધાઇ છે. તો પછી પાલિકાના નિયમો ભંગ કરનાર કોન્ટ્રક્ટર સામે કેમ આંખ મીચોળી રમાઇ રહી છે ? તેવા સવાસ ઉભી થઇ રહ્યા છે.