મુંબઈઃ હાર્દિક પંડ્યા અને નતાસા સ્ટેનકોવિક ડિવોર્સમાં નવો ચોંકાવનારો ખુલાસો થયો છે. આ કપલે ગયા મહિને તેમના 4 વર્ષ જૂના સંબંધનો અંત લાવ્યો હતો. ડિવોર્સ બાદ હાર્દિક અને નતાસાના તલાકનું કારણ જાણવા તેમના ફેન્સ ઉત્સુક હતા. અનેક ચર્ચાઓ ચાલી રહી હતી.
કેટલાક લોકો નતાશાના અફેરની વાતો કરી રહ્યાં હતા તો કોઈક હાર્દિકના અફેરની વાતો ફેલાવી રહ્યાં હતાં. જોકે, બંને કેમ અલગ થયા તે અંગે ચોક્કસ કોઈ માહિતી બહાર આવી નહોતી. જોકે, હવે સાચું કારણ સામે આવ્યું છે. કપલના નજીકના મિત્રએ બંનેના અલગ થવાનું કારણ જાહેર કર્યું છે.
ખરેખર નતાસા હાર્દિકના વર્તનથી નારાજ હતી. તે હાર્દિક સાથે કમ્ફર્ટેબલ ફિલ કરતી નહોતી. તે બેચેન રહેવા લાગી હતી. હાર્દિક પોતાના વિશે જ વિચારતો હતો. તે પોતાની જાત સાથે જ ખુશ રહેતો હતો. તે ખૂબ સ્વાર્થી હતો. બંનેના સંબંધમાં તે પોતાને વધુ મહત્ત્વ આપતો હતો. હાર્દિક ખૂબ દેખાડો કરતો હતો. નતાશા માટે આ સંબંધને સહન કરવું મુશ્કેલ બની રહ્યું હતું. નતાસાને એક સમયે પછી લાગ્યું કે હાર્દિકની પર્સનાલિટીમાં અને તેની વચ્ચે ખૂબ અંતર છે.
અભિનેત્રીને સમજાયું કે તે તેના જીવનસાથી સાથે અસ્વસ્થતા અનુભવી રહી છે. તેણે પોતાના વ્યક્તિત્વને હાર્દિક સાથે મેચ કરવાનો પ્રયાસ પણ કર્યો હતો. પરંતુ આ પ્રયાસ પણ સફળ થયો ન હતો. આખરે તે થાકી ગઈ. નતાસા હારી ગઈ હતી અને પછી તેણે અલગ થઈ જવાનું નક્કી કર્યુ હતું.
હાર્દિકથી છૂટાછેડા બાદ નતાસા તેના પુત્ર સાથે સર્બિયા શિફ્ટ થઈ ગઈ છે. જો કે નતાસાએ છૂટાછેડાનો નિર્ણય લેતા પહેલાં હાર્દિકને તક આપી હતી પરંતુ હાર્દિકે પોતાના વર્તનમાં કોઈ ફેરફાર કર્યો ન હતો. તેથી અભિનેત્રીએ અલગ થવાનો નિર્ણય લીધો હતો. નતાશા માટે આ ઘણું દુઃખદાયક હતું. તેણે આ નિર્ણય એક દિવસ કે અઠવાડિયામાં લીધો નથી. આ નિર્ણય નતાસા માટે પીડાદાયક હતો.