સુરત: સુરત મહાનગર પાલિકા (SMC) દ્વારા શહેરના અલગ અલગ વિસ્તારમાંથી હેલ્થ સપ્લિમેન્ટનાં (Health Supplements ) સેમ્પલ્સ લેવામાં આવ્યાં હતાં, જેમાં બે મેડિકલ સ્ટોર (Medicle Story) અને એક એજન્સીનાં મળી કુલ ચાર સેમ્પલ્સ ફેઈલ થયાં છે. એ પૈકી ત્રણ સેમ્પલ્સમાં પ્રોટીનનું (Protien) પ્રમાણ ઓછું હતું. જ્યારે એક સેમ્પલમાં પ્રોટીનનું પ્રમાણ વધુ હોવાથી પાલિકા દ્વારા ત્રણેય સંસ્થા સામે કાયદાકીય કાર્યવાહી કરવા કવાયત હાથ ધરવામાં આવી છે.
સુરત મહાનગર પાલિકાના ફૂડ સેફ્ટી (Food Safety ) વિભાગની ટીમ દ્વારા ગત માસમાં શહેરના અલગ અલગ વિસ્તારોમાંથી ન્યુટ્રાસ્યુટિકલ્સ, હેલ્થ સપ્લિમેન્ટ્સ, FSMP, FSDU, ફૂડ પ્રોડક્ટ્સનું વેચાણ કરતી સંસ્થાઓની સ્થળ તપાસ કરી સેમ્પલ્સ લેવામાં આવ્યાં હતાં. જે તમામ સેમ્પલ્સ તપાસ માટે મોકલવામાં આવ્યાં હતાં.
જો કે, તે પૈકી કુલ ચાર સેમ્પલ્સ ફેઈલ થયાં છે, જેમાં આશિષ મેડિકલ એજન્સી (એ-2, ચંદ્રવિલા એપાર્ટમેન્ટ, વાંકી બોરડી, શાહપોર)ને ત્યાંથી PINK-9 સેમ્પલમાં પ્રોટીનનું પ્રમાણ ઓછું મળ્યું હતું. આ ઉપરાંત જય અંબે કેમિસ્ટ (એલજી-22, એન.જે. કોમ્પ્લેક્સ, મગોબ)ને ત્યાંથી Zydus Nutriva Grd The Superior Protein માંથી અને એસ. એચ. એન્ટરપ્રાઇઝ (દુકાન નં.118, ઈશાના ધ બિઝનેસ હબ, ડી માર્ટની બાજુમાં, બમરોલી)ને ત્યાંથી Vestige Calcium Tablets સેમ્પલમાં પ્રોટીનનું પ્રમાણ જણાવ્યા કરતાં ઓછું મળ્યું હતું.
જ્યારે એસ.એસ.એન્ટરપ્રાઈઝમાંથી લેવાયેલા Vestige Folic & Iron Plus Capsulesના સેમ્પલમાંથી પ્રોટીનનું પ્રમાણ જણાવ્યા કરતાં વધુ મળ્યું હતું. જેથી આ ત્રણેય સંસ્થા સામે ફરિયાદ નોંધાવવા મનપા દ્વારા કામગીરી હાથ ધરવામાં આવી છે.
અગાઉ સુરતના પિત્ઝા હટ, ડોમિનોઝ સહિત 6 રેસ્ટોરાંના ચીઝ-માયોનીઝમાં ભેળસેળ મળી હતી
સુરત મનપાના (SMC) ફૂડ વિભાગે (Food Department) કરેલા આકસ્મિક ચેકિંગમાં પિત્ઝા હટ (Pizza hut ), લા-પિનોઝ (La Pinoz) પિત્ઝા, કોમિનોઝ પિત્ઝા જેવી 6 રેસ્ટોરાંમાંથી ચીઝ અને માયોનીઝ અખાદ્ય મળતાં અંદાજે 40 કિલો જથ્થાનો નાશ કરાયો છે. એટલું જ નહીં, આ તમામ સામે ફરિયાદ કરવાની તજવીજ પણ હાથ ધરી છે.
મનપાના આરોગ્ય વિભાગના જણાવ્યા મુજબ ઘોડદોડ રોડની પિત્ઝા હટ (સફાયર ફૂડ્સ ઈન્ડિયા લિમિટેડ), પાલનપોરની લા-પિનોઝ પિત્ઝા (દેવ હોસ્પિટાલિટી), પીપલોદના કે. એસ. ચારકોલ (પ્રેરણા હોસ્પિટાલિટી), અડાજણના ડેન્સ પિત્ઝા, જહાંગીરાબાદના ગુજ્જુ કાફે અને વેસુના ડેમિનોઝ પિત્ઝા (જુબિલિયન્ટ ફૂડ વર્ક્સ લિ.)ના નમુના ફેઈલ માલુમ પડ્યાં છે.