વડોદરા : રાજ્યમાં ભારે વરસાદને પગલે વડોદરાના છેવાડે આવેલા પોર પાસે ભારે વરસાદને પગલે પોર પાસેથી વડોદરા તરફ જવાના રોડ નેશનલ હાઈવેની પ્રોટેક્શન વોલ તૂટી પડી હતી. જેને પગલે એક મકાન અને ચારથી વધુ ઝુપડાઓને નુકશાન થવા પામ્યું છે. જયારે તેમાં કોઈ જાણહાનિનો બનાવ પામ્યો નહોતો. સદનસીબે મકાન અને ઝૂંપડાંમાં રહેતા 15 લોકોનો આબદ બચાવ થયો હતો. નેશનલ હાઇવે પરથી પસાર થતા વાહનચાલકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો. વડોદરા શહેરના છેવાડે આવેલા પોરથી વડોદરા તરફ આવવાના રોડ નજીકથી પસાર થતા નેશનલ હાઇવે પરથી રોજનાં હજારો વાહનોની અવર જવર થાય છે.
જયારે તાજેતરમાં જ ઢાઢર નદીમાં પાણીની આવક વધતાં આસપાસના વિસ્તારોમાં પાણી ફરીવળ્યા હતાં જેને પગલે પોર સહિતનાં ગામજનોનું લોકોને સ્થળાંતર કરવાની ફરજ પડી હતી, ત્યારે બુધવારે સવારે પોર નજીક હાઇવેની પ્રોટેક્શન વોલ ધસી જતાં વાહનચાલકોમાં ભયનો માહોલ સર્જાયો હતો. હાઈવેની નીચેના ભાગે ઝૂંપડાં આવેલાં છે. એકાએક લોખંડની રેલિંગ સાથે પ્રોટેક્શન વોલ ધસી પડતાં એક મકાન અને 5 ઝૂંપડાંને નુકસાન પહોંચ્યું હતું. સદનસીબે કોઈ જાનહાનીનો બનવા બન્યો નહોતો.
સદનસીબે ઢાઢર નદીના પાણી આસપાસના વિસ્તારમાં ઘુસીજ્વાના પગલે ઝુપડામાં કોઈ હાજર ન હોવાને કારણે જાનહાની ટાળી હતી. પરંતુ ઝૂંપડાંમાં રાખેલી ઘરવખરીને નુકસાન પહોંચ્યું હોવાની માહિતી મળી છે. ઘટનાને પગલે હાઇવે પર આડસ મૂકવામાં આવી હતી.નેશનલ હાઈવેની પ્રોટેક્શન વોલ દિલ્હી-મુંબઇ એક્સપ્રેસ હાઈવે તરફની દીવાલ ધરાસાયી થઇ હતી. જયારે બીજી તરફ, દિલ્હીથી મુંબઇ જતા એક્સપ્રેસ હાઈવેની કામગીરી ચાલતી હતી તે દરમિયાન કરજણ તાલુકાના સંભોઈ અને અભરા ગામ પાસે બ્રિજની બાજુમાં માટી પુરાણ કરીને બ્લોક નાખીને દીવાલ ઉભી કરવામાં આવી હતી , જે દીવાલ પણ વરસાદના પાણીના કારણે તૂટી પડી હતી અને માટીનું જે પુરાણ કરેલું તે ધોવાઈ ગયું હતું. આમ નવા પ્રોજેક્ટ્સમાં પણ વરસાદે ધોવાણ કરી નાખતાં સંભોઈ ગામ સહિતના આસપાસના વિસ્તારનો વાહનવ્યવહારને અસર થઈ હતી.