અમદાવાદ, તા. 5
અમદાવાદ મનપાના કમિશનર બછાંનિધી પાનીએ ગઈકાલે ડ્રાફ્ટ બજેટ રજૂ કર્યું હતું. આ બજેટમાં હયાત ‘સ્લોટર હાઉસ’ ને અપગ્રેડ કરવાની દરખાસ્ત મુકવામાં આવી હતી. જેનો એલિસબ્રિજના ધારાસભ્ય દ્વારા વિરોધ કરવામાં આવતા ડ્રાફ્ટ બજેટમાંથી આ દરખાસ્તને પરત લેવામાં આવી છે.

અમદાવાદ મનપાના કમિશનર બછાંનિધિ પાની દ્વારા રજૂ કરાયેલા ડ્રાફ્ટ બજેટમાં રૂ. 32 કરોડના ખર્ચે હયાત કતલખાનાને અપગ્રેડ કરવાની દરખાસ્ત મુકવામાં આવી હતી. જોકે એલિસબ્રિજના ધારાસભ્ય અમિત શાહ દ્વારા તેનો વિરોધ કરવામાં આવ્યો હતો. જેના પગલે આ નિર્ણય પરત મનપા કમિશનર બછાંધિ પાનીની હાજરીમાં મેયરના બંગલે યોજાયેલી બેઠકમાં મેયર, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન, ભાજપના ધારાસભ્યો ઉપસ્થિત રહ્યા હતા. ચર્ચાના અંતે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેને આ દરખાસ્ત રદ કરવાની બાંહેધરી આપી છે.