Gujarat Main

વડાપ્રધાને રાજકોટમાં દેશના પહેલાં ગ્રીનફિલ્ડ ઈન્ટરનેશનલ એરપોર્ટનું લોકાર્પણ કર્યું

રાજકોટ: રાજસ્થાનમાં (Rajashthan) સભા સંબોધ્યા બાદ આજે ગુરુવારે બપોરે વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PMModi) ગુજરાત (Gujarat) આવી પહોંચ્યા હતા. તેમનું પ્લેન દેશના પહેલાં ગ્રીનફિલ્ડ (GreenField) હીરાસર ઈન્ટરનેશનલ એરપોર્ટના (HirasarInternationalAirport) રન-વે પર લેન્ડ થયું હતું.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે (CMBhupendraPatel) વડાપ્રધાનનું સ્વાગત કર્યું હતું. ત્યાર બાદ વડાપ્રધાને એરપોર્ટ પરિસરનું નિરિક્ષણ કર્યું હતું અને છેલ્લે રિબીન કાપી હીરાસર ઈન્ટરનેશનલ એરપોર્ટનું લોકાર્પણ કર્યું હતું. ત્યાર બાદ વડાપ્રધાન રેસકોર્સ ખાતે સભા સ્થળે રવાના થયા હતા.

રાજકોટે મને પહેલીવાર ધારાસભ્ય બનાવ્યો: મોદી
હળવા મૂડમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કેમ છો બધા સુખમાં? એવું પુછીને રાજકોટમાં સભા સંબોધવાની શરૂઆત કરી હતી. વડાપ્રધાને કહ્યું કે, રાજકોટે મને પહેલીવાર ધારાસભ્ય બનાવ્યો હતો. આજે રાજકોટમાં નવું એરપોર્ટ બન્યું છે, જેની મદદથી દુનિયાના શહેરોની સીધી ફ્લાઈટ સંભવ થશે. એકવાર મેં કીધું હતું કે રાજકોટ તો મિનિ જાપાન બની રહ્યું છે ત્યારે લોકોએ મારી મજાક ઉડાવી હતી, પરંતુ આજે એ શબ્દો તમે સાચા કરી બતાવ્યા છે. હવાઈ સેવામાં ભારતે પાછલા 9 વર્ષમાં વિકાસની ઊંચાઈઓ પામી છે. આજે 1 હજાર વિમાનના ઓર્ડર બુક છે. ગુજરાતની ચૂંટણી સમયે મેં કહ્યું હતું કે ગુજરાતમાં પ્લેન પણ બનશે. આજે ગુજરાત તે દિશામાં આગળ વધી રહ્યું છે.

હિરાસર એરપોર્ટ 1400 કરોડના ખર્ચે તૈયાર થયું
હિરાસર એરપોર્ટનું નિર્માણ 2500 એકરમાં કરવામાં આવ્યુ છે. આ એરપોર્ટના વિકાસ માટે 1500 એકર જમીન આપવામાં આવી હતી. જે પછી એરપોર્ટમાં 250 એકર ગ્રીન ઝોન, 524 એકર જમીન મુસાફરોની સુવિધા માટે વિકસાવાઇ છે. કુલ 250 એકર જમીનમાં એરપોર્ટનું એવિએશન પાર્ક તૈયાર કરવામાં આવ્યો છે. એરપોર્ટના નિર્માણ પાછળ કુલ 1400 કરોડનો ખર્ચ થયો છે.

આ એરપોર્ટ પર દર કલાકે 1800 મુસાફરો આવાગમન કરી શકશે
હીરાસર એરપોર્ટના લોકાર્પણ બાદ સિવિલ એવિએશન મિનિસ્ટર જ્યોતિરાદિત્ય સિંધિયાએ કહ્યું કે આ એરપોર્ટ 1800 મુસાફરોનો ટ્રાફિક દર કલાકે હેન્ડલ કરવાની ક્ષમતા ધરાવે છે. ગુજરાત અત્યાર સુધી 19 શહેરો સાથે જોડાયેલું હતું હવે આજથી 50 શહેરો સાથે કનેક્ટ થયું છે. દેશનો સામનો માણસ ઉડે તેવા વડાપ્રધાનના સપનાને સાકાર કરવાની દિશામાં આ એક પગલું છે. રાજકોટનું હીરાસર એરપોર્ટ દેશનું 148મું એરપોર્ટ બન્યું છે.

વડાપ્રધાન ગુજરાતની બે દિવસીય મુલાકાત દરમિયાન આ કામો કરશે
પીએમ નરેન્દ્ર મોદી (PMModi) રાજકોટ નજીક આવેલા હિરાસર એરપોર્ટના (HirasarAirport) લોકાર્પણ બાદ સૌરાષ્ટ્ર નર્મદા અવતરણ ઇરિગેશન યોજના (SaurashtraNarmadaIrrigationScheme) હેઠળ લિંક-3 પેકેજ 8 અને પેકેજ 9ના પ્રોજેક્ટને સૌરાષ્ટ્રની પ્રજાને સમર્પિત કરશે. ત્યાર બાદ તા.28મી જુલાઈના રોજ પીએમ મોદી ગાંધીનગરમાં (Gandhinagar) રાજભવનમાં સીએમ ભૂપેન્દ્ર પટેલના (CMBhupendraPatel) નેતૃત્વ હેઠળ રચાયેલી નવી સરકારના મંત્રીઓની કામગીરીની સમીક્ષા કરશે. એટલે કે તેમની કામગીરીનું રિપોર્ટ કાર્ડ પણ મેળવશે. આ ઉપરાંત પીએમ મોદી ભાજપના (BJP) સાંસદો (MP) તથા ધારાસભ્યોને (MLA) પણ મળનાર છે. લોકસભાની ચૂંટણી (ParliamentElection) પહેલા પીએમ મોદીની આ મહત્વની મુલાકાત મનાય છે.

Most Popular

To Top