Vadodara

વાઘોડિયા રોડ પ્રધાનમંત્રી આવાસની જગ્યા પર કરાયેલ મકાનનું દબાણ તોડી પડાયું

વડોદરા : વડોદરા પાલિકાની દબાણ શાખાની ટીમ નો સપાટો બોલાવ્યો હતો કલાદર્શન વિસ્તારમાં ટીપી ૩ ફાઈનલ પ્લોટ 766 માં અંદાજીત 2000 સ્કવેરફુટ જગ્યામાં ગેરકાયદેસર દબાણ હટાવા પાલિકાની દબાણ શાખાની ટીમ પહોંચી હતી.અને બિન કાયદેસર મકાન માલિક દ્વારા બનાવવામાં આવેલ મકાન હટાવવાની કામગીરી કરવામાં આવી હતી.આ વખતે દબાણ ધારકે તંત્ર સામે વેધક સવાલો પણ કર્યા હતા. વડોદરા શહેરમાં ઠેર ઠેર પાલિકાની હદમાં ગેરકાયદેસર દબાણ વધી રહ્યા છે અને વહીવટી તંત્ર દ્વારા કામગીરી કરવા છતાં પણ આવા દબાણો અટકવાનું નામ લેતા નથી.ત્યારે સોમવારે શહેરના વાઘોડિયા રોડ ઉપર આવેલ પ્રધાનમંત્રી આવાસ યોજનાની જગ્યા પર ગેરકાયદેસર દબાણો કરવામાં આવ્યા હતા.જે દબાણો બાબતે મેયર કેયુર રોકડિયાની આગેવાનીમાં પાલિકાની દબાણ શાખા પોલીસના બંદોબસ્તને સાથે રાખી સ્થળની મુલાકાત લઇ આ ગેરકાયદેસર દબાણો દૂર કરવામાં આવ્યા હતા.

વર્ષ 2016 માં આ આવાસ યોજનાના મકાનો માટે વડોદરા મહાનગરપાલિકા દ્વારા જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવી હતી.આ યોજના અન્વયે કુલ 376 મકાનો બાંધવામાં આવનાર છે.ટીપી 3 ફાઇનલ પ્લોટ નંબર 766 ખાતે કુલ બે પાકા મકાનો નું દબાણ થયું હતું જેના કારણે એક બ્લોકમાં બનનારા કુલ 168 મકાનોની કામગીરી સદંતર ઠપ થઈ ગઈ હતી.આ જગ્યા પ્રધાનમંત્રી આવાસ યોજના માટે મંજૂર કરવામાં આવી હતી ત્યારે વડોદરા પબલિક સ્કૂલની એકદમ સામે ગેરકાયદેસર રીતે કેટલાક ઈસમો દ્વારા આ યોજનાની જમીન પર મકાન બાંધવામાં આવ્યા હતા અને અન્ય વ્યક્તિને વેચી દેવામાં આવ્યા હતા. આ બાબતે પાલિકાની દબાણ શાખાને ટીમે જેસીબી મશીન અને પોક લેન્ડ મશીન ની મદદથી તાત્કાલિક અસરથી આ દબાણો દૂર કરવામાં આવ્યા હતા.

ગેરકાયદ દબાણોની કામગીરી ચાલુ રહેશે
છેલ્લા ચાર વર્ષથી દંતેશ્વર વાઘોડિયા રોડ ઉપર આવેલ પ્રધાનમંત્રી આવાસ યોજનામાં કેટલાક ઈસમો દ્વારા ગેરકાયદે મકાનો ઊભા કરી તેને વેચી દેવાયા હતા જેના લીધે આ કામગીરી અટકી પડી હતી. જે મકાનો હમણાં તોડવામાં આવ્યા છે તેમને પણ આ આવાસ યોજનામાં લાભ અપાશે. આ યોજનામાં કુલ 376 જેટલા મકાનો બનવા જઈ રહ્યા છે આગામી સમયમાં પણ ગેરકાયદેસર દબાણોની કામગીરી ચાલુ રહેશે અને દબાણો દૂર કરાશે. – કેયુર રોકડિયા, મેયર રાજેન્દ્ર િત્રવેદી અને પ્રેમલ

મોદીના હાથ નીચે જ બધુ ચાલતુ
અમે 2003 થી રહીએ છીએ આ મકાનની જગ્યા અમે જીગા જોશી પાસેથી લીધી હતી એ ટાઈમે એમના કોઈ પૂર્વ મહેસુલ મંત્રી રાજેન્દ્રભાઈ ત્રિવેદી, પ્રેમલ મોદી ગમે તે કોઈ પણ હોય તેમના હાથ નીચે ચાલતું હતું બે ત્રણ વખત નોટિસ આવી ત્યારે અમે એમને કીધું હતું કે સાહેબ આ નોટિસ આવી રહી છે આનું કેવું.તો તેમણે જણાવ્યું કે તમારે ગભરાવાનું નહીં અમે બેઠા છે ને તમારા કાગળિયા થઈ જશે પછી અમે એક સાઈડના મકાનના ત્રીસ લાખ રૂપિયા આપ્યા છે અને એવુંને એવું બીજી સાઈડનું છે એના બીજા 30 લાખ આપ્યા.કુલ 60 લાખ રૂપિયા આપ્યા અને અમારું પાછું બાંધકામ ક્યાં ગયું?
– ભાવેશ મોદી, મકાન માલિક

Most Popular

To Top