National

ચંદ્રયાન-૨ દ્વારા ચંદ્ર પર પાણીના બિંદુઓની હાજરી શોધી કાઢવામાં આવી

ચંદ્રયાન-૨, કે જે ઇસરોનું બીજું લ્યુનાર મિશન છે તેણે ચંદ્ર પર પાણીના સૂક્ષ્મ બિંદુઓની હાજરી શોધી કાઢી છે, એમ આ મિશન દ્વારા પ્રાપ્ત કરવામાં આવેલા ડેટા પરથી જાણવા મળે છે.ભારતીય અવકાશ સંશોધન સંસ્થા (ઇસરો)ના ભૂતપૂર્વ અધ્યક્ષ એ. કિરણકુમાર જેના સહ-લેખક છે તેવા એક પેપરમાં જણાવવામાં આવ્યું છે કે ઇમેજીંગ ઇન્ફ્રારેડ સ્પેકટ્રોમીટર(આઇઆઇઆરએસ) એ ચંદ્રયાન-૨ પરના પેલોડ્સમાંનુ એક છે, તેના દ્વારા આ ડેટા ભેગો કરવામાં આવ્યો છે.

આઇઆઇઆરએસ દ્વારા શરૂઆતમાં ભેગો કરવામાં આવેલો ડેટા સ્પષ્ટપણે દર્શાવે છે કે લ્યુનાર હાઇડ્રેશનની વ્યાપક હાજરી છે અને ચંદ્ર પર નિર્વિવાદ રીતે ઓએચ અને એચટુઓના ચિન્હો ૨૯ અંશ ઉત્તર અને ૬૨ અંશ ઉત્તર અક્ષાંસ વચ્ચે જણાયા છે જે રિફલેકશન ડેટામાં કરાયેલ ફિઝિક્સ બેઝ્ડ થર્મલ કરેકશન શામેલ કરાયા બાદ જણાયા છે એમ આ પેપરમાં જણાયું છે જે હાલના સાયન્સ જર્નલમાં પ્રકાશિત થયું છે. ખનિજ સમૃદ્ધ ખડકોમાં ઓએચ(હાઇડ્રોક્સીલ) અને એચટુઓ(પાણી)ના સૂક્ષ્મ કણોની હાજરી જણાઇ છે.

ચંદ્રયાન-૨ તેના ઇચ્છિત પરિણામો હાંસલ કરી શક્યું નથી તે સંદર્ભમાં પણ તેણે કરેલી આ શોધ મહત્વની બની રહે છે. અત્રે ઉલ્લેખનીય છે કે ૨૨ જુલાઇ ૨૦૧૯ના રોજ લોન્ચ કરવામાં આવેલ ચંદ્રયાનના વિક્રમ લેન્ડરને ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર ઉતારવાની યોજના હતી. જો કે નિયત કાર્યક્રમ મુજબ વિક્રમ લેન્ડર સાતમી સપ્ટેમ્બરના રોજ ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર ઉતર્યું તો હતું પરંતુ તેનું હાર્ડ લેન્ડિંગ થયું હતું અને પછડાઇને ઉંધુ વળી ગયું હતું અને કોઇ કામગીરી કરવા માટે સક્ષમ રહ્યું ન હતું. હવે ચંદ્રની આજુબાજુ ભ્રમણ કરતા ચંદ્રયાન-૨ તરફથી જે ડેટા ભેગો કરવામાં આવે છે તે જ પૃથ્વી સુધી પહોંચે છે.

Most Popular

To Top