Comments

રાજ્યોમાં ઉપમુખ્યમંત્રીની પ્રથા હવે પરમ્પરા બની ગઈ છે

છેલ્લા કેટલાક વર્ષોથી રાજ્યોમાં કોઈ પણ પક્ષ ચૂંટણી જીતે પછી સરકારની રચનામાં એક વાત જરૂર બનવા લાગી છે. ઉપમુખ્યમંત્રી પદ. અને એમાં એક બે નહિ પાંચ પાંચ ઉપમુખ્યમંત્રીઓ બન્યાના દાખલા છે. આ હોદો ભલે બ્ન્ધાર્નીય ના હોય પણ આ પ્રથા હવે પરમ્પરા બની ગઈ છે. એન એ પાછળ રાજકીય મજબૂરી અને જ્ઞાતિનાં સમીકરણો બેસાડવા સિવાય કોઈ મતલબ હોતો નથી. દેશના ૨૯ રાજ્યો અને આઠ કેન્દ્ર શાસિત રાજ્યો છે અને અત્યારે ૧૪ રાજ્યોમાં ઉપમુખ્ય્મન્ત્રીઓ છે અને સમય જતા કદાચ દરેક રાજ્યમાં ઉપમુખ્યમંત્રીનો હોદો કાયમી બની જાય એવું અત્યારની સ્થિતિએ લાગી રહ્યું છે.

દેશમાં સૌથી પહેલા ઉપુખ્યમંત્રી બનવાનું નસીબ જેમના ભાગ્યમાં લખાયું એમનું નામ છે અનુરાગ સિન્હા. બિહારથી આ હોદાની શરૂઆત થઇ અને બિહાર આ મુદે સૌથી અગ્રસર છે. ૧૯૫૭માં ડૉ. શ્રીકૃષ્ણ સિન્હાના મંત્રી મંડળમાં અનુરાગ આ હોદો ભોગવતા હતા. અને ત્યારથી બિહારમાં અનેકવાર આવા હોદા પર નેતાઓની નિયુક્તિ થઇ છે અને એમાં સુશીલકુમાર મોદીએ રેકર્ડ સર્જ્યો છે. એનડીએ સરકારમાં નીતીશકુમારની આગેવાની સરકાર ચાલી એમાં મોદી ૧૩ વર્ષ ઉપમુખ્યમંત્રી રહ્યા. પણ ક્યારેય મુખ્યમંત્રી ના બની શક્યા. આજે ય નીતિશ સરકારમાં તેજસ્વી યાદવ આ હોદા પર છે.

દેશના સૌથી મોટા રાજ્યમાં પણ આવું બનતું આવ્યું છે. સૌપ્રથમ બીજેએસની ચૌધરી ચરણસિંહ મુખ્યમંત્રી બન્યા ત્યારે રામપ્રકાશ ગુપ્તા ઉપમુખ્યમંત્રી બન્યા. અને આજે યોગી સરકારમાં કેશવપ્રસાદ અને બ્રિજેશ પાઠક આ હોદા પર છે. આવી નિયુક્તિ શા માટે થઇ એ સુવિદિત છે. મહારાષ્ટ્રમાં દેવેન્દ્ર ફળનવીસનો કિસ્સો પણ અજીબ છે. એ મુખ્યમંત્રી રહી ચુક્યા હતા પણ શિંદે સરકારમાં એમણે ઉપમુખ્યમંત્રી પદ સ્વીકારવું પડ્યું અને હવે અજીત પવાર પણ એમની બરોબરીમાં બેઠા છે.

હિમાચલ અને કર્નાટકમાં કોંગ્રેસ સરકાર છે અને ત્યાં પણ આવા હોદા પર નેતાઓ બિરાજમાન છે. ગુજરાત માં ચીમનભાઈ પટેલથી શરૂઆત થઇ હતી. ઘનશ્યામ ઓઝા મુખ્યમંત્રી હતા ત્યારે ચીમનભાઈ ઉપમુખ્યમંત્રી બન્યા એ પછી કાન્તીભાઈ ઘીયા , કેશુભાઈ પટેલ , નરહરી અમીન અને છેલ્લે નીતિન પટેલ ઉપમુખ્યમંત્રી બન્યા. પણ આંધ્રપ્રદેશની વાય એસ જગન રેડ્ડી સરકારે હદ કરી નાખી. પાંચ પાંચ ઉપમુખ્યમંત્રી નિમાયા છે. અમ્ઝાથ ક્રિશ્ના દાસ , બૂડી મુત્યાલા નાયડુ , કે નારાયણ સ્વામી , કોત્તું સત્યનારાયણ , રંજન દેવરા પેદ્દીકા . આ પાંચ છે ઉપમુખ્યમંત્રી . સાચવી લેવા માટે આવી નિયુક્તિ થાય છે અને જ્ઞાતિના સમીકરણો પણ કારણભૂત હોય છે.

આવા હોદાઓથી શું સરકારને કે સરકારી વહીવટને ફાયદો થાય છે? એવું મોટાભાગના કેસમાં બનતું નથી. આ હોદો કેબીનેટ મંત્રીની કક્ષાનો ગણાય છે. એમને કેટલાક ખાતા પણ અપાય છે. અને જો ઓછા મહત્વના ખાતા અપાય તો આ હોદો માત્ર સ્ટેટસ સિમ્બોલ બની જાય છે. ભાજપે તાજેતરમાં ત્રણેય હિન્દી રાજ્યોમાં પ્રતીતિજનક વિજય મેળવ્યો અને ત્રણેય માં બે બે ઉપમુખ્યમંત્રીઓ બનાવાયા. એ શું દર્શાવે છે. રાજકીય સમીકરણો , જ્ઞાતિ સમીકરણો સિવાય શું કારણ છે? લાગે છે કે, થોડા વર્ષોમાં એવું બનશે કે, કોઈ પણ રાજ્ય એવું નહી હોય કે ,જ્યાં ઉપમુખ્યમંત્રી નહિ હોય. રાષ્ટ્રીય કક્ષાએ નાયબ વડાપ્રધાન પણ નેતાઓ બન્યા છે. સરદાર પટેલથી એલ કે અડવાણી સુધીના કિસ્સા છે પણ એ સંજોગો કદાચ જુદા હતા. એની અલગથી ચર્ચા થઇ શકે. [અન રાજ્યોમાં ઉપમુખ્યમંત્રી નીમવાની પરમ્પરા બની રહી છે એ ઠીક તો નથી જ.

શિવરાજ , સિંધિયા અને રમણસિંહ : હવે શું ?
ભાજપે ત્રણ રાજ્યોમાં જે રીતે મુખ્યમંત્રીઓની પસંદગી કરી એ અન્ય પક્ષો જ નહિ પણ ભાજપના લોકો માટે પણ આશ્ચર્યજનક છે. મીડિયા કેટલાક નામોની વાત કરતુ રહ્યું અને દર વેળાની જેમ જ મોદીએ અલગ જ નામની પસંદગી કરી. એ પાછળ નેતાઓની નવી હરોળ ઉભી કરવાનો પણ ઈરાદો છે. શિવરાજ સિંહ , વસુંધરા રાજે અને રમણ સિંહને ફરી મુખ્યમંત્રી ના બનાવાયા. અલબત આ બધા નેતાની ઉમર એટલી બધી તો નથી જ . અને ભાજપના ૭૫ વર્ષના નિયમ સુધી તો નહોતી જ. પણ એક રીતે જોઈએ તો કોઈ નેતા ક્યાં સુધી એક પદ પર રહ્યા કરે? બીજા નેતાઓનો વારો ક્યારે આવે? શિવરાજ ત્રણ ટર્મ રહ્યા અને એ લોકસભામાં પણ ત્રણ ટર્મ રહ્યા. અને હવે ફરીથી એમણે વિદિશ બેઠક પરથી લોકસભામાં લડાવવામાં આવશે એમ કહેવામાં આવે છે. પણ અંદરથી દુખી શિવરાજે કહ્યું કે, હું દિલ્હી નહિ જાઉં. અને કોઈ માગણી કરવા કરતા મરવાનું પસંદ કરું.

વસુંધરા રાજે રાજસ્થાનમાં ભાજપ માટે એક સમસ્યા રહી છે. આ વેળા પણ એમને બહુ મહત્વ નહોતું અપાયું અને રાજનાથ સિંહે જે રીતે વિધાનસભાના સભ્યોની બેઠકમાં વસુંધરાને ચિઠ્ઠી પકડાવી અને એમાં નામ જોઈ એ આશ્ચર્યચકિત થયા એ દર્શાવે છે કે, એમની નારાજગી છે. પણ શું એમને કેન્દ્રમાં કોઈ જવાબદારી અપાશે? કેન્દ્રીય નરેન્દ્રસિંહ તોમરને ચૂંટણી લડાવાઈ અને હવે એમને સ્પીકર બનાવી દેવાયા છે , એનો અર્થ એ થયો કે, એમનું રાજકારણ અસ્ત થવા જઈ રહ્યું છે. ડૉ. રમણસિંહને પણ બીજીવાર મુખ્યમંત્રી ના બનાવાયા. આ બધા કિસ્સામાં ચેર્ચા એ છે કે, આવું કેમ કર્યું , નરેન્દ્ર મોદીએ.

ભાજપમાં મોદીએ એક નવી નેતાગીરી સર્જવા પ્રયત્નો કર્યા છે અને એમાં સફળતા પણ મેળવી છે. કોંગ્રેસ એવું કરી શકી નથી અને એ કારણે કેટલીક સમસ્યા રહી છે. જેમ કે, મધ્યપ્રદેશમાં જ્યોતિરાદીત્ય સિંધિયાને મુખ્યમંત્રી ના બનાવાયા અને સરકાર પડી . સિંધિયા ભાજપમાં ગયા. અને કેન્દ્રમાં મંત્રી બન્યા. હા, એ મુખ્યમંત્રી બની શક્યા નથી. રાજસ્થાનમાં સચિન પાયલોટને મુખ્યમંત્રી ના બનાવાયા અને શું પરિણામ આવ્યું? કમલનાથ અને ગેહલોટ પક્ષને જીતાવી ના શક્યા? વાત સીધી સાદી છે. નેતાઓની નવી હરોળ ઉભી થવી જ જોઈએ. એમાં કેટલાક જોખમો છે એ લવા જોઈએ. હા, એટલું ખરું કે, જેમણે પક્ષ માટે લાંબી ઇન્નીંગ રમી હોય , પક્ષ માટે વર્ષો આપ્યા હોય એમની વિદાય પણ સન્માનજનક હોવી જોઈએ. અડવાણી કે મુરલી મનોહરને અપાઈ એવી નહિ. પણ નેતાઓ કોઈ પણ ઉમરે સત્તા છોડવા તૈયાર નથી થતા. એ તો કેમ ચાલે? રાજકારણમાં પણ નવી હરોળ થાય એ જરૂરી છે. પરિવર્તન એ સંસારનો નિયમ છે અને એ રાજકારણને પણ એટલો જ લાગુ પડે છે. પડવો જોઈએ.

શાહુકાર ધીરજ સાહુ !
કોન્ગ્રેસના રાજ્યસભાના સાંસદ ધીરજ સાહુનું નામ ભારતમાં જ નહિ પણ આખી દુનિયામાં ચર્ચામાં છે. એમની પાસેથી ૩૫૩ કરોડ રોકડા મળ્યા છ. આ આંકડો અધધ છે. અને આ મુદે ભાજપ કોંગ્રેસ પર વાર કરે એ સ્વાભાવિક છે. કોંગ્રેસ પાસે કે વિપક્ષ પાસે શું જવાબ હોઈ શકે? કોંગ્રેસે સાહુથી હાથ દ્ધોયા છે અને નાણા ક્યાંથી આવ્યા એનો ખુલાસો માગ્યો છે. પણ કોન્મ્ગ્રેસ આ મુદે સાહુને પક્ષમાંથી સસ્પેન્ડ કે હાંકી કાઢી દાખલો બેસાડી શકી હોત. પણ એવું થયું નથી. આ કોંગ્રેસની નબળાઈ છે. મનમોહન સરકારમાં ભ્રષ્ટાચાર થયો અને એ જ કારણે કોંગ્રેસે સત્તા ગુમાવી અને આજે કોંગ્રેસ તળિયે પહોચી છે. કેટલાક પગલાઓ લેવા અનિવાર્ય હોય છે પણ કોંગ્રેસ ચુકી જાય છે. અને એના પરિણામો ભોગવે છે.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top