Gujarat

આવતીકાલે ઉત્તરગુજરાતમાં માવઠાની શક્યતા, તાપમાનનો પારો પણ ગગડશે

આજે રાજયમાં અંશત: વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું. જયારે ગાંધીનગરમાં 11 ડિગ્રી ઠંડી નોંધાવવા પામી હતી. જયારે હવામાન વિભાગે ચેતવણી આપી હતી કે આગામી 48 કલાક પછી રાજયમા ઠંડીનો પારો 4 ડિગ્રી સુધી નીચે ગગડી જશે. જયારે તા.28મી ડિસે.એ રાજયમાં ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા તથા સાબરકાંઠામાં માવઠાની શકયતા રહેલી છે. આગામી 48 કલાક સુધી ઠંડી સ્હેજ ઘટેલી જોવા મળશે.

આજે રાજયમાં વાદળછાયું વાતાવરણના પગલે ઠંડીના પ્રમાણમાં સ્હેજ ઘટાડો નોંધાયો હતો.હવામાન વિભાગ દ્વારા રાજયમાં કમોસમી વરસાદની આગાહી કરાઈ છે. આગામી તા.28મી ડિસે.ની આસપાસ રાજયમાં માવઠાની શકયતા રહેલી છે.જેમાં ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા તથા સાબરકાંઠામાં વરસાદ થવાની સંભાવના છે. હવામાન વિભાગના સત્તાવાર સૂત્રોએ કહ્યું હતું કે રાજયના અન્ય શહેરો પૈકી અમદાવાદમાં 13 ડિ.સે., ગાંધીનગરમાં 11 ડિ.સે., ડીસામાં 14 ડિ.સે., વડોદરામાં 16 ડિ.સે., સુરતમાં 17 ડિ.સે., વલસાડમાં 16 ડિ.સે., ભૂજમાં 17 ડિ.સે., નલિયામાં 14 ડિ.સે., ભાવનગરમાં 17 ડિ.સે.,રાજકોટમાં 17 ડિ.સે., સુરેન્દ્રનગરમાં 16 ડિ.સે. લઘુત્તમ તાપમાન નોંધાયુ હતું.

Most Popular

To Top