હમણાં દશેક દિવસ હિમાચલના પ્રવાસે જવાનું થયું. ત્યાં મોબાઇલ સિગ્નલ નહીં આવે તેથી ‘ગુજરાતમિત્ર’ દૈનિકના વાચનથી વંચિત રહ્યાં. ઘરે પરત આવી આખો દિવસ ‘ગુજરાતમિત્ર’ના વાચનમાં પસાર કર્યો. ઘણો જ આનંદ થયો. અમારા પરિવારનું એક માત્ર માનીતું પ્રિય અખબાર એટલે જ ‘ગુજરાતમિત્ર’. ‘ગુજરાતમિત્ર’નું વાચન ન કરીએ તે દિવસે કાંઇક ખૂટતું જ લાગે. આ જે અમારો ‘ગુજરાતમિત્ર’ દૈનિક માટેનો એકતરફી પ્રેમ! ‘ગુજરાતમિત્ર’ એટલે સ્ટાન્ડર્ડ અને ઓથેન્ટિક સમાચારપત્ર. ‘ગુજરાતમિત્ર’ના શબ્દે શબ્દે મિત્રતાનો અહેસાસ થાય છે. આજે અસંખ્ય વર્તમાનપત્રો વચ્ચે પણ ‘ગુજરાતમિત્રે’ એની લોકપ્રિયતા ગુમાવી નથી તેનો અંગત રીતે આનંદ છે જ!
સુરત – રમેશ પટેલ– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.
ગરીબ ‘ફકીર’ના જલ્સા જુઓ
2014માં ભારતના પ્રધાનમંત્રી બનેલા મોદીજી પોતાને ફકીર કહેવડાવે છે. ભર જુવાનીમાં ભિક્ષા માંગીને 35 વર્ષ કાઢયાં હોવાનું તેઓ જણાવે છે. ખેર, આ તો ભૂતકાળની વાત થઇ. આજે તેઓ બાદશાહી ખર્ચા કરી દેશની તિજોરી ખાલી કરી રહ્યા છે. કેટલાક આરટીઆઇ એકટીવિસ્ટોએ મેળવેલી માહિતી મુજબ જુઓ એમના કેટલાક સુટની નંગ દીઠ કિંમત 10 લાખ રૂા. સુધીની છે. એમના માટે ભોજનમાં 35 હજાર રૂા. કિલોના મશરૂમનું સુપ દરરોજ તૈયાર થાય છે. એમની હેર ડ્રેશર યાને બ્યુટીશ્યનને મહિને 15 લાખ રૂા. પગાર ચુકવાય છે. એમની એક એક રેલી કે રોડ શોનો ખર્ચ અંદાજે 50 કરોડ થાય છે. એમણે 9 વર્ષમાં 1200થી વધુ રેલી અને રોડ શોના તમાશા કર્યા છે, હવે ખર્ચ ગણી લેજો. એમના પર્સનલ ઉપયોગ માટે ખરીદાયેલ વિમાનની કિંમત 7500 કરોડ રૂા. છે.
સ્ટેન્ડ બાય હેલીકોપ્ટર 270 કરોડનું છે. એમની કારની કિંમત 12 કરોડ રૂા.છે. એક આરઆઇટી અરજીના જવાબ મુજબ પ્રધાનમંત્રી મોદીના ભોજન પાછળ 7 વર્ષમાં 100 કરોડ રૂા. વપરાયા છે. આ પીએમઓ કાર્યાલયે આપેલ માહિતી મુજબ છે. આપણા ગરીબ દેશનો આ કહેવાતો ઝોલા છાપ ફકીર કેટલો મોંઘો પડે છે એ વિચારી લેજો. આ કહેવાતો ફકીર મુગલકાળના બાદશાહોને ય ઝાંખા પાડે એવી બાદશાહી પ્રજાના રૂપિયે ભોગવે છે.
સુરત – જીતેન્દ્ર પાનવાલા– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.