વડોદરા: વડોદરા શહેરના વિવિધ વિસ્તોરમાં દહેવ્યાપારોનો ધંધો ચાલી રહ્યો છે. તેમા ખાસ કરીને વડોદરાના પોશ વિસ્તારમાં સ્પાની આડમાં કુંટણખાના પણ ધમધમતા હોય છે. જેમાં સંચાલકો દ્વારા બહારથી પરપ્રાંતિય સેકસ વર્કરોને બોલાવીને દેહવ્યાપારનો ધંધો ચલાવવામાં આવી રહ્યો છે. પરંતુ પોલીસ જાણે કુંભકર્ણની નિદ્રામાં હોય તેમ દરોડો પાડવા માટે પણ અનુકૂળ મુહૂર્તનું રાહ જોઇને બેઠી હોય તેવી લાગી રહ્યું છે. પોતાના વિસ્તારમાં સ્પાની આડમાં કુંટણખાન અ્ને દેહવ્યાપારનો ધંધો ચાલતો હોવા છતાં સ્થાનિક પોલીસ પણ ઉંંઘતી હોય છે.
તેમને ગંધ સુદ્ધા આવતી નથી કે આ વિસ્તારમાં કુંટણખાનું ચાલી રહ્યું છે.તાજેતરમાં સમા વિસ્તારમાંથી સ્થાનિક પોલીસને દરોડો પાડીને એક અન્ના સ્પાની આડમાં ધમધમતુ કૂંટણખાનું ઝડપી પાડ્યું હતું. જેમાં ગોરવાના સંચાલક દ્વારા ગ્રાહક દીઠ 2500 રૂપિયા વસૂલવામાં આવતા હતા. જેમાંથી યુવતીઓને 1500 રૂપિયા આપીને બાકીનું કમિશન મેળવતા હોય છે. છેલ્લા પાંચ વર્ષમાં ઇમમોરલ હ્યુમનટ્રાફિકિંગના પાંચ કેસ કરવામાં આવ્યા છે. એટલેક પ્રતિ વર્ષ એક કરવામાં આવતો હોય છે. જેને લઇને દેહવ્યાપારની ગેરકાયદે પ્રવૃતિ સાથે સંકળાયેલા લોકોને મોકળુ મેદાન મળી જતુ હોય છે. કેટલા વિસ્તારોમાં પણ રહેણાક મકાનોમાં પણ કુંટણખાનું ચલાવતા હોય છે. જેના કારણે સ્થાનિક લોકો સાથે આના સંચાલક સાથે સાથે ઝઘડા થતા હોવાના પણ બનાવો બન્યા છે.
શહેરના પોષ વિસ્તારમાં મોટી સંખ્યામાં ચાલતા સ્પામાં તપાસ થશે?
ઇમમોરલ હ્યુમન ટ્રાફિકિંગની યુનિટ દ્વારા સ્પા પર રેડ કરવાની હોય છે. તો શુ સ્થાનિક પોલીસ દ્વારા સ્પામાં ચાલતા હોવાની જાણ હોવા છતાં કેમ રેડ કરવામાં આવતી નથી. શહેરના પોષ સહિતના ઘણા વિસ્તારમાં મોટી સંખ્યામાં સ્પાની આડમાં કૂંટણખાના ચાલી રહ્યા છે. તો સ્થાનિક પોલીસ દ્વારા કાર્યવાહી કેમ કરવામાં આવતી નથી.
કેટલીક મહિલાઓ કમિશનની લાલચમાં મકાન ભાડે રાખી દેહવ્યાપાર કરાવે છે
સ્પાની આડમાં સંચાલકો દ્વારા લલનાઓને બહારથી બોલાવાતી હોય છે. તેમાં મોટાભાગે નાગાલેન્ડ થાઇલેન્ટ અને પશ્ચિમ બંગળાની યુવતીઓ દ્વારા દેહ વ્યાપાર કરાવવામાં આવતું હોય છે. કેટલીક મહિલાઓ શહેરના રહેણાક વિસ્તારમાં મકાનો ભાડે રાખીને કૂંટણખાનું ચલાવતી હોય છે. પરંતુ તેમની સામે કેમ કાર્યવાહી કરવામાં આવતી નથી.
શહેરમાંથી છેલ્લા પાંચ વર્ષમાં 6 કૂંટણખાના ઝડપાયાં
વર્ષ 2019 2020 2021 2022 2023
આંક 01 01 01 01 02
દેહ વ્યાપારનો પ્રકાર બદલાયો અગાઉ ખુણે ખાચરે ચાલતો આ વ્યવસાય હવે ખુલ્લેઆમ સ્પાની આડમાં ચાલી રહ્યો છે