World

ભારત સામે યુદ્ધ લડવાથી પાકિસ્તાનને નુકસાન થયું, પાક પીએમના સૂર બદલાયા

નવી દિલ્હી: આર્થિક સંકટમાં ફસાયેલુ પાકિસ્તાન (Pakistan) અનાજ અને પૈસા મેળવવા માટે હવાતિયા મારી રહ્યું છે. ગરીબી – બેકારીએ મોઢુ ફાડતા આખરે પાકિસ્તાનને ડહાપણની દાઢ ફુટી છે. હાલ પાકિસ્તાન આર્થિક સંકટમાંથી પસાર થઇ રહ્યું છે. હાલત એવી છે કે ત્યાંના લોકોને ખાવા માટે લોટ નથી મળતો. આ દરમિયાન પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફનું (Pakistan PM Shahbaz Sharif) એક નિવેદન સામે આવ્યું છે, જેમાં પાડોશી દેશનો સૂરત બદલાતો જોવા મળી રહ્યો છે. પાકિસ્તાની વડાપ્રધાને કહ્યું કે પાકિસ્તાને તેનો પાઠ શીખી લીધો છે અને હવે તે શાંતિથી જીવવા માંગે છે.

એક ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં પાકિસ્તાનના વડાપ્રધાને એમ પણ કહ્યું છે કે તેઓ ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી (Narendra Modi) સાથે દરેક સમસ્યા પર ચર્ચા કરવા તૈયાર છે. શાહબાઝ શરીફે કહ્યું કે હું નરેન્દ્રભાઇ મોદીને અપીલ કરૂં છું કે આપણે વાટાઘાટોના ટેબલ પર બેસીને દરેક મુદ્દાને ઉકેલવાનો પ્રયાસ કરીએ. ભારત સાથેના સંબંધો સુધારવાની હિમાયત કરતા પાકિસ્તાની વડાપ્રધાને કહ્યું કે અમે પડોશી છીએ. શાંતિથી જીવવું એ આપણા પર છે. પ્રગતિ કરો અથવા એકબીજા સાથે લડો અને સમય અને સંસાધનોનો બગાડો કરો. તેમણે વધુમાં કહ્યું, ‘અમે ભારત સાથે ત્રણ યુદ્ધો લડ્યા છે અને દરેક વખતે લોકો માટે વધુ ગરીબી અને બેરોજગારી લાવ્યા છે. અમે અમારો પાઠ શીખી લીધો છે અને અમે શાંતિથી જીવવા માંગીએ છીએ.‘

પાક વડાપ્રધાનની નરેન્દ્ર મોદીને અપીલ, ચાલો બેસીને વાત કરીએ
શાહબાઝ શરીફે કહ્યું કે, અમે અમારી સમસ્યાના ઉકેલ માટે તૈયાર છીએ. વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મારો સંદેશ છે કે ચાલો બેસીને વાત કરીએ. પાકિસ્તાન નથી ઇચ્છતું કે આપણે બોમ્બ અને ગનપાઉડર બનાવવામાં અમારા સંસાધનો પાકિસ્તાન ભારત સાથે ત્રણ વખત સીધું યુદ્ધ લડી ચૂક્યું છે અને ત્રણેય વખત હાર્યું છે. ભારત અને પાકિસ્તાન વચ્ચે ખર્ચીએ. પરમાણુ શક્તિ હોવાનો ઉલ્લેખ કરીને શરીફે કહ્યું કે યુદ્ધ કોઇના માટે સારૂં નથી.

1965થી અત્યાર સુધી પાક-ભારત વચ્ચે ત્રણ યુદ્ધ થયા
પ્રથમ યુદ્ધ 1965માં થયું હતું. તે સમયે ભારતના વડાપ્રધાન લાલ બહાદુર શાસ્ત્રી હતા અને પાકિસ્તાનમાં જનરલ યાહ્યા ખાનના નેતૃત્વમાં લશ્કરી શાસન હતું. ભારતીય સેનાએ પાકિસ્તાન પર તબાહી મચાવી હતી. ભારત અને પાકિસ્તાન વચ્ચે બીજું યુદ્ધ 1971માં થયું હતું. આ યુદ્ધમાં પાકિસ્તાનને એવી શરમજનક હાર મળી હતી જેમાંથી તે આજદિન સુધી બહાર નીકળી શક્યું નથી. 71 ના યુદ્ધમાં પાકિસ્તાનના બે ટુકડા થઇ ગયા અને બાંગ્લાદેશની રચના થઇ. આ યુદ્ધમાં ભારતે અમેરિકા જેવી મહાસત્તાના દબાણને ફગાવી દીધું હતું. યુદ્ધમાં પાકિસ્તાનના 90 હજાર સૈનિકોએ આત્મસમર્પણ કર્યું હતું. આ પછી ભારતની સૈન્ય રણનીતિના સમગ્ર વિશ્વમાં વખાણ થયા હતા.

1999માં કારગીલમાં પાકિસ્તાન દ્વારા ત્રીજું યુદ્ધ કરાયું હતું. હતી. તાશ્કંદ કરાર પછી લાંબા સમય બાદ આ હુમલો કરાયોહતો. આ દરમિયાન પાકિસ્તાની સૈનિકો શિયાળાની ઋતુમાં છૂપી રીતે આવીને શિખરો પર બેસી ગયા હતા. બાદમાં ભારતે ફરી એકવાર મોટું અભિયાન ચલાવીને તમામ ચોકીઓ કબજે કરીને પાકિસ્તાનને અરીસો બતાવ્યો હતો. પહેલા તો પાકિસ્તાને આ યુદ્ધમાં તેના સૈનિકોની હાજરીનો ઇનકાર કર્યો હતો, પરંતુ બાદમાં તેના નેતૃત્વએ સ્વીકાર્યું કે તે તત્કાલિન જનરલ પરવેઝ મુશર્રફના મગજની ઉપજ હતી. મુશર્રફને આશા હતી કે પાકિસ્તાની સેના ભારત પાસેથી આ વિસ્તાર છીનવી લેશે, પરંતુ ભારતના બહાદુર સૈનિકોએ તેમની યોજનાને નષ્ટ કરી દીધી.

Most Popular

To Top