આજે ગુરુવારે બપોરે અમદાવાદમાં બનેલી પ્લેન ક્રેશની ઘટનામાં અનેક ચર્ચાઓ ઉઠી રહી છે. એક ચર્ચા અનુસાર પ્લેન ટેક ઓફ બાદ મેઘાણીનગર ખાતે આવેલી રેસિડેન્ટ ડોક્ટરોની હોસ્ટેલ બિલ્ડિંગ સાથે ટકરાયું હતું. પ્લેનનો પાછળનો ભાગ હોસ્ટેલ બિલ્ડિંગને અડ્યો હતો, જેના લીધે પ્લેનમાં ધડાકાભેર વિસ્ફોટ થયો હતો. અકસ્માત થયો ત્યારે બિલ્ડિંગમાં 25થી વધુ રેસિડેન્ટ ડોક્ટર હતા. તેઓ પૈકી કેટલાંકના મૃત્યુ થયાના તેમજ અનેક ઈજાગ્રસ્ત થયા હોવાના અહેલા છે. હજુ સુધી આ અંગે ચોક્કસ માહિતી બહાર આવી નથી.
- પ્લેનનો પાછળનો ભાગ રેસિડેન્ટ ડોક્ટરના હોસ્ટેલ બિલ્ડિંગ પર ટકારાયું હતું
- હોસ્ટેલમાં 25થી વધુ ડોક્ટરો હતા, જે હાલ ઈન્જર્ડ હોવાની ચર્ચા
કહેવામાં આવી રહ્યું છે કે અમદાવાદ એરપોર્ટ પરથી વિમાન ઉડાન ભર્યા પછી તરત જ આ અકસ્માત થયો હતો. પ્રારંભિક માહિતી અનુસાર, વિમાનમાં 242 લોકો સવાર હતા, જેમાં 2 પાઇલટ અને 10 કેબિન ક્રૂ સભ્યોનો સમાવેશ થાય છે.

અમદાવાદમાં એર ઇન્ડિયાના ક્રૂ સાથે જોડાયેલી કેબિન ક્રેશની ઘટનાએ મેડિકલ જગતને પણ હચમચાવી નાખ્યું, કારણ કે આ અકસ્માત મેડિકલ કોલેજની ઇમારત સાથે અથડાયા બાદ થયો હતો. અકસ્માત સમયે ઘણા સ્ટાફ સભ્યો અને કેટલાક વિદ્યાર્થીઓ પણ બિલ્ડિંગમાં હાજર હતા.
અકસ્માત પછી બહાર આવેલી તસવીરોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે મેડિકલ કોલેજની બહારની દિવાલો અને બારીઓને ભારે નુકસાન થયું છે. ઇમારતના આખા માળને નુકસાન થયું હતું, જેના કારણે કાટમાળ ચારે બાજુ ફેલાયેલો હતો. રાહત અને બચાવ ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને કાર્યવાહી શરૂ કરી દીધી હતી.
અમદાવાદમાં ક્રેશ થયેલા વિમાનમાં આ 12 ક્રૂ સભ્યો હાજર હતા
કેપ્ટન (સીપી): સુમિત સભરવાલ
સ્ટાફ નં.: 80006359
ફર્સ્ટ ઓફિસર (એફઓ): ક્લાઇવ કુંદર
સ્ટાફ નં.: 80038104
સિનિયર કેબિન ક્રૂ (એસસીસી): શ્રદ્ધા ધવન
સ્ટાફ નં.: 80008726
સિનિયર કેબિન ક્રૂ (એસસીસી): અપર્ણા મહાડિક
સ્ટાફ નં.: 80008872
કેબિન ક્રૂ (સીસી): સૈનીતા ચક્રવર્તી
સ્ટાફ નં.: 8005100
કેબિન ક્રૂ (સીસી): નંગન્થોઈ શર્મા કોંગબ્રિલાટપમ
સ્ટાફ નં.: 80047565
કેબિન ક્રૂ (સીસી): દીપક પાઠક
સ્ટાફ નં.: 81033187
કેબિન ક્રૂ (સીસી): મૈથિલી પાટિલ
સ્ટાફ નં.: 80047429
કેબિન ક્રૂ (સીસી): ઇરફાન શેખ
સ્ટાફ નં.: 80058950
કેબિન ક્રૂ (CC): લેમનુથેમ સિંગસન
સ્ટાફ નંબર: 80046326
કેબિન ક્રૂ (CC): રોશની રાજેન્દ્ર સોંગારે – સ્ટાફ નંબર: 80055146 -કેબિન ક્રૂ (CC): મનીષા થાપા – સ્ટાફ નંબર: 80052782