આઝાદી પર્વની 75મી વર્ષગાંઠ નિમિત્ત અમદાવાદ સાબરમતિ આશ્રમથી દાંડી સુધી દાંડી યાત્રાનું પ્રસ્થાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે તા. 12.3.21ના રોજ થયુ. સને 2008માં પણ સ્વર્ણિમ યાત્રાનું આયોજન થયેલું. 1930માં ગાંધીજીના દાંડીયાત્રાનો મુખ્ય હેતુ અંગ્રેજોએ લાદેલા મીઠા કર વિરૂધ્ધ કર નાબુદીનો હતો એટલે હાલની દાંડી યાત્રાનો હેતુ કંઇક તો હોવો જોઇએ. પણ સ્પષ્ટ થતો નથી.
સવાલ છે કે કે ગાંધીજીના વિચારો અને સિધ્ધાંતોને ગ્રહણ કરીને જીવન પસાર કરનારા કેટલા? હાલના ડીજીટલ મેટ્રો અને બુલેટ ટ્રેનના જમાનામાં ગાંધીજી જેવુ બની શકાય? ગાંધીજીને બધા ગજવામાં જ યોગ્ય રીતે જાળવણી કરે તેટલુ પણ પૂરતુ છે. ગાંધીજીની આત્મરચના પાછળના પાના ઉપર ખુદ ગાંધીજીએ લખ્યું છે મારે દુનિયાને નવુ કંઇ શીખવવાનું નથી સત્ય અને અહિંસા અનાદિ કાળથી ચાલ્યા આવે છે. હાલના રાજકીય સામાજીક, સાંસ્કૃતિક આર્થિક સંજોગો જોતા ગાંધીજીના ગુજરાતની કલ્પના સાકાર થશે?
સુરત – ચંદ્રકાંત રાણા -આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.