વડોદરા : વડોદરા શહેરમાં રખડતા ઢોરોનો ત્રાસ તો શહેર નજીક ભણીયારા ગામે ભૂંડોના આતંકથી ગ્રામજનો હેરાન પરેશાન થઈ ઉઠ્યા છે.ભણીયારા ગામે આધેડને ભૂંડોએ બચકાં ભરી લેતા ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયેલા આધેડને સારવાર અર્થે વડોદરાની સયાજી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. શહેર નજીક ભણીયારા ગામના ઉ.વ.45 નટુભાઈ નાગજીભાઈ રાઠોડિયા રાત્રે ખેતરમાં કામ કરી રહ્યા હતા.દરમિયાન ભૂંડે હુમલો કરી શરીર પર બચકાં ભરી લેતા ગંભીર રીતે ઘવાયા હતા.
ઈજાગ્રસ્ત આધેડને સારવાર અર્થે વડોદરાની સયાજી હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવ્યા હતા. ભણીયારા ગામના ખેડૂત ભુપેન્દ્રભાઈ પટેલે જણાવ્યું હતું કે અમારા ખેતરમાં ભૂંડોનો એટલો બધો ત્રાસ છે કે બે ત્રણ દિવસમાં પાંચથી 6 લોકોને ભૂંડોએ બચકાં ભર્યા હતા.જે બાદ મારા એક ખેતમજૂરને ખેતરમાં આંટો મારવા ગયા હતા.તેઓને એટલી ગંભીર રીતે શરીર પર જ્યાં ત્યાં ભૂંડે બચકાં ભર્યા છે.અમારી સિમમાં ભૂંડોનો ખુબ જ ત્રાસ છે. પાકને પણ નુકશાન પહોંચાડી રહ્યા છે.તેમ છતાં તંત્ર દ્વારા આ મામલે કોઈ કાર્યવાહી કરવામાં નહીં આવતા આજે વધુ એક વ્યક્તિ ભૂંડોએ બચકાં ભરી લેતા ઈજાગ્રસ્ત થઈ હતી.