Vadodara

ઘર કંકાસના કેસમાં અટકાયત કરાતાં શખ્સે લોકઅપમાં જ ઝેર પી લીધું

વડોદરા : વડોદરા શહેરના સિટી પોલીસ મથકના લોકઅપ રૂમમાં ઘરેલુ ઝગડામાં અટકાયત કરેલ ઈસમે આપઘાત કરવાનો પ્રયાસ કરતા એસએસજી હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો.વડોદરાના સિટી પોલીસ સ્ટેશન વિસ્તારમાં થયેલા ઘર કંકાસના મામલે પોલીસે મુકેશ રાવળની મોડીરાત્રે 12 વાગે અટકાયત કરી હતી. મુકેશ રાવળની અટકાયત બાદ તેને પોલીસ દ્ધારા સિટી પોલીસ મથકના લોકઅપમાં રાખવામાં આવ્યો હતો.

ઘર કંકાસમાં પોલીસ દ્ધારા અટકાયત કરીને લોકઅપમાં રાખવામાં આવેલા મુકેશ રાવળે ગણતરીના કલાકોમાં જ લોકઅપ રૂમમાં ઝેરી દવા જેવું પ્રવાહી ગટગટાવી લેતા પોલીસ સ્ટેશનમાં ભાગદોડ મચી ગઈ હતી. યુવાને લોકઅપ રૂમમાં ઝેરી દવા પી લેતા પોલીસ દોડતી થઇ ગઇ હતી અને પોલીસે તુરંત જ મુકેશ રાવળને લોકઅપ રૂમમાંથી બહાર કાઢીને 108 એમ્બ્યુલન્સ મારફતે સારવાર અર્થે એસએસજી હોસ્પિટલ ખાતે ખસેડ્યો હતો. ઘરેલુ ઝઘડામાં મુકેશ રાવળની અટકાયત કરતી સિટી પોલીસ પર મુકેશ રાવલના મોટાભાઇએ સવાલ ઉઠાવ્યા હતા.

લોકઅપ રૂમ યુવાને આપઘાતનો પ્રયાસ કરતા પરિવારજનો દોડી આવ્યા હતા અને પોલીસની કામગીરી સામે સવાલો ઉઠાવ્યા હતા. આ ઉપરાંત પરિવારજનોએ પોલીસ સ્ટેશનમાં આક્રંદ કર્યું હતું. મુકેશ રાવળના મોટાભાઇ હિતેશ રાવળે જણાવ્યું હતું કે, અમારો ઘર ઘરનો ઝઘડો હતો. જેમાં મારા ભાઇનું ખોટુ નામ લખાવ્યું હતું. જેથી કંટાળીને મારા ભાઇએ ઝેર પી લીધી હતું. તેને ખોટુ કામ ન કર્યું હોવા છતાં તેને લોકઅપમાં પૂરી દેતા તેને આ પગલુ ભર્યું છે.

Most Popular

To Top