Vadodara

ભ્રષ્ટાચારનું પેચ વર્ક, ખાડા 48 કલાકમાં જ જૈસે થે

વડોદરા : શહેરમાં રસ્તા પરના ખાડા દૂર કરવા પાલિકા દ્વારા આધુનિક પદ્ધતિ અપનાવી જેટ પેચર્સ મશીન વડે પેચ વર્ક કરવાની શહેર માં 4 જગ્યા પર કરવામાં આવી હતી.48 કલાક માં જ જ્યાં રોડ પર પેચ વર્ક કરવામાં આવ્યું .ત્યાં વરસાદ પડતાં ફરી ખાડા પડી ગયા.અંજલિ જેટ પેચર્સ મશીન ના હેડે રોડ ની પેચ વર્ક ની કામગીરી બાદ 18 મહિના સુધી ગેરન્ટી આપી હતી પરંતુ એની પોલ 48 કલાક માં જ ખુલી ગઇ હતી.ડેમોસ્ટ્રેશન ની કામગીરી ફેલ ગઈ.રૂપિયા 4 કરોડ ના મશીન નું ટેન્ડર પાલિકા બહાર પાડે એ પેહલા 48 જ કલાક માં ખાડા પડી જાય તો આ મશીન ખરીદવા થી પાલિકા અને નાગરીકો ને સુ ફાયદો.સ્થાયી સમિતિ ના અધ્યક્ષ ડો હિતેન્દ્ર પટેલે જણાવ્યું કે રોડ નો બેઝ કાચો હોય તો ધોવાય જાય. અધ્યક્ષ માને છે કે અગાઉ ના શાસકો ના સમય માં રોડ ની કામગીરી બરાબર થઈ નથી. ઇજારદારો અને એન્જીનયરો એ મોનિતરીગ બરાબર કર્યું નથી.

વિશ્વ ટેકનોલોજીમાં હરણફાળ ભરતું થતાં રસ્તામાં દર વર્ષે ધોવાતાં ઠેર ખાડા પડી જાય છે.મેયર, સ્થાયી સમિતિના ,હોદેદારો બદલાય છે. પરંતુ અધિકારીઓના ગોઠવણને કારણે જ વર્ષોથી માનીતા કોન્ટ્રાક્ટરોને  કામ આપવામાં આવે છે.પાલિકા ટેક્નોક્રેટ મેયર કેયુર રોકડીયા આ વખતે નવી ટેકનોલોજી લાયા છે.વરસાદ દરમ્યાન શહેરના ધોવાઈ ગયેલા રસ્તાઓના સમારકામ માટે વડોદરા મહાનગર સેવાસદનએ કવાયત હાથ ધરી છે. શહેરમાં ખાડા પૂરવા માટે કોર્પોરેશને પેચિંગ મશીન મૂકવાનું આયોજન હાથ ધર્યું છે. વડોદરા શહેરમાં ૪ જગ્યા પર પેકિંગ મશીન રોડની ડેમોસ્ટ્રેશન ની કામગીરી કરવામાં આવી હતી જેમાં આદર્શ હોસ્પિટલ રેસકોર્સ ,પસાભાઈ પાર્ક રેસકોર્સ, પંડિયા બ્રિજ અને જેતલપુર રોડ પર કામગીરી હાથ ધરવામાં આવી હતી.

ગતરોજ શહેરમાં સામાન્ય વરસાદ પડ્યા બાદ પંડ્યા બ્રિજ ખાતે જે પેચવર્ક ની કામગીરી કરવામાં આવી હતી. તે કામગીરી જેસે થે ની પરિસ્થિતિ સર્જાઇ હતી.48 કલાક માજ પેચ વર્ક ની કામગીરી ના ખાડા ફરી પડી ગયા હતા. હજી તો પાલિકા વિચાર કરી રહી છે કે મશીન નું ટેન્ડર બહાર પાડે પહેલા ડેમોસ્ટ્રેશન સફળ થાય ત્યારબાદ જ જે કામગીરી કરવામાં આવે પરંતુ ૪૮ કલાકમાં ડેમોસ્ટ્રેશન ની કામગીરી કરવામાં આવી હતી તે અસફળ રહી હતી. જે રોડ પર નવી ટેકનોલોજીથી કરવામાં આવી ત્યાં જેસે થે  ની પરિસ્થિતિ સર્જાઇ હતી. ખાડા મા જેટ મશીન લાવો જે હાથ થી  કામગીરી કરો જો ઈરાદો સારો નહીં હોય તો આવી જ કામગીરી થશે.

આ મશીનરી કામ નહિ લાગે. મેયર કેયુર રોકડિયા સ્થાયી અધ્યક્ષ ડો હિતેન્દ્ર પટેલ, અંજલિ જેટ પેચર્સ ના હેડ સહિત ના અધિકારીઓ ડેમોસ્ટ્રેશન માં ઉપસ્થિત રહ્યા હતા. કંપનીએ ના હેડે 18 મહિનાની ગેરંટી આપી હતી પરંતુ 48 કલાકમાં જ ખાડા પડી ગયા.મશીનરી ફેલ, કંપની નો વાયદો ફેલ, અગાઉ ઇજારદાર કામગીરી ફેલ, સુપરવિઝન ફેલ, એન્જીનીયરો ફેલ અને પાલિકા માં બધું પોલમ પોલ ચાલે છૅ. ઇજારદારો સાથે અધિકારીઓ-નેતાઓ ના ભ્રષ્ટાચારના કારણે નાગરિકોને ભોગવવું પડે છે.

Most Popular

To Top