સ્વતંત્ર દેશની આમજનતાએ લોકસભાના ઘણાં ચઢાવ-ઉતાર જોયા છે. સંસદનું ગૌરવ જાળવવું એ સંસદોની ફરજ છે. મતદાતાઓએ સીધા મતદાનથી ચૂંટેલા પ્રતિનિધિઓ લોકસભામાં પહોંચે છે. સંસદ એ કાંઇ ખોટા આક્ષેપો કરવાનું અને માહિતી છુપાવવાનું સ્થળ નથી. આજે આપણે જોતા આવ્યા છે કે લોકશાહીનું પવિત્ર મંદિર હીનકક્ષા સુધી પહોંચી ગયું છે. કરોડો રૂપિયાનો ખર્ચો આમજનતાના ટેક્ષની રકમ એળે જઇ રહ્યું છે. ત્રણ દાયકા પહેલાંની સંસદમાં તેજાબી અને ખાનદાની વકતાઓ હતા.
જો વડાપ્રધાન દ્વારા ખોટું થતું હોય તો તે સમયે શાંતિથી ટિકા કરવામાં આવતી હતી જેને દેશદ્રોહી નહોતા કહેતા, કારણકે તેમાંથી સત્ય જાણવાનો આમજનતાને અધિકાર હતો. જેમાં દેશનું પણ હિત સમાયેલ છે. કોંગ્રેસના બહુમતી ધરાવતા સભ્યો પોતાની સરકારની પણ ઝાટકણી કરી શકતા હતા અને સંસદોમાં તોફાનો નહોતા થતા. તેમજ કોઇપણ સંસદને સસ્પેન્ડ કરવામાં નહોતા આવતા. જયારે આજે સંસદની કેવી હાલત થઇ ગઇ છે. સંસદસત્રના દિવસોમાં તોફાનો થાય. સાઇલન્સને બદલે સૂત્રોચ્ચાર થાય અને બરાડા તેમજ શેરબકોર થાય છે. મોટેભાગે પુરા દિવસ સુધી સાંસદે ગૃહને ચાલવા દેતા નથી.
સંસદની ગરિમા અને પવિત્રતા તો જળવાતી જ નથી. આપણે સાંભળતા આવ્યા છે કે હાલનો સબળ પક્ષ બધો દોષ બાળકની જેમ વિપક્ષોને ધરે છે પરંતુ તેઓ ભૂલી ગયા છે કે આજો સબળ પક્ષ વિપક્ષમાં હતો ત્યારે તેમણે પણ આવું જ કર્યું હતું. તેવી પધ્ધતિનું વિપક્ષો પુનરાવર્તન કેર છે તેમાં નવાઇ જેવું કાંઇ જ નથી. એક વખેત એડીએમકેના 45 સભ્યોને સસ્પેન્ડ કર્યા હતા. શું તે યોગ્ય કહેવાય? આમ જોતા ભાજપ હોય કે કોંગર્સે બંને પક્ષો સરખા જ છે. આજે સંસદની ગરિમાને બદલે તેનું અવમૂલ્યન થતું રહ્યું છે. નહેરુના સમયમાં સંસદનું સત્ર હોય ત્યારે તેઓ વિદેશ પ્રવાસ પણ નહોતા કરતા અને અચૂક હાજર રહેતા હતા. જયારે હાલમાં?
સુરત – ભુપેન્દ્ર સી. મારફતિયા – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.