Vadodara

વાલીઓએ નર્સરીના 16 સહિત 19 છાત્રોની ફી અને LC પરત માંગ્યા

વડોદરા : વડોદરા શહેરના ગોત્રી વિસ્તારમાં આવેલી શૈશવ સ્કૂલનો વિવાદ હવે પોલીસ કમિશનર ઓફિસ સુધી પહોંચ્યો છે અને 19 વિદ્યાર્થીઓના વાલીઓએ સ્કૂલ ફી રિફંડની માંગણી શાળામાં જઇને કરી હતી જેને લઈને શાળા સંચાલકે વાલીઓના વ્હોટસઅપ પર મેસેજ કરીને તમારી ફી પાછી લઇ જાવ તેમ જણાવ્યું હતું જેથી વાલીઓ શાળા પર જઈને પોતાની ફી પુરેપુરી પાછી લીધી હતી. આ ઘટનાની જાણ વિદ્યાર્થીઓના વાલીઓએ ગોત્રી પોલીસ સ્ટેશનમાં અરજી કરી હતી જેને લઈને આજ રોજ વાલીઓને શી ટીમ દ્વારા પોલીસ કમિશ્નર ઓફિસે વાલીઓની રજૂઆત સાંભળવા બોલાવ્યા હતા.

વડોદરાના ગોત્રી-સેવાસી રોડની શૈશવ સ્કૂલમાં નર્સરીમાં ભણતા વિદ્યાર્થીઓને શિક્ષકો દ્વારા નખોરિયાં ભરાય છે અને બીમાર પડે કે ઊલટી કરે તો વાલીઓને જાણ કરાતી ન હોવાના વાલીઓએ આક્ષેપો કર્યાં હતા. આ અંગેની અરજી ગોત્રી પોલીસ સ્ટેશનમાં આપ્યા બાદ આજે વાલીઓને શી ટીમ દ્વારા પોલીસ કમિશનર ઓફિસ તેમની રજૂઆત સાંભળવા માટે બોલાવવામાં આવ્યા હતા. વધુમાં એડવોકેટ ભાવિન વ્યાસે જણાવ્યું હતું કે આ જેટલા પણ વાલીઓએ શૈશવ સ્કૂલના સંચાલકને ખોટી રીતે આક્ષેપ કર્યા છે તે પાયા વિહોણા છે અને ખોટી રીતે શૈશવ સ્કૂલ અને તેમના સંચાલકોને ખોટી રીતે બદનામ કરવામાં આવી રહ્યા છે. જેથી અમે આ દરેક વાલીઓ પર જે ખોટા આક્ષેપ કરે છે તેમની પર ફોજદારી સિવલ રહે કાર્યવાહી કરવામાં આવશે.

Most Popular

To Top