દે.બારીયા તા.૭
દેવગઢ બારીયા તાલુકાના પીપલોદ ગામ ખાતે ભૂત ફળીયામાં રહેતા 60 થી વધુ પરિવારોએ લેખિત રજૂઆત કરી એક મહિલા દ્વારા કરવામાં આવેલ દબાણ હટાવવા નોટિસ આપવા છતાં તેને કોઈ કાર્યવાહી ન થતા પરિણામ શૂન્ય જોવા મળી રહ્યું છે.
દેવગઢબારિયા તાલુકાના પીપલોદ ગામે ભૂત ફળિયામાં રહેતી લલિતા કનુ બારીયાએ પીપલોદ ગામના દાહોદ રોડ ઉપર આવેલ ખાતા નં. ૮૪૧માં આવેલ રેવન્યુ સર્વે નં.૭૪/૧ વાળી જમીન પીપલોદ ગ્રામપંચાયતમાં સરકારી પડતર જમીન હોઈ આ જમીનમાં પીપલોદ ગામના દાહોદ રોડ ઉપર રહેતા જમીન વિહોણા માણસોને આશરે ૨૦ વર્ષ અગાઉ રહેણાંક ઘર માટે ૧૦૦ ચો.મી. જમીન સરકાર તરફથી ફાળવવામાં આવી હતી. પરંતુ સરકારે ફાળવેલ જમીન ઉપરાંત વધારે જમીનમાં આશરે ૪૦૦ થી ૫૦૦ ચો.મી. જમીનનું વધારે દબાણ કરી પાકું બાંધકામ કરી દેતા પીપલોદ ભૂત ફળીયાના માણસોને અવરજવર કરવા માટે રસ્તો નહી રહેતા કોઈ માણસ બીમાર પડે અથવા કોઈ સગર્ભા મહિલાને પ્રસુતિ કરાવવા માટે લઈ જવી હોય ત્યારે ખાટલામાં તેમજ ઝોળી કરીને રોડ સુધી લાવવું પડતું હોય છે. જ્યારે કોઈનું મરણ થાય તેવા સંજોગોમાં સ્મશાનવિધિ માટે જતા ડાઘુઓને પણ ઘણી મુશ્કેલી પડતી હોય છે.
પીપલોદ ગામ ખાતે દબાણ હટાવી લેવા પંચાયતની નોટિસને ઘોળીને પી જવાઈ
By
Posted on