જેની અપેક્ષા હતી એવા દ્રૌપદી મુર્મુ ભારતના પ્રથમ આદિવાસી રાષ્ટ્રપતિ બન્યા. દરેક પક્ષના પ્રતિનિધિઓએ એમના ભવ્ય વિજયના વધામણાં લીધા છે. ઈતિહાસ રચનાર આ મહિલા રાષ્ટ્રપતિના જીવનમાં એમની ઘણી બધી અગ્નિપરીક્ષા થઈ છે જે દરેક પરિક્ષાની પરિસ્થિતિની સામે જ્ઞાન-યોગ દ્વારા તેઓ પાસ થઈને બહાર આવ્યા છે. તેઓ ગહન આદ્યાત્મિક મૃદુભાષી વ્યકિત વિશેષ ઘણી બધી વિશેષતા તેઓ ધરાવે છે. એમના બે પુત્રો, પતિ, માતા અને ભાઈએ આ જગતમાંથી દુખદ વિદાય લીધી છે. આ આધાત જેવો તેવો નહોતો. પોતે ડિપ્રેશનમાં આવી ગયા હતા. પરંતુ બ્રહ્માકુમારીની મુલાકાત બાદ એમને જે જ્ઞાન સમજાયું એનાથી તેઓ સ્વસ્થ થઈ ગયા. જીવનનાં સંઘર્ષ પછી રાષ્ટ્રના મોટા પદ પર નિભાવવું એ મહત્વની ઘટના છે. તેઓ ઉત્તમ રાષ્ટ્રપતિની પરંપરામાં એક હોય એવી અપેક્ષા.
સુરત – જગદીશ પાનવાલા – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.
ભારતના પ્રથમ આદિવાસી મહિલા રાષ્ટ્રપતિનો જ્યજ્યકાર
By
Posted on