પ્રાચીન ઇજિપ્તવાસીઓની ઘણી સિદ્ધિઓમાં ખનન, સરવે અને બાંધકામ તકનીક કે જેણે સ્મારકસ્વરૂપ પિરામીડો, મંદિરો અને સ્મારક સ્તંભના નિર્માણને સરળ બનાવ્યું, ગણિતની પદ્ધતિ, દવાની વ્યવહારિક અને અસરકારક પદ્ધતિ, સિંચાઇ વ્યવસ્થા અને કૃષિ ઉત્પાદન તકનિક અને જાણમાં આવેલી સૌપ્રથમ હોડીનો સમાવેશ થાય છે. આ ઉપરાંત ઇજિપ્તના માટીના વાસણો બનાવવાની અને તેના સુશોભનની તેમજ ગ્લાસ તકનીક, સાહિત્યના નવા સ્વરૂપો અને જાણમાં આવેલી સૌપ્રથમ શાંતિ સંધીનો પણ સમાવેશ થાય છે. ઇજિપ્તે દીર્ઘકાલીન વારસો આપ્યો છે. તેની કળા અને સ્થાપત્યકળાની વ્યાપકપણે નકલ થઇ હતી અને તેની પ્રાચીન વસ્તુઓ દુનિયાના દૂરદૂરના ખૂણાઓ સુધી પહોંચી છે. તેના સ્મારકસ્વરૂપ અવશેષો પ્રવાસીઓ અને લેખકોની કલ્પનાઓને સદીઓ સુધી પ્રોત્સાહન આપ્યું છે. પ્રાચીન ચીજવસ્તુઓ પ્રત્યે કેળવાયેલું માન અને આધુનિક યુગની શરૂઆતમાં કરાયેલા ઉત્ખનન ઇજિપ્તની સંસ્કૃતિ અને ભવ્ય વારસાની વૈજ્ઞાનિક તપાસ તરફ દોરી ગયા હતા.
ઇજિપ્તમાં કૈરો પ્રાચીન સંસ્કૃતિ અને માનવ સમાજના વિકાસ સાથે સંબંધિત ઘણા પુરાવા છુપાયેલા છે. યુએસ અને ઇજિપ્તની પુરાતત્વવિદોને તાજેતરના સંશોધનમાં ખોદકામ માટે એક પ્રાચીન બીયર ફેક્ટરી મળી છે. તે પ્રાચીન ઇજિપ્તના સૌથી પ્રખ્યાત પુરાતત્ત્વીય સ્થળોમાંથી એક પર મળી આવેલું સૌથી પ્રાચીન બીયર ફેક્ટરી (Beer factory) હોઈ શકે છે. એક પુરાતત્વવિદ અધિકારીએ બુધવારે આ માહિતી આપી.
એન્ટીક્યુટીસ સુપ્રીમ કાઉન્સિલના જનરલ સેક્રેટરી મુસ્તફા વઝિરીએ જણાવ્યું હતું કે ફેક્ટરી દક્ષિણ કૈરોથી 50 કિલોમીટર દૂર નાઇલ નદીની પશ્ચિમમાં પ્રાચીન કબ્રસ્તાન એબીડોસમાં મળી હતી. તેમણે જણાવ્યું હતું કે ફેક્ટરી કિંગ નર્મરના વિસ્તારમાં આવેલી છે, જે પ્રાચીન ઇજિપ્ત (Egypt) ના પ્રારંભિક રાજવંશ (3150 BCEથી 2613 BCE) માં એકીકરણ માટે જાણીતું હતું.
40 વાસણો મળી આવ્યા
વજીરીએ કહ્યું કે પુરાતત્વવિદોએ આઠ એકમો શોધી કાઢ્યા છે. દરેક એકમ 20 મીટર (લગભગ 65 ફુટ) લાંબી, 2.5 મીટર (આશરે આઠ ફુટ) પહોળા છે. આમાં લગભગ 40 માટીના વાસણો મળી આવ્યા છે, જે બીયરના ઉત્પાદન માટે અનાજ અને પાણીના મિશ્રણને ગરમ કરવામાં ઉપયોગીહોય છે. ન્યુ યોર્ક યુનિવર્સિટીમાં ફાઇન આર્ટ્સ ઇન્સ્ટિટ્યૂટના મેથ્યુ એડમ્સ અને પ્રિન્સટન યુનિવર્સિટીના પ્રાચીન ઇજિપ્તના ઇતિહાસ અને પુરાતત્વશાસ્ત્રના સહાયક પ્રોફેસર, ડેબોરાહ વિશ્ચકની અધ્યક્ષતામાં આ સંયુક્ત અભિયાન યોજાયું હતું.
એડમ્સે જણાવ્યું હતું કે બીયરનો શાહી સમારોહ કરવા માટે આ વિસ્તારમાં કારખાનાની સ્થાપના કરવામાં આવી હોત. તેમણે કહ્યું કે પુરાતત્વવિદોએ પુરાવા શોધી કાઢ્યા છે કે જે પ્રાચીન ઇજિપ્તમાં બલિદાન પ્રથા દરમિયાન બીયરનો ઉપયોગ દર્શાવે છે. પુરાતત્વ મંત્રાલયે જણાવ્યું હતું કે બ્રિટીશ પુરાતત્વવિદોએ 1900 ના દાયકાની શરૂઆતમાં ફેક્ટરીના અસ્તિત્વનો ઉલ્લેખ કર્યો હતો, પરંતુ તે ક્યાં છે તે શોધી શકાયું નથી.