Vadodara

અંતિમ પળો વિતાવતા વૃદ્ધને મળ્યું જીવનદાન

વડોદરા :વડોદરા શહેરના રાજમાર્ગો તેમજ ફુથપાથ ઉપર જીવનની અંતિમ ક્ષણ વિતાવી રહેલા નિઃસહાય વૃદ્ધોને નવજીવન આપવા માટે કળિયુગનો શ્રવણ બની આવેલ શહેરનો યુવાન રસ્તે રઝળતા વૃદ્ધોની સેવા કરી સારવાર અને રહેવા તેમજ જમવાની સુવિધા ઉભી કરે છે.હાલમાં તેણે એક સયાજી હોસ્પિટલના પાછળના ગેટ પર કેન્ટીન પાસે રઝળતી હાલતમાં નજરે પડેલા વૃદ્ધને હોસ્પિટલમાં દાખલ કરાવી જનસેવા એજ પ્રભુસેવાનું સૂત્ર સાર્થર્ક કર્યું હતું.

વડોદરા શહેરમાં છેલ્લા એક વર્ષથી શ્રવણ બનીને સેવાનું કામ કરતા યુવાન નીરવ ઠક્કરે શહેરના રાજમાર્ગો તેમજ ફુથપાથ ઉપર આશરો લઈ રહેલા નિરાધાર વૃદ્ધોને નવજીવન આપવાનું બીડું ઉપાડ્યું છે. હાલમાં જ નીરવ ઠક્કરે સયાજી હોસ્પિટલના પાછળના ગેટ પર કેન્ટીન પાસે એક વૃદ્ધ જેઓ રસ્તે રઝળતી તેમજ હાથ પગે પાટા પિંડી કરેલી હાલતમાં જણાઈ આવતા તુરંત એમ્બ્યુલયન્સ મારફતે સયાજી હોસ્પિટલમાં સારવાર શરૂ કરાવી હતી.

આ અંગે નિરવભાઈએ જણાવ્યું હતું કે એક વૃદ્ધ સયાજી હોસ્પિટલના પાછળના દરવાજે કેન્ટીન પાસે પાટા પિંડીની હાલતમાં જોવા મળ્યા હતા.તેમનો પગ સડી ગયો હોવાથી ત્રણથી ચાર આંગળીઓ સડો લાગવાથી પગમાં રહી નથી. આ વૃદ્ધને અગાઉ અપૂરતી સારવાર આપી રઝળતી હાલતમાં છોડી દેવાયા છે. જેથી મેં તુરંત એમ્બ્યુલયન્સને બોલાવી સયાજી હોસ્પિટલમાં દાખલ કરાવ્યા છે. આ આ અંગે પોલીસ અને આરએમઓ ને પણ જાણ કરી છે.

જેથી તેમના વાલીવારસાની ભાળ મળી શકે.પ્રાથમિક પૂછપરછમાં આશરે 50 વર્ષની આસપાસના ગોધરા તરફના ભોળાભાઈ મહેન્દ્રભાઈ વ્યાસ હોવાનું જાણવા મળેલ છે. બે દિવસ પહેલા પણ એક વૃધ્ધાને વૃદ્ધાશ્રમ ખાતે મોકલી આપ્યા હતા. વધુમાં નીરવ ઠક્કરે જણાવ્યું હતું કે શહેરના ફુથપાથ ઉપર અનેક લોકો જીવનનો આખરી સમય વિતાવી રહ્યા છે. તેમના અંતિમ દિવસો સારા પસાર થાય તે માટે તેમની ઈચ્છા હોય તો વૃદ્ધાશ્રમમાં મૂકી આવું છું. અને જો તેમની ઈચ્છા ન હોય તો તેમને યોગ્ય સ્થળે રાખીને ભોજનની મદદ પુરી પાડી રહ્યો છું. અને આ કામગીરીથી મને આનંદ અનુભવાઈ રહ્યો છે.

Most Popular

To Top