નવી દિલ્હી: વર્ષ 2022 માં Google Wallet ના આગમન સાથે ‘GPay’ એપ્લિકેશન દરેક યુઝર્સની પહેલી પસંદગી બની ગઈ હતી. હવે કંપનીએ આ એપ અંગે મોટો નિર્ણય લીધો છે. અમેરિકામાં જૂની ગૂગલ પે (Google Pay) એપને બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. એટલે કે હવે તેનું જૂનું વર્ઝન કામ નહીં કરે. એન્ડ્રોઇડ હોમસ્ક્રીન પર દેખાતી ‘GPay’ એપ એ જૂનું વર્ઝન છે જેનો ઉપયોગ પેમેન્ટ અને ફાઇનાન્સ માટે થતો હતો.
- ગૂગલ પે એપ્લીકેશનના જૂના વર્ઝનને અમેરિકામાં બંધ કરવાનો નિર્ણય લેવાયો
- આગામી તા. 4 જૂન 2024થી અમેરિકામાં એપ સંપૂર્ણપણે બંધ થશે
- ભારત અને સિંગાપોરમાં એપ્લીકેશન પહેલાંની જેમ કામ કરશે
અમેરિકા, ભારત, સિંગાપોર સહિત અનેક દેશોમાં ગૂગલની જી-પે એટલે કે ગૂગલ પે એપ લોકપ્રિય છે. લોકો ઓનલાઈન ટ્રાન્ઝેક્શન માટે ગૂગલ પે નો મોટો પ્રમાણમાં ઉપયોગ કરે છે. ગૂગલ દ્વારા લોકો સાથે વધુ સારા સંબંધો અને વ્યવસાય સ્થાપિત કરવા માટે આ એપ લોન્ચ કરવામાં આવી હતી. તેની મદદથી યુઝર્સને ખર્ચને નિયંત્રિત કરવામાં મદદ કરશે તેવું માનવામાં આવતું હતું. કારણ કે ગૂગલ પેમાં ખર્ચનો ડેટા સ્ટોર રહેતો હતો.
જોકે, હવે અમેરિકામાં ગૂગલ પેની એપ બંધ કરવાનો નિર્ણય લેવાયો છે. રિપોર્ટ અનુસાર GPay 4 જૂન 2024થી અમેરિકામાં કામ કરવાનું બંધ કરશે. જોકે, ભારત અને સિંગાપોરના યુઝર્સે આ અંગે ચિંતા કરવાની જરૂર નથી. કારણ કે GPay બંને જગ્યાએ સંપૂર્ણ રીતે કામ કરવાનું ચાલુ રાખશે.
ગૂગલનું કહેવું છે કે તે તેના યુઝર્સને સમયાંતરે અપડેટ્સ આપવાનું ચાલુ રાખશે. મતલબ કે આ એપ અહીંના યુઝર્સ માટે બંધ થવાની નથી. પરંતુ અમેરિકાને લઈને ગૂગલ દ્વારા એક મોટું પગલું ભર્યું છે. હવે એપ બંધ થવા જઈ રહી છે અને ગૂગલે પીઅર-ટુ-પીઅર પેમેન્ટ પણ બંધ કરી દીધું છે. તેની મદદથી જ તમે પૈસા મોકલી શકો છો અથવા વિનંતી કરી શકો છો. અમેરિકાના મોટાભાગના વપરાશકર્તાઓએ આનો આશરો લીધો.