વડોદરા: પાલિકાની વડી કચેરી માં આજ રોજ સ્થાયી ચેરમેન ડો. હિતેન્દ્ર પટેલ દ્વારા વિવિધ વિભાગમાં આકસ્મિક ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં પાલિકાના કેટલાક અધિકારીઓ તો સ્થાયી ના ચેરમેનને ઓળખતા પણ નહોતા. અધિકારો તો આરામ ફરમાવતા જોવા મળ્યા હતા. પાલિકાની હાલત સ્માર્ટ સીટી જેવી જ સ્માર્ટ અધિકારી ઓની ઓફીસ છે.
પાલિકાના સ્થાયી ચેરમેન ડો. હિતેન્દ્ર પટેલ કેટલીક વાર આકસ્મિક ચેકિંગ કરતા હોય છે. તેવામાં આજ રોજ સ્થાયી ચેરમેન ડો. હિતેન્દ્ર પટેલે વડોદરા મહાનગર પાલિકાની વડી કચેરીમાં જ આકસ્મિક ચેકીંગ હાથ ધર્યું હતું. ઇન્સ્ટુમેન્ટેશન એન્ડ કન્ટ્રોલ વિભાગ સહિતના કેટલાક વિભાગોમાં કેટલાક અધિકારીઆે દ્વારા તો તેમને ઓળખ્યા પણ નહોતા અને એક મહિલા અધિકારીએ તો જણાવ્યું કે કોનું કામ છે ભાઈ ?
ચેરમેને કહ્યું તમે મને ઓળખતા નથી? તમારી રજા જે મંજૂર કરી હતી એ હું જ ચેરમેન છુ. આમ જો પાલિકાના અધિકારો જ સ્થાયી ચેરમેનને ઓળખતા ના હોય તો આમ માણસને તો ક્યાંથી ઓળખે આમ પાલિકાની અધિકારો દ્વારા તો ઓફિસમાં કોઈ ના હોય તો પણ ઓફિસના લાઈટ પંખા અને એસી તો ચાલુજ હોય છે કોઈ અધિકારી હોય કે ના હોય આ કોના બાપની દિવાળી અધિકારીઓ દ્વારા કરવામાં આવે છે. વડોદરા મહાનગરપાલિકા દ્વારા વડોદરા શહેરને સ્માર્ટ સીટી બનાવવાની વાત કરી રહ્યા છે પણ પાલિકા દ્વારા પોતાની ઓફિસ પણ સ્માર્ટ બનતી નથી તેવી વાત શહેરમાં ચર્ચાઈ રહી છે.
મેં તેમને જાણ કરી અને કેટલીક સૂચનાઓ આપી
હું જયારે આજ રોજ પાલિકા કચેરીમાં ચેકિંગ કર્યું ત્યારે અધિકારી ત્યાં આરામ ફરમાવતા હતા અને ઓફિસમાં કોઈ ના હોય તો પણ કેટલીક ઓફિસમાં લાઈટ પંખા ચાલુ રાખેલા હતા જેથી મેં તેમને જાણ કરી હતી અને કેટલીક સૂચનાઓ આપી હતી. – ડો. હિતેન્દ્ર પટેલ, સ્થાયી ચેરમેન