મુંબઈ: ‘વિરુષ્કા’ (Virushka) ભારતીય ક્રિકેટર (Inidan cricketer) વિરાટ કોહલી (Virat Kohli) અને બોલિવૂડ (bollywood) અભિનેત્રી અનુષ્કા શર્માની (Anushka Sharma) જોડીને તેમના ચાહકોએ આ હુલામણું નામ આપ્યું હતું જે આજે પણ સોશ્યિલ મીડિયા પર અવારનવાર ટ્રેન્ડ કરતુ દેખાય છે અને એનું કારણ છે બંનેની જબરદસ્ત લોકપ્રિયતા. પરંતુ તમને એ જાણીને નવાઈ લાગશે કે ટીમ ઈન્ડિયાના દિગ્ગજ ખેલાડી વિરાટ કોહલી માત્ર ક્રિકેટની પીચ પર જ નહીં પરંતુ કમાણીના મામલે પણ જોરદાર ઈનિંગ રમી રહ્યા છે અને વાત કરીએ તેમની અભિનેત્રી પત્ની અનુષ્કા શર્માની તો એ પણ બોલિવૂડની ટૉપ પેઈડ હીરોઈનોની યાદીમાં આગવું સ્થાન ધરાવે છે. પરંતુ શું તમે જાણો છો કે વિરાટ અને અનુષ્કામાં સૌથી અમીર કોણ છે? આવો જાણીએ આ ફેમસ સેલિબ્રિટી કપલની નેટ વર્થ અને તેમની જીવનશૈલી વિશે.
એક દિવસની કમાણી છે લાખોમાં
ક્રિકેટર વિરાટ કોહલીનું નામ વિશ્વના સૌથી અમીર ક્રિકેટરોમાં સામેલ છે. વિરાટનો જન્મ 1988માં થયો હતો અને હાલમાં તે તેની પત્ની અનુષ્કા શર્મા સાથે મુંબઈમાં રહે છે. એક અહેવાલ અનુસાર, કોહલીની કુલ નેટવર્થ લગભગ $127 મિલિયન એટલે કે આશરે રૂ. 1046 કરોડ છે. અને તેમની સરેરાશ વાર્ષિક આવક લગભગ 15 કરોડ રૂપિયા છે જો મહિનાની અંદાજિત કમાણીની વાત કરીએ તો, તે લગભગ રૂ. 1,25,00,000, એટલે કે એક સપ્તાહના રૂ. 28,84,615 અને એક દિવસમાં લગભગ રૂ. 5,76,923 છે.
BCCI પાસેથી મળે છે કરોડો
વિરાટ કોહલીની ગણતરી વિશ્વના સૌથી શાનદાર બેટ્સમેનોમાં થાય છે અને ભારતીય ક્રિકેટની કેપ્ટાનશીપ દરમિયાન પણ તેમણે ઘણા રેકોર્ડ તોડ્યા હતા. વિરાટ કોહલી ભારતીય ક્રિકેટ ટીમના ગ્રેડ A કરારમાં સામેલ છે. જેના દ્વારા તેઓ કરોડોની કમાણી કરે છે, જ્યારે દર વર્ષે તેઓ IPL દ્વારા પણ મોટી રકમ કમાય છે. આ બધા ઉપરાંત તેમને BCCIના A+ કોન્ટ્રાક્ટ દ્વારા વાર્ષિક રૂ. 7 કરોડ મળે છે. જો આપણે મેચ દીઠ ફી વિશે વાત કરીએ, તો તેમને રમતના ફોર્મેટ અનુસાર તગડી મેચ ફી આપવામાં આવે છે.
આ કંપનીઓમાં કર્યું છે કોહલીએ રોકાણ
ભારતીય ક્રિકેટરે ઘણી કંપનીઓમાં રોકાણ પણ કર્યું છે, જ્યાંથી તેને સારું વળતર મળતું રહે છે. ઉપરાંત, તેની કમાણીનો મોટો હિસ્સો એન્ડોર્સમેન્ટમાંથી પણ આવે છે. રોકાણની વાત કરીએ તો, કોહલીએ બ્લુ ટ્રાઈબ, ચિઝલ ફિટનેસ, નુએવા, ગેલેક્ટસ ફનવેર ટેકનોલોજી પ્રાઈવેટ લિમિટેડમાં રોકાણ કર્યું છે. ભારતના પૂર્વ કેપ્ટન વિરાટ કોહલીએ તાજેતરમાં દિવંગત ગાયક કિશોર કુમારનો બંગલો ભાડે લીધો હતો. જેમાં તેણે એક શાનદાર રેસ્ટોરન્ટ ખોલી છે જેનું નામ ‘વન8 કૉમ્યુન’ છે.
લેન્ડ રોવરથી લઈને Audi સુધી આ છે કોહલીનું કાર કલેકશન
ક્રિકેટ સિવાય વિરાટ કોહલીને કારનો પણ શોખ છે. કોહલીના કાર કલેક્શનમાં એક થી એક વૈભવી અને મોંધીદાર કાર હાજર છે. રિપોર્ટ્સ અનુસાર વિરાટ કોહલી પાસે લગભગ 6 લક્ઝરી કાર છે. જેમાં, રૂ. 70 થી 80 લાખની કિંમત વાળી Audi Q7, અંદાજે રૂ. 1.1 કરોડની Audi RS5, રૂ. 2.97 કરોડની Audi R8 LMX, અંદાજે રૂ. 1.98 કરોડની Audi A8L W12 Quattro અને લગભગ રૂ. 2.26 કરોડ લેન્ડ રોવર વોગ સામેલ છે.
કરોડોમાં છે એક ફિલ્મનો ચાર્જ
શાહરૂખ ખાન સાથે ફિલ્મ ‘રબ ને બના દી જોડી’થી પોતાની ફિલ્મી સફર શરૂ કરનાર અનુષ્કાની ગણતરી આજે ટોચની અભિનેત્રીઓમાં થાય છે. અનુષ્કા શર્મા સૌથી વધુ કમાણી કરનાર અભિનેત્રીઓમાંની એક છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, અભિનેત્રીની કુલ સંપત્તિ લગભગ 35 મિલિયન ડોલર અથવા લગભગ 265 કરોડ રૂપિયા છે. ફિલ્મ સિવાય તેની કમાણીનાં ઘણાં સ્ત્રોત છે, જેમાં સોશિયલ મીડિયા અને જાહેરાતોનો સમાવેશ થાય છે. એક અંદાજ મુજબ અનુષ્કા શર્મા એક ફિલ્મ માટે 10 કરોડ રૂપિયા ચાર્જ કરે છે. તેમની વાર્ષિક આવક 12 કરોડથી વધુ છે. આ સિવાય તે દરેક એડ માટે લગભગ 4 થી 5 કરોડ જેટલી રકમ વસૂલે છે.
ફિલ્મો સિવાય આ રીતે કરે છે અઢળક કમાણી
સોશિયલ મીડિયામાંથી કમાણી વિશે વાત કરીએ તો, અનુષ્કાના ઇન્સ્ટાગ્રામ પર 59.3 મિલિયન ફોલોઅર્સ છે અને અભિનેત્રી તેની એક પ્રાયોજિત ઇન્સ્ટા પોસ્ટ માટે લગભગ 95 લાખ રૂપિયા ચાર્જ કરે છે. સંપત્તિની વાત કરીએ તો અનુષ્કાનું મુંબઈમાં પોતાનું આલિશાન ઘર છે, જેની કિંમત લગભગ 9 કરોડ રૂપિયા છે. તેણે આ ઘર વર્ષ 2014માં ખરીદ્યું હતું. આ સિવાય વિરાટ કોહલીની પત્નીને પણ તેના પતિની જેમ કારનો શોખ છે. તેના કાર કલેક્શન પર નજર કરીએ તો તેમાં BMW, રેન્જ રોવર અને મર્સિડીઝ સહિત અનેક લક્ઝરી બ્રાન્ડ્સ છે.