SURAT

કાકાનો હત્યારો સગો ભત્રીજો જ નીકળ્યો, સુરત પોલીસે પકડ્યો

સુરત(Surat): શહેરના પાંડેસરા વિસ્તારમાં બે દિવસ પહેલાં લુમ્સ (Looms) ખાતા (Factory) નજીક ચાની ટપર પર એક કારીગરની હત્યા (Murder) થઈ હતી. આ હત્યાના કેસને પાંડેસરા પોલીસે ઉકેલી નાંખ્યો છે. કારીગરની હત્યા તેના સગા ભત્રીજાએ જ કરી હોવાનું ખુલ્યું છે. હત્યા પહેલાં કાકા ભત્રીજા વચ્ચે સામાન્ય બાબતે ઝઘડો થયો હતો. કાકાના શબ્દોનું માઠું લાગી આવતા ભત્રીજાએ પત્થર મારી કાકાની હત્યા કરી નાંખી હતી. પોલીસે હત્યારા ભત્રીજાની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

  • લુમ્સ ખાતાના કારીગરની હત્યાનો ભેદ ઉકેલાયો, પાંડેસરા પોલીસે આરોપી ભત્રીજાને પકડ્યો

સુરતના પાંડેસરા વિસ્તારમાં આવેલા સિલ્ક સિટી ઇન્ડસ્ટ્રીયલ પાર્ક ખાતે ગઈ તા. 1 ફેબ્રુઆરીના રોજ 33 વર્ષીય યુવકની હત્યા થઈ હતી. મૃતકનું નામ દિનેશ નિષાદ (ઉં.વ. 33) હોવાનું ખુલ્યું હતું. દિનેશ નિષાદની પથ્થર મારી હત્યા કરાઈ હોવાનું તપાસમાં સામે આવ્યું હતું. બનાવ અંગે પાંડેસરા પોલીસે હત્યાનો ગુનો દાખલ કરી હત્યારાને પકડવા ચક્રો ગતિમાન કર્યા હતા.

દરમિયાન ત્રણ દિવસ બાદ પાંડેસરા પોલીસે હત્યા કરનાર આરોપીને ઝડપી પાડવામાં સફળતા મેળવી છે. પાંડેસરા પોલીસે હત્યા કરનાર આરોપીની ધરપકડ કરી છે. પોલીસે હત્યા કરનાર બ્રિજેશ નિશાદને બાતમીને આધારે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

પાંડેસરા પોલીસે જણાવ્યું હતુંકે મરનાર યુવકની હત્યા તેના સગા ભત્રીજાએ જ કરી હતી. મૃતક દિનેશ નિશાદ અને તેના ભત્રીજા બ્રિજેશ નિશાદ ગઈ તા. 1 ફેબ્રુઆરીને રાત્રિએ પાંડેસરાના સિલ્ક સીટી ઇન્ડસ્ટ્રીઝના ગેટ નંબર એક પાસે મળ્યા હતા. દરમિયાન કાકા ભત્રીજા વચ્ચે કોઈક બાબતે ઝઘડો થયો હતો. ઝઘડામાં અચાનક ભત્રીજો બ્રિજેશ નિશાદ ગુસ્સે થઈ ગયો હતો અને પથ્થર મારી કાકા દિનેશની હત્યા કરી નાંખી હતી. હત્યા કર્યા બાદ આરોપી ભત્રીજો બ્રિજેશ ભાગી ગયો હતો.

વધુમાં મળતી માહિતી અનુસાર મૃતક દિનેશ નિશાદ મૂળ ઉત્તર પ્રદેશના રહેવાસી છે. રોજગારી મેળવવા તે સુરત આવ્યો હતો. તેના પરિવારમાં એક પુત્ર-પુત્રી અને પત્ની છે. યુપી થી સુરત આવી દિનેશ પાંડેસરામાં સિલ્ક સીટી ઇન્ડસ્ટ્રીયલ માં આવેલા લુમ્સ ના કારખાનામાં કારીગર તરીકે કામ કરી વતનમાં રહેતા તેના પરિવારને આર્થિક મદદરૂપ થતો હતો. જોકે દિનેશ નિશાદના મોતથી પરિવારે આધાર સ્તંભ ગુમાવ્યો છે.

Most Popular

To Top