રવિવાર 25 ઓગસ્ટનાં ‘‘ગુજરાતમિજ્ઞ’’ દૈનિકની રવિવારીય પૂર્તિમાં ઈન સાઈડ આઉટસાઈડ’ તથા ‘જીવનશરિતાને તીરે’ કોલમ અંતર્ગત અંધશ્રધ્ધા નિર્મૂલનના મુદ્દા વિશે સચોટ ચર્ચા થઈ. અંધશ્રદ્ધા નિર્મૂલનના મુદ્દા વિશે સચોટ ચર્ચા થઈ. અંધશ્રદ્ધા નિર્મૂલન બિલ ભારતના તમામ રાજ્યોમાં અમલમાં મૂકાવવું જ જોઈએ. વૈશ્વિક કક્ષાએ વિજ્ઞાન હરણફાળ ભરી રહ્યું છે અને ભારતમાં ભૂવા, તાંત્રિકો ચમત્કાર કરી પ્રજાને ભોટ બનાવી રહ્યા છે! શિક્ષિત અને અશિક્ષિત બંને પ્રજાજનો અંધશ્રદ્ધામાં વિશ્વાસ ધરાવે છે. સ્વ. નરેન્દ્ર દાભોલકર આ દિશામાં કાર્ય કરવા ગયા તો એમની હત્યા થઈ એ દુ:ખદ ઘટના જ કહેવાય. ‘જીવન સરિતાને તીરે’ કોલમમાં સાયણ ડંભાવવાની ક્રિયા કેટલી ક્રૂર છે એ જાણી શકાય છે. ભૂવા, તાંત્રિક, બાવાઓ ફક્ત પોતાનો તિજોરી જ ભરતા હોય છે. વળગાડ જેવું કશું હોતું જ નથી. કદાચ માનસિક બિમારી હોઈ શકે જેનો ઈલાજ પણ શક્ય છે જ. લોક જાગૃતિની આવશ્યક્તા.
સુરત – નેહા શાહ– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.
મહિલાઓની સુરક્ષા અર્થે રાજસ્થાન જેવો કાયદો અમલી બનાવવાની તાતી જરૂર
હાલમાં કોલકતાની મહિલા ડોકટર પર રેપ અને મર્ડરના બનાવને પગલે મહિલાઓની સલામતી અંગેનો મુદ્દો ફરી સપાટી પર આવ્યો છે. રાજસ્થઆનમાં મહિલાઓ પર બળાત્કાર, વિનયભંગ અને ચેડછાડના વધતા જતા બનાવો ને કાબૂમાંલેવા માટે ગત વર્ષ 2023માં રાજય સરકારે એવો આદેશ બહાર પાડયો હતો કે રસ્તે જતી યુવતિઓ કે મહિલાઓની છેડતી કરતા રોડ રોિયો જે પકડાય તેની સામે સખતાઇ પગલાં લેવાશે.
એટલું જ નહિ એના નામ-સરનામા સાથેનો રેકોર્ડ પણ પોલીસ સ્ટશનમાં રહેશે મહિલાઓ સામને ગુન્હામાં જે ઝડપાય તેના કેરકેટર સર્ટિફિકેટમાં ખાસ લખાશે કે તે છેડતી કે વિનય ભંગમાં પકડાયો હતો, એટલે તેને પછી કોઇ સરકારી નોકરીમાં રાખવામાં નહીં આવે. સમગ્ર દેશમાં મહિલાઓ સામે થતાં અપરાધો ની સંખ્યા ઉત્તરોત્તર વધી રહી છે ત્યારે દેશના અન્ય રાજ્યોએ પણ મહિલાઓની સુરક્ષા અર્થે રાજસ્થાન જેવો કાયદો અમલી બનાવવાની તાતી જરૂર છે.
પાલનપુર – મહેશ વી. વ્યાસ– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.